‘પ્યોર વિવાહ-2026’ સફળતાપૂર્વક સંપન્ન: SRK ગ્રૂપ દ્વારા યોજાયો 12મો સમૂહ લગ્નોત્સવ જેમાં 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

 

SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે મોટા વરાછામાં ભવ્ય સમારોહ યોજાયો, મંત્રીઓ-સાંસદો સહિત ઉદ્યોગ જગતની હસ્તિઓ સાક્ષી બન્યા. સુરત: શહેરમાં સામાજિક સેવાનો પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેલ ‘પ્યોર વિવાહ – સમૂહ લગ્નોત્સવ 2026” 21મી ફેબ્રુઆરી 2026, શનિવારના રોજ મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 75 દીકરીઓના લગ્ન માનભેર કરાવવામાં આવ્યા. ‘પ્યોર વિવાહ’ શ્રેણીનો આ 12મો સમારોહ હતો જેના સાક્ષી 15000 થી પણ વધુ લોકો બન્યા છે. 2015થી શરૂ કરાયેલ પ્યોર વિવાહમાં અત્યાર સુધીમાં 1000 થી પણ વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ માટે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે. આ સમૂહ લગ્નોત્સવ પાછળની ભાવનાનું પ્રેરણાસ્રોત SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમીરીટસ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું વિચાર છે. તેઓનો વિશ્વાસ છે કે, “તમારી સંપતિનો સદુપયોગ કરવો હોય તો સાચી જરૂરિયાતવાળા લોકો તમારી આજુબાજુ તમારી સામે જ છે અને તેમના માટે કંઈક સારા કામ કરીએ એ જ સાચી સેવા છે.” ‘પ્યોર વિવાહ’ની આખી સંકલ્પના આ વિચાર પર આધારિત છે. તેઓ દરેક દીકરીને SRK પરિવારની દીકરી સમાન માને છે અને તેમને માન, આનંદ અને આત્મીયતા સાથે વિદાય આપવાની ભાવનાથી આ સમારોહ આયોજિત કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન જાન આગમન, હસ્તમેળાપ, આશીર્વચન સમારોહ, ભોજન સમારોહ અને કન્યાવિદાય જેવા તમામ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે સંપન્ન થયા હતા. SRK પરિવાર તરફથી દીકરીઓને 3 લાખથી પણ વઘુની ઘરવખરી કરિયાવરમાં આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.
સમારોહના ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલ અને ભારતના લો અને જસ્ટિસ મિનિસ્ટર શ્રી અર્જુનરામ મેઘવાલે હાજરી આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાનોમાં સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી દક્ષેશ માવાણી, સુરતના કલેક્ટર શ્રી સૌરભ પારધી, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને ઇન્ડિયન નેવીના કેપ્ટન શ્યામકુમાર સહિત રાજ્ય અને દેશભરના સાંસદો, ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. _2 to 3 Quotes from Dignitaries_ આ કાર્યક્રમમાં SRK ગ્રૂપના ગોવિંદભાઈ ધોળકિયા, દિનેશભાઈ નારોલા, અરજણભાઈ ધોળકિયા, જયંતિભાઈ નારોલા અને રાહુલભાઈ ધોળકિયા દ્વારા મહેમાનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું કે ‘પ્યોર વિવાહ’ આજે માત્ર સમૂહ લગ્નોત્સવ નહીં પરંતુ સમાજમાં દીકરીઓના માન અને ગૌરવ માટેનું એક માનવંતા અભિયાન બની ગયું છે.
મીતરાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી- (MITRAJ IDPT), ખાતે Multidisciplinary -બહુવિષયક આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન.

 

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી સંચાલિત, મીતરાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી- MITRAJ IDPT, અનુભવી ફેકલ્ટી અને વૈશ્વિક અભ્યાસક્રમનાં સંગાથે,વિવિધ આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાનું સક્રિય કેન્દ્ર તરીકે પ્રગતિ કરી રહી છે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નાં ચેરમેન શ્રી. આશિષ વકીલના, કહેવા મુજબ, આર્કિટેક્ચર, ઇન્ટીરીયર ડીઝાઈન, ફાઇન આર્ટ્સ અને પ્લાનિંગ નાં કોર્ષો સાથેની ગુજરાત ની પ્રથમ કક્ષાની ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ- MITRAJ IDPT, તા. ૨૫,૨૬ અને ૨૭ ફેબુઆરી-2026 દરમ્યાન એક Multidisciplinary-બહુવિષયક આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સ –“Designing Identities: Intersections of Art, Architecture, Culture, Religion, Science, Technology & Society.” નું આયોજન કરી રહી છે. કોન્ફરન્સનું ઉદઘાટન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના હોદ્દેદારો અને દેશ-વિદેશના મહેમાનો તેમજ ખાસ કરી , યુરોપના વિવિધ દેશો થી આવેલ મુખ્ય વક્તાઓ ની હાજરીમાં, ૨૫મી ફેબુઆરી નાં રોજ સવારે ૯:૦૦ કલાકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના કેમ્પસ માં આવેલા તારા-મોતી હોલમાં આયોજિત થયું છે.

MITRAJ IDPT નાં પ્રિન્સિપાલ અને કોન્ફરન્સના અધ્યક્ષ પ્રો. પર્સી એંજિનિયરનાં , જણાવ્યાં મુજબ, પ્રથમ બે દિવસો દરમ્યાન, યુરોપના વિવિધ છ દેશોથી આવેલાં, દશ વક્તાઓ પોતાનાં કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મ પર વૈશ્વિક દૃષ્ટિકોણો રજૂ કરશે. એ પછી, બપોર ના સેશન માં Track 1: Socio-Cultural Praxis. Track 2: Science, Technology & Media, Track 3: Business, Management & Education, એમ મુખ્ય ત્રણ ટ્રેકો પર રાષ્ટ્રીય અને આંતર- રાષ્ટ્રીય Students, Academicians and
Researchers વગેરે પાર્ટીશીપન્ટો દ્વારા પેપરો રજૂ થશે.
સાર્વજનિક યુનિવર્સિટીનાં પ્રો-વોસ્ટ ડૉ.કિરણ પંડ્યાએ વધુ ઉમેરતા જણાવ્યું કે, સાર્વજનિક યુનિવર્સિટી અને MITRAJ IDPT દ્વારા સંચાલિત આ આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કલા, વાસ્તુકલા,સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી જેવી અલગ લાગતી બાબતો મળીને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સંવાદ અને સહકારથી આજના સમયમાં સમાજ અને સંસ્કૃતિ કેવી રીતે રચાય છે અને ભવિષ્યમાં કેવી રીતે રચાવી જોઈએ અને આપણે શું ધ્યાન રાખવું જોઇએ? એ વિષયો પર વિવિધ દેશ-વિદેશ થી આવનાર તજજ્ઞો દ્વારા વક્તવ્ય અપાશે, પેપરો પ્રેજન્ટ થશે અને પેનલ ડિસ્કશન દ્વારા ચર્ચા-વિચારણા કરી તારણો તેમજ સૂચનો રજુ કરવામાં આવશે.

MITRAJ IDPT, યુરોપિયન યુનિયન ના Erasmus+ પ્રોજેક્ટ અંતર્ગત, એક સંશોધન પ્રોજેક્ટ InEq-SL-Fostering Inclusive and Equitable Quality Education to stimulate lifelong Sustainable Learning opportunities for HEIs in India – InEq-SL” પર પણ કામ કરી રહી છે. ભારતમાં Higher Education Institute માટે ગુણવત્તાસભર અને જુદા-જુદા વર્ગોનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટેનાં સમાન અવસરો આપવાના ધ્યેયને પ્રોત્સાહન આપી એ માટેના જુદા-જુદા રસ્તાઓ શોધવાના MITRAJ IDPT, નાં નેતૃત્વ હેઠળ પાંચ યુનિવર્સિટીઓ નાં સહયોગ થી છેલ્લા ત્રણ વર્ષ થી ચાલતાં આ પ્રોજેક્ટ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ નાં વ્યાપક પ્રસાર અને અમલીકરણ માટેના ઘણા સૂચનો સામે આવ્યાં. જ્યારે IDPT પોતાના આ પ્રોજેકટ નાં રિસર્ચ પર આગળ વધી રહી હતી, ત્યારે સ્પષ્ટ બન્યું કે, સર્વસમાવેશક અને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવામાં આવતી અડચણો સાથે સમાજની ભાષા, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, ધર્મ, કલા અને ટેક્નોલોજી વગેરે પરિબળો ગાઢ રીતે વણાઈ ગયેલા છે. આ -કોન્ફરન્સ નો મૂળ હેતુ આ અડચણોને દુર કરવાની દિશામાં વિચારણા દ્વારા નક્કર પ્રયત્ન કરવાનો પણ છે.
સંમેલનનો વિષય (Conference Theme):
કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મ માનવીય ઓળખને ઐતિહાસિક રીતે ઘડતા આવ્યા છે, જ્યારે આધુનિક યુગમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, બજાર અને નીતિ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ૨૧મી સદીમાં ઓળખની રચના સ્મારકો કે વિધિઓથી આગળ વધી ગઈ છે બજાર,એલ્ગોરિધમ, મીડિયા, નાણાંકીય વ્યવસ્થા, જાહેર નીતિ અને વિજ્ઞાન પણ સમાન રીતે સમાજના ભવિષ્યની કલ્પનાને પ્રભાવિત કરે છે ઝડપી શહેરીકરણ અને ડિજિટલ પરિવર્તન વચ્ચે હેરીટેજ -વારસો, આધ્યાત્મિકતા, વિજ્ઞાન અને સર્જનાત્મકતાની ભૂમિકાને ફરીથી વિચારવાની જરૂર છે. આ સંમેલન વિવિધ ક્ષેત્રોને એકત્ર કરીને ઓળખના ટેન્જીબલ-સ્પર્શનીય અને ઇન-ટેન્જીબલ- અસ્પર્શનીય પરિમાણોની ચર્ચા કરી, ટકાઉ તથા સર્વસમાવેશક ભવિષ્ય ઘડવાની દિશામાં સંવાદ સાધવા માટે રસ્તો બતાવશે. ટૂંકમાં આ કોન્ફરન્સ માં, કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ વચ્ચેનો સંબંધ સમજી, વિકાસમાં આવતી અડચણો દૂર કરવાના ઉપાયો શોધી, ટકાઉ, સમાન અને માનવતાવાદી વિશ્વ કેવી રીતે રચી શકાય તેની રુપરેખા નક્કી થશે.

સંમેલનના હેતુઓ (Objectives of the Conference):
કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મે, ઐતિહાસિક ઓળખ, હેરિટેજ-વારસો અને સામાજિક માળખાને કેવી રીતે આકાર આપ્યો છે તે શોધવાનું.
વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે થયેલા પરસ્પર interaction-વિનિમયે પવિત્ર કલા, સ્થાપત્ય અને સામાજિક જીવન પર કેવી અસર પાડી છે તે તપાસવાનું.
વૈશ્વિકીકરણ, શહેરીકરણ, ટકાઉપણું અને ડિજિટલ પરિવર્તન જેવા આધુનિક પડકારોને ધ્યાનમાં રાખીને ટકાઉ વિશ્વ ઘડવાના મુદ્દાઓને સંબોધવાનું.
માનવીય ઓળખના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાન, ટેક્નોલોજી, અર્થતંત્ર અને મેનેજમેન્ટના દૃષ્ટિકોણોને સમાવવાનું.
સર્વસમાવેશક અને ટકાઉ ભવિષ્ય અંગે નવી વિચારણા માટે શિક્ષણવિદો, વ્યવસાયિકો, નીતિનિર્માતાઓ અને સમુદાયો વચ્ચે સહકાર પ્રોત્સાહિત કરવાનું.

કોન્ફરન્સ નાં પ્રથમ દિવસે,૧)બેલ્જિયમ થી આવનાર Economist; Mr. Giuseppe Savino નું ‘Crossing Borders, Breaking Barriers: How Labour Migration Reshapes Norms and Identities’ વિષય ઉપર, ૨) Technical University of Cluj-Napoca-રોમાનિયા થી આવનાર Prof. Ioana Moldovan- Aesthetics as Identity: Curated Decay, Care, and Urban Heritage-વિષય ઉપર અને ૩) રોમાનિયા થી જ આવનાર Prof. Tiganas Dragoș Șerban Ion, ‘Architecture between the Power of Yes and the Power of No.-From Practice to Education and Backwards’ અને ૪) નેધરલેન્ડ થી આવેલ, Senior Advisor-SWO De Wolden Hoogeveen ‘How local government systems shape human dignity, opportunity and belonging’,વિષય ઉપર મુખ્ય વક્તવ્યો આપશે. તેમજ બીજે દિવસે, ૧) બેલ્જિયમ થી આવનાર દક્ષિણ એશિયા માટે ASIAPAC1 વિભાગની વડા અને નેપાળ તથા બાંગ્લાદેશમાં યુરોપિયન યુનિયનની પૂર્વ રાજદૂત મહામહિમ રાજદૂત Her Excellency, Ambassador Ms. Rensje-TEERINK, (Head of ASIAPAC1 Division for South Asia, former EU Ambassador to Nepal and Bangladesh) -‘ Recent developments (EU-India FTA and Summit) : ‘the EU-India Partnership in the current geopolitical context’ વિષય ઉપર,૨)Technical University of Cluj-Napoca-રોમાનિયા થી આવનાર Prof. Silivan Moldovan, – Contemporary City: Identity making in a world of rapid urban transformation -વિષય ઉપર, અને 3 ) રોમાનિયા થી જ આવનાર Prof. Cristina Mihaela Campian, ‘Shaping Civil Engineering Identity Through Student Competitions’ વિષય ઉપર ઉપર મુખ્ય વક્તવ્યો આપશે.
આ ઉપરાંત આ ઉપરાંત EU Project ના Partners અને International & National Experts , સ્પેન ની – UPCT, Cartagena, Spain (EU Project Partner) ના Researcher Prof. Joaquin Roca, Prof. ROSIQUE CONTRERAS (Paqui),તેમજ Riga Technical University, Latvia (EU Project Partner), Latvia નાં Ms. Andra Mihelsone યુરોપિયન યુનિયન તરફથી ભાગ લેશે.

બે દિવસની આ સઘન રજૂઆતો પછી, ત્રીજા દિવસે મુખ્ય ત્રણેય ટ્રેકો-મુદ્દાઓ – Socio-Cultural Praxis, Science, Technology & Media અને Business અને Management & Education એમ ઉપર મુખ્ય વક્તાઓના વ્યક્તવ્યો અને પેપર પ્રેઝન્ટેશન દરમિયાન ધ્યાન માં આવેલાં, મહત્વના મુદ્દ્દાઓ ઉપર પેનલ ડિસ્કશન દરમ્યાન ચર્ચા-થશે. તજજ્ઞો સાથે ની આ પેનલ ચર્ચાઓ દરમ્યાન અતિ મહત્વના મુદ્દાઓને મંથન પછી તારવી લેવાશે. આ સાથેજ યુરોપિયન યુનિયન ના Erasmus+ પ્રોજેક્ટ અંતર્ગત, એક સંશોધન પ્રોજેક્ટ InEq-SLના પ્રોજેક્ટ ના તારણો, ઉચ્ચ શિક્ષણ નાં વ્યાપક પ્રસાર અને અમલીકરણ માટેના ઘણા સૂચનો અને આ અડચણોને દુર કરવાની દિશામાં રસ્તોઓ વિષે પણ ચર્ચા -વિચારણા થશે. પેનલ ડિશ્કશન નાં તમામ મુદ્દાઓ પર ના તારણો , takeaways – અને કોન્ફરન્સ નું ફાઇનલ conclusion -સંકલન અને નિષ્કર્ષ ,સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા કરશે.
પ્રિન્સિપાલ પ્રો. પર્સી એંજિનિયરનાં, જણાવ્યાં મુજબ, આ ત્રણ દિવસો દરમ્યાન વિદ્યાર્થીઓ માટે પરંપરાગત હસ્તકલા, નાટ્ય, મેનેજમેન્ટ અને AI-એઆઈ જેવાં વિવિધ વર્કશોપ્સ, આજનાં જમાનામાં જરૂરી સાઇબર સિક્યુરિટી થી લઈ, જાગરૂકતા વધારતાં ઇન્ટેલએકચૂલ પ્રોપર્ટી રાઇટ, અભ્યાસમાં જરૂરી ફોટોગ્રાફી,પોટરી તેમજ રોજબરોજ માં જરૃરી કમ્યુનિકેશન જેવાં વિવિધ ૧૪ વર્કશોપ્સ નું આયોજન આ ત્રણ દિવસો દરમ્યાન કરવામાં આવ્યું છે. ઉપરાંત, કોન્ફરન્સ નાં જ વિષય ઉપર પોસ્ટર સ્પર્ધા પણ આયોજિત કરવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓના વિવિધ જીતેલા અને અભ્યાસ દરમ્યાન કરેલાં કામો અને હેરિટેજ પ્રોજેક્ટનું નું પ્રદર્શન પણ ત્રણ દિવસ સુધી સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમ્યાન MITRAJ-IDPT નાં નવા બિલ્ડીંગ ખાતે આયોજિત થયું છે. સુરત શહેરની જનતા આનો લાભ લઈ શકે છે.
સાંજે વિદેશથી આવેલા મહેમાનો અને IDPT નાં ફેકલ્ટીઓ, વિદ્યાર્થીઓ અને કોન્ફરન્સ માં ભાગ લેનારા તમામ પોતાનાં દેશની સંસ્કૃતિઓને દર્શાવતું સંગીત, નૃત્ય અને નાટ્ય પ્રદર્શન -Cultural Evening દરમ્યાન કરશે.

શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં ‘જોય જંકશન’ નો ઉત્સાહભેર આયોજન

 

સ્થળ: , શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ સ્કૂલ ગ્રાઉન્ડ

સુરત: શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલના વિશાળ પ્રાંગણમાં તારીખ 22 ફેબ્રુઆરી ના રોજ “જોય જંકશન” કાર્યક્રમનો ભવ્ય અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોની હાજરીથી સમગ્ર મેદાન મેળાવડા જેવું જીવંત બની ગયું હતું.

કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી *Taarak Mehta Ka Ooltah Chashmahના પ્રિય પાત્ર Pinku ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી વિદ્યાર્થીઓમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિના થી તૈયારી કરી રહ્યા હતા. લગભગ 60 થી 65 સ્ટોલ વિદ્યાર્થીઓએ પોતે જ યોજ્યા અને સંચાલિત કર્યા. વાલીઓએ પણ બાળકો સાથે સક્રિય રીતે ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો.

શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, વ્યવસાયિક કુશળતા, સંચાર કૌશલ્ય અને ટીમ વર્કની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમમાં ફૂડ સ્ટોલ, ગેમ સ્ટોલ, કૂપન સ્ટોલ તેમજ વિવિધ મનોરંજક રાઇડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

“જોય જંકશન” માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે વ્યવહારિક શિક્ષણનું ઉત્તમ માધ્યમ સાબિત થયું. શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના સહકારની પ્રશંસા કરી.

કાર્યક્રમ આનંદ અને યાદગાર ક્ષણો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો.

AM/NS Indiaનું સુરતમાં વિશાળ સ્તરે મૅન્ગ્રોવ વાવેતરની સાથે ગ્રીન કવરનું વિસ્તરણ

 

ડભારી બીચ ખાતે યોજનાનો આરંભ, 100 હેક્ટર વિસ્તારમાં 2.5 લાખ રોપાં વાવવાનું આયોજન હજીરા-સુરત, ગુજરાત | ફેબ્રુઆરી 19, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ સુરત જિલ્લાના ડભારી બીચ ખાતે મૅન્ગ્રોવ વાવેતર અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન કવર વધારવા અને પર્યાવરણિય સ્થિરતા જાળવવા માટે AM/NS ઈન્ડિયાએ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પહેલ દરિયાકાંઠે મૅન્ગ્રોવના રોપા વાવીને શરૂ કરવામાં આવી છે, જે પર્યાવરણ સંરક્ષણ અને હવામાન પરિવર્તન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ વાવેતર અભિયાનનો મુખ્ય હેતુ દરિયાકાંઠે ગ્રીન કવર વધારવાનો છે, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવું અને હવામાન પરિવર્તનના પ્રભાવોને ઘટાડવો છે. આ પહેલને આગળ વધારતાં, 100 હેક્ટર દરિયાકાંઠા વિસ્તારમાં 2.5 લાખ મેન્ગ્રોવના રોપાની વાવણી કરવામાં આવશે, જે લાંબા ગાળાના પર્યાવરણિય સંરક્ષણ અને તેની પુનઃસ્થાપન માટે યોગદાન આપશે. હાલ પ્રોજેક્ટ નર્સરી વિકાસના તબક્કામાં છે, જેથી મોટા પાયે વાવેતર માટે સ્વસ્થ અને મજબૂત રોપા ઉપલબ્ધ થઈ શકે. આ પહેલ કંપનીના અગાઉના કાંઠાનું પુનઃસ્થાપન કાર્યનો વિસ્તૃત ભાગ છે. અગાઉ AM/NS India દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં 900 હેક્ટર વિસ્તારમાં 23 લાખ મૅન્ગ્રોવનું સફળ વાવેતર કરવામાં આવ્યું હતું, જેના કારણે કુદરતી કાંઠાનું રક્ષણ કરવાનું કાર્ય વધુ મજબૂતીથી થઈ રહ્યું છે. આ ઉપરાંત, અતિપ્રકોપી હવામાન પરિસ્થિતિઓ સામે સ્થિરતા વધી છે.
મૅન્ગ્રોવ વાવેતરથી નોંધપાત્ર “બ્લૂ કાર્બન” સંગ્રહ ક્ષમતા ઊભી થશે, જે લાંબા ગાળામાં હજારો ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી શકશે. સાથે જ આ પહેલ દરિયાકાંઠે ભેજાળ જમીનોની પુનઃસ્થાપન, માછલી પ્રજનન ક્ષેત્રોના વિકાસ, માટી અને જળ પ્રણાલીની સ્થિરતા તેમજ દરિયાકાંઠાના જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં યોગદાન આપશે. આ પર્યાવરણિય લાભો દરિયાકાંઠા પર આધારિત સ્થાનિક જીવનોપાર્જનને પણ મજબૂત બનાવશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડભારી અને પિંજરત ગામોના સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો અને રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી કંપનીની સહભાગી અને સર્વસમાવેશક ટકાઉ વિકાસ દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે. પર્યાવરણ પુનઃસ્થાપનને સમુદાય સહભાગિતાથી જોડતાં AM/NS India પોતાની પર્યાવરણ અને CSR પ્રતિબદ્ધતાઓને વધુ મજબૂત બનાવે છે. “Smarter Steels, Brighter Futures” ના ધ્યેય સાથે કંપની ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવી હરિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.
સાર્વજનિક યુનિવર્સિટીએ ભવ્ય SU કાર્નિવલ 2026નું અનાવરણ કર્યું – સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને અભ્યાસનો મહોત્સવ

 

સુરત: સાર્વજનિક યુનિવર્સિટીએ 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં તેના ફ્લેગશિપ સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ SU કાર્નિવલ 2026નું સફળ આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, ભાગીદારો અને સમુદાયે સર્જનાત્મકતા, પ્રતિભા, અભ્યાસ અને સસ્ટેનેબિલિટીની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો.

19 ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે SCET એમ્ફિથિયેટરમાં યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં SU ના પ્રમુખ અને SES ના અધ્યક્ષ શ્રી આશિષ વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમના સાથે તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ભારત શાહ, પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા, UAC અધ્યક્ષ શ્રી રાજેશ દેસાઈ, SES ના ઉપાધ્યક્ષ-1 ડૉ. કે. આર. દેસાઈ, ઉપાધ્યક્ષ-2 શ્રી અજિત શાહ તેમજ તમામ ડીન, પ્રિન્સિપાલ, ડિરેક્ટર્સ, વિભાગ પ્રમુખો, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સસ્ટેનેબિલિટી થીમ પર ફ્લેશ મોબ, દીપ પ્રજ્વલન વિધિ, પ્રમુખનું સંબોધન, પ્રી-કાર્નિવલ સ્પર્ધાઓ (16–18 ફેબ્રુઆરી)ના વિજેતાઓને પુરસ્કાર વિતરણ, SU મ્યુઝિક બેન્ડનું લોન્ચ અને ઉર્જાસભર ઓપનિંગ ડાન્સ મેરાથોનનો સમાવેશ થયો.

કાર્નિવલ દરમિયાન મુલાકાતીઓએ ઇન્ટરેક્ટિવ સ્ટોલ્સ, કરાઓકે, વર્કશોપ્સ, રીડાથોન સત્રો, રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિ ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ખાસ આકર્ષણ તરીકે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સ્ટોલ્સ રહ્યા, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાનાં વિચારોનું સ્વતંત્ર રીતે સંકલ્પન, આયોજન, માર્કેટિંગ અને અમલીકરણ કર્યું. આ અનુભવાત્મક મંચ દ્વારા ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ, પ્રેરક સંચાર, ટીમવર્ક અને વાસ્તવિક સમયના નિર્ણયક્ષમતા જેવા જીવન અને મેનેજેરિયલ કૌશલ્યો મજબૂત બન્યા, જે વર્ગખંડના અભ્યાસથી આગળનું શૈક્ષણિક અનુભવ પૂરું પાડે છે. સ્થળની સફાઈ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ધારિત અંતરાલોમાં સફાઈ અભિયાન યોજાયા, જે કાર્યક્રમના સસ્ટેનેબિલિટી ફોકસ અને વિદ્યાર્થીઓની જવાબદાર ભાગીદારી દર્શાવે છે.

ઉજવણીનો મહત્વપૂર્ણ શૈક્ષણિક ભાગ તરીકે SUMUN (Sarvajanik University Model United Nations)નું આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વૈશ્વિક સિમ્યુલેશન મંચ મળ્યો. આ કોન્ફરન્સે ભાગ લેનારાઓની સંશોધન ક્ષમતા, રાજનૈતિક વાટાઘાટ કૌશલ્ય, જાહેર ભાષણમાં આત્મવિશ્વાસ, નીતિ વિશ્લેષણ ક્ષમતા અને વૈશ્વિક જાગૃતિમાં વધારો કર્યો. સાથે-સાથે ક્રિટિકલ થિંકિંગ, સહકાર અને નેતૃત્વ જેવા ભવિષ્યના વ્યાવસાયિકો અને જવાબદાર વૈશ્વિક નાગરિકો માટે જરૂરી ગુણો વિકસાવ્યા.

બન્ને દિવસની સાંજના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક રજૂઆતો, સ્પોન્સર્સ અને ભાગ લેનાર એનજીઓનો સન્માન, સ્ટુડન્ટ ફેશન શો અને 20 ફેબ્રુઆરીના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન જીવંત DJ નાઈટ રજૂ થઈ. કાર્નિવલ એકતા, નવીનતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયો.

વરાછાની પ્રખ્યાત કેન્ડોર IVF સેન્ટર લિમિટેડના નવા સોપાનના ૬ વર્ષ પૂર્ણ: ભવ્ય સ્નેહમિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી

 

સુરત: નિઃસંતાન દંપતીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના ૬ વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સફળ પેશન્ટ્સનું સન્માન અને મનોરંજન

આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સ ડો. જયદેવ ધામેલિયા, ડો. શિવાની શાહ, ડો. ધવલ પટેલ અને ડો. અમિત બલદાણીયા દ્વારા અત્યાર સુધીના તમામ ‘હેપી પેશન્ટ્સ’ (સફળતાપૂર્વક સંતાન સુખ મેળવનાર દંપતીઓ) ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં ઉમંગ વધારવા માટે ગેમ્સ, ડાન્સ અને પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, ત્યારબાદ તમામ મહેમાનોએ સાથે મળીને ડિનરનો આનંદ માણ્યો હતો.

અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી

કેન્ડોર IVF સેન્ટર વરાછા વિસ્તારની એકમાત્ર એવી હોસ્પિટલ છે જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે:
વિશાળ પાર્કિંગ: પેશન્ટ્સ અને મહેમાનો માટે સુવિધાજનક પાર્કિંગની વ્યવસ્થા.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: હવા-ઉજાસવાળું અને પોઝિટિવ વાતાવરણ ધરાવતું બિલ્ડિંગ.
ઇન-હાઉસ (In-House) IVF લેબ: આધુનિક ટેકનોલોજી અને લેટેસ્ટ લેબ સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ.

૬ વર્ષની ઉજવણી પર સેવાનો સંકલ્પ

૬ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા સમાજ માટે મહત્વના સંકલ્પો જાહેર કરવામાં આવ્યા છે:
૧૦૦૦ નિઃસંતાન દંપતીઓને તદ્દન મફત (Free) માર્ગદર્શન આપવામાં આવશે.
૧૦૦ જરૂરિયાતમંદ દંપતીઓ માટે ૫૦% રાહત દરે IVF ટ્રીટમેન્ટની સુવિધા.
ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પણ વિશેષ રાહત દરે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડોક્ટર્સની ટીમે જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આર્થિક મુશ્કેલીને કારણે કોઈ દંપતી સંતાન સુખથી વંચિત ન રહે. ખાસ કરીને ગામડાઓ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પણ અમે આધુનિક વિજ્ઞાનનો લાભ પહોંચાડવા કટિબદ્ધ છીએ.”

સંપર્ક અને સ્થળ:

કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ
GEB પાવર હાઉસ પાસે, કર્મનાથ મહાદેવની સામે, કાપોદ્રા ચાર રસ્તા, સુરત.
મોબાઈલ: 99253 94276

SGCCI અને TPC દ્વારા યુથ વિઝન સાથે કરાયું આયોજન

 

સુરતમાં 1000 યુવાનોનું મંથન, ‘ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026’માં લીડરશિપ અને ઇનોવેશનનો ઉમંગ દેખાયો

– ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટી દ્વારા SGCCIના મંચ પર આયોજિત કોન્ક્લેવમાં ઉદ્યોગ જગતના દિગ્ગજો, નેશનલ ડિબેટર્સ અને યુથ લીડર્સે યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણના મંત્ર આપ્યા

સુરત. યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ‘ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026’એ એક દિવસ માટે સુરતને યુવા નેતૃત્વ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું. ભારતની સૌથી મોટી ડિબેટ સોસાયટી ‘ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટી’ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સંયુક્ત આયોજન હેઠળ 31 જાન્યુઆરીએ સરસાણા સ્થિત SIECC કેમ્પસના પ્લેટિનમ હોલમાં ભવ્ય કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં અંદાજે 1000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનોએ ભાગ લીધો હતો.

કોન્ક્લેવની થીમ “Voices of Tomorrow: Youth, Industry & the Power of Critical Thinking” રહી હતી. ભારતની અગ્રણી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવ્યું હતું કે આ મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવાનું નહીં, પરંતુ તેમને વિચારવા, પ્રશ્ન પૂછવા અને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવાનો છે.

કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાતોના કી-નોટ સેશન, નેશનલ લેવલ યુથ ડિબેટ એરિના, ઇન્ટરએક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા જેવા સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન્સના માધ્યમથી યુવાનોને કરિયર માર્ગદર્શન, પબ્લિક સ્પીકિંગ, ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યાવહારિક અનુભવ મળ્યો.

આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર, ડો. મનોજ કુમાર (વીપી, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ) અને કોર્પોરેટ ટ્રેનર નિર્મલ પારેખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. સાથે જ દેશ-વિદેશના શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને યુથ લીડર્સે સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નેશનલ લેવલ ડિબેટર્સે તાર્કિક વિચારશક્તિ અને અસરકારક સંવાદ કૌશલ્યની નાની-મોટી બારીકીઓ પણ શેર કરી હતી.

SGCCIના પ્રમુખ નિખિલ કે. મદ્રાસી, ઉપપ્રમુખ અશોક વી. જીરાવાલા, સચિવ બિજલ એમ. જરીવાલા અને ખજાનચી સીએ મિતેશ મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે.

આયોજકોના જણાવ્યા અનુસાર આ કોન્ક્લેવ માત્ર સંવાદનું મંચ નહીં, પરંતુ લીડરશિપ ડેવલપમેન્ટ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યૂરશિપ અને નેશન બિલ્ડિંગની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયો છે.

AM/NS India એ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો, જે ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રને બળ આપશે

 

• OEM કંપનીઓની જરૂરિયતાને ધ્યાને રાખીને નવા વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનોને ચોકસાઈ, સુંદર દેખાવ અને ઉત્પાદનની વિશ્વસનીયતા માટે રજૂ કરાય
• OEM કંપનીઓને વિશ્વસ્તરીય વેલ્યુ એડેડ સ્ટીલ ભારતમાંથી જ ઉપલબ્ધ કરાવી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે સુસંગત પહેલ

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા AM/NS Vibrance અને AM/NS Optima નામના બે વિશ્વસ્તરીય, પ્રીમિયમ બ્રાન્ડેડ સ્ટીલ સોલ્યુશન્સ રજૂ કરી રહ્યું છે. આ બંને ઉત્પાદનો ખાસ કરીને ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત Original Equipment Manufacturers (OEMs) ની વધતી ડિઝાઇન આધારિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
બજારમાં હવે એવું સ્ટીલ વધુ માંગમાં છે જે સતત સમાન સપાટી ગુણવત્તા, ચોક્કસ માપદંડ અને મોટા પાયે વિશ્વસનીય કામગીરી આપે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AM/NS India તેના વેલ્યુ એડેડ પોર્ટફોલિયોમાં એવા બ્રાન્ડેડ ઉત્પાદનો ઉમેર્યા છે, જે આયાત પરની નિર્ભરતા ઘટાડે છે અને આંતરરાષ્ટ્રીય ધોરણની પ્રીમિયમ ગુણવત્તા દેશની અંદર જ ઉપલબ્ધ બનાવે છે. આ બંને નવા કોટેડ ઉત્પાદનો હવે કંપનીની વેલ્યુ એડેડ શ્રેણીનો ભાગ છે, જેમાં Optigal®, Magnelis®, Optigal® Prime, Optigal® Pinnacle સહિતના અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે વિવિધ ઉપયોગ માટે ગુણવત્તા, કાર્યક્ષમતા અને ટકાઉ ઉત્પાદન માટે માન્ય ગણાય છે.

શ્રી રંજન ધર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – સેલ્સ એન્ડ માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), એ જણાવ્યું: “ચોકસાઈ સાથે ઉત્પાદન કરતી અને બ્રાન્ડની સતત ગુણવત્તા પર ધ્યાન આપતી OEM કંપનીઓ માટે કાચામાલની પસંદગી ઉત્પાદનક્ષમતા, ખર્ચ અને લાંબા ગાળાની કામગીરી પર સીધી અસર કરે છે. આ જરૂરિયાત મુજબ અમારા AM/NS Vibrance અને AM/NS Optima નો ઉમેરો અમારી બ્રાન્ડેડ સ્ટીલ શ્રેણીને વધુ મજબૂત બનાવે છે અને OEM કંપનીઓને વધુ ઉત્પાદનક્ષમતા અને મૂલ્ય સર્જનમાં મદદ કરે છે. આ બંને કોટેડ સ્ટીલ ઉત્પાદનો અમને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ સોલ્યુશન્સ પ્રદાન કરતી પસંદગીની ભાગીદાર તરીકે વધુ મજબૂત બનાવે છે અને અમારા ઉદ્દેશ ‘Smarter Steels, Brighter Futures’ સાથે સુસંગત છે. વિશ્વસ્તરીય વેલ્યુ એડેડ સ્ટીલ હવે દેશમાં જ ઉપલબ્ધ બનતા અમે ‘Make in India’ અને આત્મનિર્ભરતા અભિયાનને વધુ

મજબૂત ટેકો આપી રહ્યા છીએ, સાથે જ અમારા ગ્રાહકોને દેશ અને વિદેશના સ્પર્ધાત્મક લાભ મેળવવામાં સહાય કરી રહ્યા છીએ. ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રો અમારી વેલ્યુ એડેડ સ્ટીલ વૃદ્ધિના મુખ્ય આધારસ્તંભ છે, અને અમે હેતુપ્રેરિત નવીનતા દ્વારા અમારા ગ્રાહકોને વધુ આત્મનિર્ભર બનવામાં મદદ કરી રહ્યા છીએ.”

AM/NS Vibrance – પ્રીમિયમ કલર-કોટેડ સ્ટીલ
AM/NS Vibrance ઘરગથ્થુ ઉપકરણ ઉત્પાદકો માટેનું પ્રીમિયમ કલર-કોટેડ સ્ટીલ સોલ્યુશન છે, જેમાં મજબૂતી, ચોકસાઈ અને ઉત્તમ સપાટી દેખાવનો સંયોજન છે. આજે ઉપકરણો માત્ર ઉપયોગી સાધન નહીં પરંતુ ઘર અને વ્યાવસાયિક સ્થળોના ડિઝાઇનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યા છે. તેથી ઉત્પાદકોને એવું મટીરિયલ જોઈએ છે જેમાં એકસરખો રંગ, નિયંત્રિત ચમક, સુંદર ફિનિશ, ટકાઉપણું અને સરળ ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને. AM/NS Vibrance અદ્યતન કોટિંગ ટેક્નોલોજી સાથે ચોકસાઈથી તૈયાર કરાયેલા સ્ટીલ પર આધારિત છે, જે ઉત્પાદનથી અંતિમ ઉપયોગ સુધી વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને વોટર ડિસ્પેન્સર સહિત વિવિધ ઉપકરણોમાં તેનો ઉપયોગ થઈ શકે છે.

AM/NS Optima – ટ્રુ ઝીરો-સ્પેન્ગલ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ
AM/NS Optima ભારતના સૌથી પ્રીમિયમ True Zero-Spangle Galvanised Steel ઉત્પાદનોમાંનું એક છે. પરંપરાગત ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલની સરખામણીમાં તે વધુ સમાન અને નિયંત્રિત સપાટીની ગુણવત્તા આપે છે, જેથી ઉત્પાદકો વધુ સ્વચ્છ અને એકસરખું ફિનિશ મેળવી શકે.
ચોકસાઈથી તૈયાર કરાયેલા સમાન જાડાઈ ધરાવતા સ્ટીલ અને નિયંત્રિત સપાટી ગુણવત્તાને કારણે AM/NS Optima સરળતાથી વાળી શકાય છે, એક દૃષ્ટિએ સમાન દેખાવ આપે છે અને મોટા પાયે ઉત્પાદન દરમિયાન પણ સતત વિશ્વસનીય કામગીરી કરે છે. તે ઉત્પાદકોને ખૂબ જ નાજુક અને ચોક્કસ સપાટી આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. એસીના આઉટડોર યુનિટ્સ, પેનલ્સ અને ક્લીનરૂમ તૈયાર કરવા સહિત વિવિધ ઉપયોગ માટે તે યોગ્ય છે.
ભારતનો કન્ઝ્યુમર માર્કેટ નાણાંકીય વર્ષ 2027 સુધી વિશ્વમાં ચોથો સૌથી મોટો બનવાની ધારણા છે અને તે ઝડપથી પ્રીમિયમ શ્રેણીની તરફ આગળ વધી રહ્યો છે. ગ્રાહકો હવે સુંદર ફિનિશ અને ડિઝાઇન આધારિત ઉપકરણોની વધતી માંગ દર્શાવી રહ્યા છે.
ભારતમાં કોટેડ ની વાર્ષિક માંગ હાલમાં અંદાજે 11.1 મિલિયન ટન છે અને આવનારા વર્ષોમાં

તેમાં 8 થી 10 ટકા વાર્ષિક વૃદ્ધિ થવાની સંભાવના છે. ખાસ કરીને ઘરગથ્થુ ઉપકરણ ક્ષેત્રમાં કોટેડ સ્ટીલનો ઉપયોગ દર વર્ષે લગભગ 10 ટકા વધી રહ્યો છે, જે વધતી આવક, ઝડપી શહેરીકરણ, પ્રીમિયમ ઉત્પાદનો તરફ ઝોક અને PLI યોજના જેવી રાષ્ટ્રીય પહેલોથી પ્રોત્સાહિત છે.
ઔદ્યોગિક ક્ષેત્રમાં કોટેડ સ્ટીલની માંગ વર્ષ 2030 સુધી 8 થી 12 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે વધવાની ધારણા છે, જેને PLI, આત્મનિર્ભરતા પહેલો અને ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઇજનેરી ક્ષેત્રના વિસ્તરણનો આધાર છે.
આ રીતે ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક બંને ક્ષેત્રો ભારતની લાંબા ગાળાની ઉત્પાદન વૃદ્ધિમાં કોટેડ સ્ટીલના વ્યૂહાત્મક મહત્વને મજબૂત બનાવે છે અને દેશની ઉત્પાદન ક્ષમતાને આગળ ધપાવવામાં ઉચ્ચ ગુણવત્તાવાળા વેલ્યુ એડેડ સ્ટીલની અગત્યની ભૂમિકા દર્શાવે છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ સુરક્ષા અને માનસિક આરોગ્ય જાગૃતિ સેમિનાર

 

સુરત: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા, અધિકારો અને ભાવનાત્મક કલ્યાણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી બાળ સંરક્ષણ, બાળ જાગૃતિ અને બાળ માનસિક આરોગ્ય વિષયક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ એવું સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનું હતું, જ્યાં બાળકો નિડરપણે પોતાને વ્યક્ત કરી શકે અને જરૂર પડ્યે મદદ માંગવામાં સંકોચ ન રાખે.

આ સત્ર એએસઆઈ વૈશાલિબેન દેવરે, શ્રીમતી પેનલબેન રાદડિયા અને શ્રી રાહુલભાઈ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. વક્તાઓએ વ્યક્તિગત સુરક્ષા, ગુડ ટચ-બેડ ટચ, POCSO જાગૃતિ, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર, કાનૂની સહાય તેમજ કઠિન પરિસ્થિતિઓમાં વિશ્વાસપાત્ર વડીલો સાથે સંવાદના મહત્વ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવ્યા. વિદ્યાર્થીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓ ઓળખવા અને ડર વિના સમજદારીપૂર્વક પ્રતિક્રિયા આપવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં માનસિક આરોગ્ય જાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, તણાવનું સંચાલન કરવા અને મદદ માંગવી કમજોરી નહીં પરંતુ સાહસનું પ્રતિક છે તે સમજવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. સાથે જ જણાવાયું કે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન અને જાગૃતિ અનેક સમસ્યાઓ અટકાવી શકે છે અને બાળકોમાં આત્મવિશ્વાસ વિકસાવે છે.

સેમિનાર અત્યંત ઇન્ટરએક્ટિવ રહ્યો, જેમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શિક્ષકોએ સત્ર દરમિયાન આપવામાં આવેલા વ્યવહારુ ઉદાહરણોની પ્રશંસા કરી, જેના કારણે બાળકોને સંવેદનશીલ વિષયો સરળ અને તેમની ઉંમરને અનુરૂપ રીતે સમજવામાં મદદ મળી.

શાળાએ સંસાધન વ્યક્તિઓના મૂલ્યવાન માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો અને સુરક્ષિત તથા સહકારપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. આવા પ્રયત્નો વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા સાથે સાથે તેમને દૈનિક જીવનમાં જવાબદાર નિર્ણય લેવા માટે પણ સશક્ત બનાવે છે.

કાર્યક્રમનું સમાપન આ સંદેશ સાથે થયો કે જાગૃતિ, સંવાદ અને આત્મવિશ્વાસ મળીને સુરક્ષિત બાળપણ અને મજબૂત ભવિષ્યનું નિર્માણ કરે છે.

શારદા વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યો.

 

સુરત: જેમાં મુખ્ય મહેમાન શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉમાકાંતભાઈ સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને બોર્ડની પરીક્ષા માં સફળ થવા બુસ્ટર ડોઝ પૂરો પાડી ઉચ્ચતમ સંસ્કારો સાથે રાષ્ટ્ર ના આદર્શ નાગરિકો બનવા સલાહ આપી હતી.

દીપ પ્રાગટ્ય ,શ્લોક અને પ્રાર્થના થી શરૂઆત બાદ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે શાળા પરિવાર વતી સૌને આવકાર આપી સુંદર માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ વિદ્યાર્થી ઓ એ તમામ ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા. અન્ય વિદ્યાર્થી ઓ એ પ્રસંગોચિત પ્રતિભાવો વ્યક્ત કર્યા.

ખુબજ વિશિષ્ટ ગરિમા પૂર્ણ, શિસ્તબધ્ધ અને અનોખા ફેરવેલ ફંક્શન માં એડમિન શ્રી યોગીસર , આચાર્યા શ્રી હિનાબેન (પ્રા.વિ) ,આચાર્યા શ્રી શાલિની બેન ( પ્રા.વિ ),તેમજ તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી બાળકો ને આશીર્વાદ અને શુભેચ્છા ઓ પાઠવી. સાથે મળી ને અલ્પાહાર કર્યો

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન ચાવડા અને રેખાબેને દ્વારા કરવા માં આવ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો. આ તબક્કે શાળા ના આચાર્ય શ્રી ચાવડા સાહેબે સૌનો આભાર વ્યકત કર્યો..

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન ચાવડા અને રેખાબેને દ્વારા કરવા માં આવ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો. આ તબક્કે શાળા ના આચાર્ય શ્રી ચાવડા સાહેબે સૌનો આભાર વ્યકત કર્યો..