વ્યાપાર

આપણી સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન પ્રક્રિયા ખરા અર્થમાં મેક ઈન ઈન્ડિયા પ્રયાસ છેઃ ઉબૈદ અઝીઝ બારુદગર

 

આ મેક ઈન ઈન્ડિયા પહેલ બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયાએ મહારાષ્ટ્રના કરજતમાં સ્થાપિત કરેલું એકમ ખરા અર્થમાં આપણા સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે

મિડિયા સાથે વાત કરતાં બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા પ્રા. લિ.ના ડાયરેક્ટર ઉબૈદ અઝીઝ બારુદગરે ગૌરવપૂર્વક જાહેર કર્યું કે તેઓ ભારતમાં આ ટેકનોલોજી લાવવામાં આગેવાન છે. અમારી નવીનતમ રોબોટિક ટેકનોલોજી ઉપયોગ કરનારી પ્રથમ ઈંટ ઉત્પાદન કંપની છે, જે ફેક્ટરી અમે કરજતમાં સ્થાપી છે. આ પર્યાવરણ અનુકૂળ ઈંટોએ નવા યુગના વિકાસનો માર્ગ બતાવ્યો છે. ઈંટો નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવી રહી હોઈ તે પર્યાવરણ અનુકૂળ છે, એમ જાહેર કરતાં તેમણે ઉમેર્યું કે ભારતમાં પહેલી વાર અમે રજૂ કરેલી આ ટેકનોલોજી સાથે પર્યાવરણને કોઈ હાનિ થતી નથી.

ત્રણ દાયકાનો અનુભવન અને 1 મિલિયનથી વધુ ચોરસફૂટ બાંધકામ કરરનારા ગેલેક્સી ગ્રુપનો હિસ્સો બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા, બીબીઆઈ પ્રા. લિ.ની રચના મેક ઈન ઈન્ડિયાની સરકારની પહેલ હેઠળ ભારતમાં સૌથી વિશાળ સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન કંપની બનવા માટે ઝડપથી વૃદ્ધિ કરવાના ધ્યેય સાથે 14મી ડિસેમ્બર, 2014ના રોજ રચવામાં આવી હતી. આ એરમ ડોલવલી ખાતે ખોપોલી નજીક 10 એકર જગ્યામાં છે, જે દિવસના આશે 50,000 ઈંટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

ડાયરેક્ટર દીપક નાઈકે મિડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું કે કાચા માલોની પસંદગીથી ટેકનોલોજી અને ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રક્રિયા સુધી ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરાતી નથી. આ ત્રણ અલગ અલગ આકારમાં બનાવવામાં આવતી વાસ્તવિક સ્થાપત્યવિષયક આકારની ઈંટો છે, જે બિન- પ્રદૂષિત, પર્યાવરણ અનુકૂળ, એકધાર્યો આકાર અને કદ ધરાવે છે. રોબોટિક કોમ્પ્રેશનનું આ પરિણામ છે અને તે ઉચ્ચ કક્ષાની નૈસર્ગિક માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાય છે.

બિલ્ડિંગ બ્લોક્સ જર્મન ઓટોમેટેડ પ્રોસેસ ટેકનોલોજી અને જાપાનીઝ રોબોટિક કોમ્પ્રેશન પ્રોડકશન લોજિક કંટ્રોલ (પીએલસી), વીએફએક્સ- બ્રિક્સ ફોર્મેશન રોબોટિક કોમ્પ્રેશન  સાથેના મશીનો પર ઉત્પાદન કરાય છે. વિવિધ પ્રક્રિયાને લીધે ઈંટોની રચનામાં 0 ટકા બગાડ થાયછે. હાથ ધરવા દરમિયાન તે તૂટતી નથી. તે કાર્યક્ષમ રીતે સાઉન્ડ પ્રૂફ છે, થર્મલ કંડક્ટિવિટીને લીધે 20 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમ છે, જેને લીધે નિયમિત ઈંટોની તુલનામાં એકંદરે 35 ટકા બચત થાય છે.

નૈસર્ગિક ઉચ્ચ કક્ષાની માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાતી નવા યુગની ઈંટો બહારી સાથે ભીતરની દીવાલોને પણ ડિઝાઈનની વરાઈટીના ઉત્તમ અનુભવ આપે છે, જે જંત અને અગ્નિ પ્રતિરોધક, હવામાન અને સિસ્મિક પ્રતિરોધક છે, જેને લીધે બહાર અને અંદર ઉપયોગ માટે ઉત્તમ કક્ષાની ઈંટ છે.

હાથથી બનાવવામાં આવતી ઈંટના વેન્ડરોને હવે સુપ્રીમ કોર્ટે બંધી કરી છે. વૈશ્વિક પર્યાવરણ અને પ્રદૂષણ માટે તે જરૂરી છે. ઈંટ બનાવવાની જૂની રીતમાં અનેક આરોગ્યનાં જોખમો છે, એમ બારુદગરે જણાવ્યું હતું. અમારી ભારતમાં રોબોટિક ઈંટો બનાવતી પ્રથમ ફેકટરી છે. દરેક ઈંટો સેંકડો ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણો હેઠળ પસાર થાય છે, જેમ કે, શક્તિ, સખતપણાની પરીક્ષા, આકાર, કદ અને રંગનું પરીક્ષણ, મજબૂતીનું પરીક્ષણ, એમ બારુદગરે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ પર ભાર આપતાં જણાવ્યું હતું.www.buildingbricksindia.com

દુબઇની ઇન્વેસ્ટમેન્ટ ઓફિસના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ અને CTEXએ સૌપ્રથમ બ્લોક ચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરી

 

ક્રિપ્ટો ટેક્સએ વિશ્વમા સૌપ્રથમ બ્લોકચેઇન-ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરવા  દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ  સાથે ભાગીદારી કરી

વિશ્વનું સૌપ્રથમ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરવા દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ CTEXમાં રોકાણ કરવાની ખાતરી આપી

સુરત: દુબઇની પ્રાયવેટ ઓફિસના માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ બ્લોકચેઇન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વિશ્વના સૌપ્રથમ બ્લોકચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે ક્રિપ્ટો ટેક્સ (CTEX) ટોકન સાથે ભાગીદારી કરી છે.

CTEXએ ઉભરતા બજારોનો લાભ ઉઠાવવા અને વિશ્વની અન્ય તકોને ઝડપી લેવા માટે માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ દ્વારા સ્થાપવામં આવેલી પ્રાયવેટ ઓફિસ પાસેથી રોકાણની બાંયધરી પ્રાપ્ત કરી લીધી છે.

અદ્યતન ક્રિપ્ટોગ્રાફીક ટેકનોલોજીનો ઉપયોગ કરતા, CRYPTO TEXએ એવા ટ્રેડિંગ પ્લેટફોર્મની રચના કરી છે જ્યાં બાયર્સ અને સેલર્સ (ખરીદનાર અને વેચનાર) શાંતિથી વ્યવહારો કરી શકે છે. ડિજીટલ આર્બિટ્રેજ સિસ્ટમની શક્યતાઓ પરાંત આ એસેટ પ્લેટફોર્મ અનેક ઝડપી અને અત્યંત સ્વીકાર્ય પ્લેટફોર્મ્સમાંનું એક છે.

તમામ કંપનીના કર્મચારીઓની વ્યક્તિગત અને વ્યવસાયિક એસેટ્સને એક બ્લોકચેઇન ઇકોસિસ્ટમમાં એકીકૃત કરવાનો અંતિમ ધ્યેય છે. તે કંપનીને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર બનાવે છે. CRYPTO TEX વપરાશકર્તા-લક્ષી, સુરક્ષિત અને કાર્યક્ષમ બ્લોકચેન-આધારિત ક્રિપ્ટો સોલ્યુશન્સ ઓફર કરે છે.

“ક્રિપ્ટો ટેક્સે બ્લોકચેઇન સીટેક્સ સ્કેન લોન્ચ કર્યું છે, જે ડિસેન્ટ્રલાઇઝ્ડ અને સેન્ટ્રલાઇઝ્ડ (વિકેન્દ્રિત અને કેન્દ્રીયકૃત) ઉકેલો વચ્ચેના આંતર-જોડાણને ધીમે ધીમે અમલમાં મૂકીને આર્થિક અને ટેકનોલોજીકલ ચિંતાઓને ઉકેલે છે,” એમ CTEXના પ્રવક્તાએ જણાવ્યું હતું. “Ctex સ્કેન સોલ્યુશન ખર્ચ-અસરકારક અને સમજવા માટે સરળ છે, અને તે જોખમોને ટાળીને ડિજિટલ એસેટ માલિકોના વિશાળ અને વિસ્તરતા પૂલના લક્ષ્યાંકિત નિષ્ક્રિય લાભ ઉપાર્જનને પહોંચી વળવા સક્ષમ છે.” દરેક વ્યક્તિ, આર્થિક અથવા ટેકનોલોજીકલ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, ડિજિટલ એસેટ માર્કેટની ભાવિ પેઢીમાં ભાગ લઈ શકે છે.”

Ctex સ્કેન ઇનોવેશન સૌથી સુરક્ષિત, માપી શકાય તેવા અને ખર્ચ-અસરકારક બ્લોકચેઇન અને ક્રિપ્ટો પ્રોજેક્ટ્સનો ઉપયોગ કરીને એક અનન્ય ઇકોસિસ્ટમના નિર્માણમાંથી પ્રાપ્ત થાય છે. Ctex Scan એ બ્લોકચેન છે જે વ્યવહારની ગતિ અને સિક્યોરિટી, તેમજ નોંધપાત્ર સ્કેલેબિલીટી બંને આપીને બ્લોકચેઇન કોન્ડ્રમને ઉકેલી શકે છે.

વધુ વિગતો માટે:

તમે www.ctextoken.io પર અમારી મુલાકાત લઈ શકો છો અથવા અમને info@ctextoken.io પર ઇમેઇલ કરી શકો છો

સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત

 

સુરતમાં યોજાયેલી સમિટમાં 300 થી વધુ રોકાણકારોએ ભાગ લીધો

સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.

દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેમાં રોકાણ દ્વારા ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા આર્થિક વૃદ્ધિમાં તેમના યોગદાનની સ્વિકૃતિ કરવાના ઉદ્દેશ્ય સાથે થોડાં સમય પહેલાં યુનિસિન્ક એન્જલ્સ દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ સમીટ – સુરત 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ ઇન્વેસ્ટિંગ સિમ્પલિફાઇડ થીમ આધારિત આ સમીટમાં 300થી વધુ એન્જલ ઇન્વેસ્ટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સે ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં આવિષ્કાર ગ્રૂપના સ્થાપક અને ચેરમેન વિનિત રાયે છેલ્લાં 20 વર્ષમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાના તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. આવિષ્કાર 1 અબજ યુએસ ડોલરથી વધુની એસેટને મેનેજ કરે છે અને તે રોકાણ ઉપર સકારાત્મક અસરો પેદા કરવા ઉપર કેન્દ્રિત છે.

આ પ્રસંગે યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક કશ્યપ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવું માત્ર સંપત્તિ સર્જનનો જ ઉદ્દેશ્ય નહીં, પરંતુ ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરવાથી સમાજ ઉપર પણ એકંદરે સકારાત્મક અસરો પેદા કરી શકાય છે.  

યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક સીએ મયંક દેસાઇએ પરંપરાગત એસેટ ક્લાસ જેમકે રિયલ એસ્ટેટથી ન્યુ-એજ એસેટ ક્લાસ તરફ રોકાણકારોના બદલાતા અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં તથા રોકાણના ઉત્તમ વિકલ્પ અને ઇકોસિસ્ટમની રચનામાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા વર્ણવી હતી.

ઉલ્લેખનીય છે કે યુનિસિન્ક એન્જલ્સ એક વૈશ્વિક એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેની સાથે 25 જેટલાં સીએ અને મેન્ટર્સ જોડાયા છે, જે સ્ટાર્ટ-અપ્સને વૃદ્ધિ માટે જરૂરી કેપિટલ અને કનેક્ટ પણ આપશે. યુનિસિન્ક એન્જલ્સ દેશના 40 જેટલા ટિયર 2 અને 3 શહેરો માં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ની રચના કરશે અને યુનિસિન્ક એન્જલ્સની 1000 કરોડનું ફંડ એકત્ર કરવાની ભવિષ્યની યોજના છે.

વધુ વિગત માટે વેબસાઈટ પર માહિતી મેળવો: https://unisyncangels.com/

ઇલેક્ટ્રિક વેહિકલના સર્વિસ અને રીપેરીંગ માટેના નેટવર્ક સાથે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શોરૂમની શરૂઆત

 

શો રૂમની શરૂઆત પહેલાં મેકેનિકોને કંપની દ્વારા અપાઈ ટ્રેનીંગ

મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશે

સુરત: ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાત માં પણ સુરત અવ્વલ છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને વાહનની સર્વિસ અને રીપેરીંગ માટે અવગડતા નહીં પડે તે માટે દેશમાં સૌ પ્રથમ વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ વિચાર્યું છે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણ સાથે વાની મોટો દેશની એક માત્ર એવી કંપની છે કે જેને ઇલેક્ટ્રિક વાહન ધારકો માટે શહેરોમાં સર્વિસ અને રીપેરીંગ સેન્ટર નેટવર્ક પ્રસ્થાપિત કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. સુરત ખાતે કંપનીના શો રૂમની શરૂઆત પહેલાં જ આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે માટે મેકેનિક અને ગેરેજ સંચાલકો ને એક વિશેષ ટ્રેનીંગ પણ આપવામાં આવી છે. આવા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર સર્વિસ કે રીપેરીંગ માટે જ નથી જોડ્યા પણ વાહનોના વેચાણ સાથે પણ તેમને જોડીને કમાણીની તક કંપની દ્વારા આપવામાં આવી રહી છે.

આ અંગે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ ના ડાઈરેક્ટર જેનીશ શાહ એ જણાવ્યું હતું કે દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. અનેક કંપનીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. જોકે મોટાભાગની કંપનીઓને માત્ર વાહનોનુઁ વેચાણ કેવી રેતી વધે તેમાંજ રસ છે. પરિણામે લોકો વાહન ખરીદી કર્યા બાદ સર્વિસ માટે કે પછી વાહન બગડ્યા બાદ રીપેરીંગ માટે આમ તેમ ધક્કા ખાતા જોવા મળે છે. આવી કંપનીઓના એકાદ સર્વિસ સેન્ટર હોવાના કારણે વાહનો સમય સર રિપેર થઈ શકતા ન હોવાના કારણે વાહન માલીકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પોતાના ગ્રાહકોને આવી કોઈ અવગળતા નહીં પડે અને દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોની સર્વિસ થઈ શકે અને રીપેરીંગ પણ થઈ શકે તે દિશામાં વિચાર્યું છે. કંપની દ્વારા તેમની કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની સર્વિસ અને રીપેરીંગ માટે શહેરોમાં શો રૂમ શરૂ કરતાં પહેલાં જ આખું સુ વ્યવસ્થિત નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ કંપની દ્વારા સુરતમાં શો રૂમની શરૂઆત કરતા પહેલા આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. કંપની દ્વારા શહેરમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનું રીપેરીંગ કરતા મેકેનિક અને ગેરેજ સંચાલકોનો સંપર્ક સાધી તેમને કંપની સાથે જોડવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો કેવી રીતે રિપેર કરવા અને સર્વિસ કરવા તે માટે કંપની દ્વારા તમામને ટ્રેનીંગ પણ આપવામાં આવી. જેથી કરીને કોઈ પણ વાહન ચાલકનું વાહન જ્યાં બગડે તે જ વિસ્તારમાં તેની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. વધુમાં જેનીશ શાહ એ જણાવ્યું હતું કે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર વાહનોના સર્વિસ અને રીપેરીંગ નું જ કામ નહીં આપવામાં આવશે પણ તેમને કંપનીના એજન્ટ તરીકે પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. એટલે કે તેઓ વાની મોટો ના ટુ વ્હીલર કે થ્રી વ્હીલર વાહનનું વેચાણ કરીને પણ કમાણી કરી શકશે.

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

 

અમદાવાદ: ભારતીય ગ્રાહકો વચ્ચે વાઘ બકરી ટી સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ બની છે. દેશમાં પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત વાઘ બકરી ટી ગ્રૂપને ટીઆરએ રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022માં ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે.

ટીઆરએ રિસર્ચના તાજેતરના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022 માટે દેશભરમાં 16 શહેરોમાં સિન્ડિકેટેડ કન્ઝ્યુમર-ઇન્ફ્લ્યુઅન્સર મારફતે અભ્યાસ હાથ ધરાયો હતો. તેમાં હજારો સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય ટી બ્રાન્ડ્સમાં ભારતીય ગ્રાહકોએ વાઘ બકરી ટીને સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે મત આપ્યો હતો.

ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે ઓળખાવવું અમારા માટે ખૂબજ ગૌરવની વાત છે, તેમ વાઘ બકરી ટી ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર રસેશ દેસાઇએ જણાવ્યું હતું. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને બેજોડ ગુણવત્તા ધરાવતી ચીજો પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. આ ઓળખ અમારી ચાર પેઢીના કાર્યોને સ્વિકૃતિ આપે છે તેમજ અમને વધુ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અમારી નિષ્ણાંતોની ટીમ સારા પેકેજિંગ ડિઝાઇન તથા ઉત્તમ મૂલ્યો સમર્થિત ઇનોવેશનના ઉચ્ચ સ્તરો સાથે વિશ્વભરના અમારા ગ્રાહકોને સંતુષ્ટિ પ્રદાન કરવાના અમારા મીશનને આગળ ધપાવશે.

ભારત અને 50થી વધુ દેશોમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અગ્રણી વાઘ બકરી ટી ગ્રૂપ વર્ષ 1892થી ભારતમાં ચાના વ્યવસાયમાં ઉપસ્થિતિ ધરાવે છે. આ ગ્રૂપ ભારતમાં અગ્રણી પેકેજ્ડ ટી કંપનીઓ પૈકીનું એક છે તથા રૂ. 1800 કરોડથી વધુ ટર્નઓવર અને 45 મિલિયન કિલોથી વધુ ચાનું વિતરણ કરે છે.

ગ્રૂપ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને ચંદીગઢ, હૈદરાબાદ, છત્તિસગઢ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે તથા તાજેતરમાં તેણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પ્રવેશ કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, વ્યવસાયિક ચર્ચા અથવા પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાનું પરફેક્ટ ડેસ્ટિનેશન વાઘ બકરી ટી લાઉન્જ દ્વારા ગ્રૂપે લાખો ભારતીયોના જીવનમાં આનંદ અને તાજલી લાવવાના તેના વારસાને પણ વધુ મજબૂત કરી રહ્યું છે. હાલમાં અમે દેશભરમાં 15 લાઉન્જ ધરાવીએ છીએ તથા ટૂંક સમયમાં તેમાં ઉમેરો કરાશે.

રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશે ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય કેમ્પને ખુલ્લો મૂક્યો

 

સુરત: આજરોજ મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે બે દિવસના કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કર્યું હતું આ પ્રસંગે એડિશનલ કમિશનર શ્રી એસ. પી વર્મા સાહેબ તથા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષા પોલ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભ પૂર્વે શ્રીમતી દર્શનાબેને મંત્રાની ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઇલને લગતી મશીનરી/સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રાની આધુનિક સવલતોના નિર્દેશન બાદ તેઓ પ્રભાવિત થયા હતા તથા મંત્રા એ પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે હાજર રહેલા પત્રકારોને મંત્રાની ઉપ્લબ્ધીનો પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો. TUF ના પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા કેસોમાં ઔધૌગિક યુનિટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા નથી. તેમજ મોટા ભાગના કિસ્સામાં પ્રત્યક્ષ ઇન્સ્પેક્શન માટે યુનિટોએ રસ દર્શાવ્યો નથી. આ બે દિવસના કેમ્પમાં મંત્રા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેકસટાઇલ કમિશનરના ઓફિસરોને જુદી-જુદી ચાર ઓફિસો ફાળવવામાં આવી છે જેમાં સુરતના ઉદ્યોગકારોના પેન્ડિંગ સબસિડીના કેસોનો યોગ્ય ઉકેલ/નિકાલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં બેન્કના નોડલ ઓફિસરોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં એડિશનલ ટેક્સટાઇલ કમિશનરશ્રી એસ. પી. વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષાબેન પોલે કાર્યક્રમની માહિતી આપી હતી. મંત્રા તરફથી પ્રમુખશ્રી રજનીકાંત બચકાનીવાલા તથા ઉપપ્રમુખશ્રી જયવદનભાઈ બોડાવાલા તથા અન્ય કાઉન્સિલ મેમ્બર હાજર રહ્યા હતા.

ગ્રીનલેબે સર્જ્યો વિશ્વ રેકોર્ડ : સુરતમાં તૈયાર થયેલા ઓમ નમઃ શિવાય નામના હીરાએ સર્જ્યો વિશ્વ રેકોર્ડ, ચીનને પછડાટ આપી ભારતનો હીરો દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો

 

સુરત: સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે. આજ ની મોડર્ન દુનિયા ને અનુરૂપ લક્ઝુરીયસ ફેશન ને અફોર્ડેબલ તેમજ હીરો હર એક ને માટે બનાવવાના તેના વિઝન સાથે, સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમંડ્સ તેના લેટેસ્ટ ક્લેક્શન ઓમ નમઃ શિવાયની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે અદ્યતન સૌર્ય ઉર્જા નિર્ભિત માનવ સંચાલિત લેબોરેટરી માં બનાવવામાં આવેલા ત્રણ અત્યંત યુનિક ડાયમંડ્સનો એક સમૂહ છે જે ગ્રીનલેબની ઉચ્ચતમ કુશળતા અને આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે.
આ ત્રણેય માંથી પ્રત્યેક ડાયમંડ્સ એ ગ્રીનલેબ ડાયમંડ્સની વિશ્વમાં સર્વોચ્ચ ગુણવત્તાના ડાયમંડ્સ બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલી ડાયમંડ ટેક્નોલોજીની પ્રગતિનું પરિણામ છે. “લેબમાં તૈયાર કરવામાં આવેલા ડાયમંડ્સ તમામ માટે છે. ગ્રીનલેબ ડાયમન્ડ્સના ભાગીદાર સંકેત પટેલ કહે છે કે અમે વધુ ઉત્કૃષ્ઠ ડાયમંડ્સની ખેતી કરવામાં અને ટકાઉ અને વાજબી લક્ઝુરીયસમાં વિશ્વાસ રાખીએ છીએ જે લોકો અને પૃથ્વીનું પોષણ કરે છે.
પોતાની કુશળતા અને એડવાન્સ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ગ્રીનલેબ ડાયમંડ્સે 27.27 કેરેટનો માર્ક્વિઝ સ્ટેપ-કટ ડાયમંડ્સ ‘ઓમ’ બનાવ્યો છે, જે તેને વિશ્વનો સૌથી મોટો પ્રયોગશાળામાં બનાવવામાં આવેલો પોલિશ્ડ ડાયમંડ બનાવે છે.
બીજા ચમકદાર ડાયમંડ્સનું નામ ‘નમઃ’ છે, એક પિઅર રોઝ-કટ 15.16-કેરેટ ડાયમંડ્સ જે સુંદર રીતે પોલિશ કરવામાં આવ્યો છે, જે દર્શકોને તેની સુંદરતા બતાવે છે. એકસાથે, ઓમ અને નમઃ એ વિશ્વના સૌથી મોટા પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા પોલિશ્ડ ડાયમંડ્સ છે જેમાં કોઇપણ પ્રકારનો કુત્રિમ રંગ ટ્રીટમેન્ટ કરવામાં આવ્યો નથી.
ત્રીજા ડાયમંડનું નામ ‘શિવાય’ છે, તે 20.24-કેરેટનો માસ્ટરપીસ છે જે વશીકરણ અને સુંદરતા દર્શાવે છે. આ નીલમણિ કટ ડાયમંડને દર્શકોને વધુર સુંદરતા માટે સંપૂર્ણ રીતે આકાર આપવામાં આવ્યો છે અને તે કોઈના પણ હાથ પર આકર્ષણ ઉમેરી શકે છે.
તેમણે ઉમેર્યુ કે, “અમે લાસ વેગાસમાં JCK શોમાં વિશ્વ સમક્ષ ત્રણ હીરાનું પ્રદર્શન કરીશું. ક્લેક્શન બૂથ નંબર 8131 LABON LLC પર પ્રદર્શિત કરવામાં આવશે. અમારી કલાકારીગરી જ અમારા ક્રીયેશન ને આ ઇન્ડસ્ટ્રી માં વિભિન્ન પાડે છે. અમે ઉદ્યોગજગતના સભ્યોને આવવા અને ચમકતા ડાયમંડના સાક્ષી બનવા આમંત્રણ આપીએ છીએ.”

સશક્ત યુવા, સશક્ત ભારતના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ યોજાઈ

 

ભારતીય સિંધુ સભાની યુવા પાંખ દ્વારા યોજાયેલી આ ભવ્ય સમિટમાં 10 દેશોના
સિંધી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ભાગ લીધો

Continue reading...
સશક્ત યુવા, સશક્ત ભારતના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ યોજાઈ

 

ભારતીય સિંધુ સભાની યુવા પાંખ દ્વારા યોજાયેલી આ ભવ્ય સમિટમાં 10 દેશોના
સિંધી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ભાગ લીધો

ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન શ્રી પ્રદીપસિંહ પરમાર અને
રાજ્યકક્ષાના કુટિર ઉદ્યોગ તથા સહકાર પ્રધાન શ્રી જગદીશભાઈ પંચાલ સમિટમાં

ઉપસ્થિત રહ્યા

Continue reading...
ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

 

અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશમાંથી સિંધી સમાજના વિવિધ અગ્રણીઓ, બિઝનેસમેન, નિષ્ણાંતો હાજર રહેશે. ભારતભરમાં સિંધુ સમાજના આ અનન્ય કહી શકાય તેવા ભવ્ય કાર્યક્રમ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે.

મુખ્યમંત્રીએ સમિટ માટે પાઠવેલા સંદેશમાં જણાવ્યું છે કે “સિંધુ નદીના કિનારે વિકસેલી આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર સિંધ પ્રાંત એક સમયે અખંડ હિંદનો ભાગ હતો. હિજરત દરમિયાન અહીં આવેલા સિંધી જ્ઞાતિના પરિવારોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની મહેનત અને આત્મનિર્ભરતાથી અનેક સન્માનનીય લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. ભાષા, સંસ્કૃતિ, વેપાર અને સંગઠન દ્વારા આપણી ભાષાનું ગૌરવ અને ઉત્થાન જાળવીને શિસ્તબદ્ધ સંસ્થા ભારતીય સિંધુ સભાની રચના કરવામાં આવી છે.

મને ખુશી છે કે ભારતીય સિંધુ સભાએ રાષ્ટ્રીય ચિંતનના સંદર્ભમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. BSSની યુથ ટીમ દ્વારા ગ્લોબલ સિંધુ સમિટ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટ દ્વારા સિંધી સમાજના ઉદ્યોગ સાહસિક યુવાનોને વિકાસના નવા પરિમાણો અને નવીનતમ સંસાધનો ઘડવાની તક મળશે. ગ્લોબલ સિંધુ સમિટ 2022 માટે મારી શુભેચ્છાઓ અને અભિનંદન.”

મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશ અંગે ગ્લોબલ સિંધુ સમિટના સંયોજક અને ભારતીય સિંધુ સભા-ગુજરાતના યુવા અધ્યક્ષ શ્રી નિખિલ મેઠિયાએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને આ સંદેશથી સિંધી યુવાનોમાં અનેરા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે તેવી આશા વ્યક્ત કરી છે.

અમદાવાદમાં એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈ) ખાતે 10 એપ્રિલ, 2022ના રોજ ગ્લોબલ સિંધુ સમિટ 2022 યોજાશે જે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.