ઘૂંટણના ખ્યાતનામ સર્જન ડો. મનુ શર્માએ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

 

આ એવોર્ડ મારા 13000થી વધુ દર્દીઓના આશીર્વાદનું ફળ છેઃ ડો. શર્મા

ગુજરાતમાં ઘૂંટણ સર્જરી ક્ષેત્રે નવી કેડી કંડારનારા ડો. શર્માને હવે રાષ્ટ્રીય ઓળખ મળી

અમદાવાદ. ઘૂંટણની સર્જરીમાં ગુજરાતમાં અગ્રણી સ્થાન ધરાવતા શેલ્બી હોસ્પિટલ (Shalby Hospital) સુરતના ડો. મનુ શર્માએ (Dr. Manu Sharma) રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે તેમને ભારત કે રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

25 સપ્ટેમ્બર, 2024ના રોજ દિલ્હી મા યોજાયેલા એક ભવ્ય સમાંરભમાં ડો. મનુ શર્માને ઘૂંટણની સર્જરીમાં તેમના અનન્ય યોગદાન બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડો. મનુ શર્માએ એકલાહાથે 13 હજાર ઘૂંટણની સફળ સર્જરીનો રેકોર્ડ કરી આ ક્ષેત્રમાં નવી કેડી કંડારી છે. તેમની ખાસિયત છે કે જે ઝીરો ટેક્નિકથી ઓપરેશન કરે છે જેમાં દર્દ થતું નથી. ઓપરેશન પછી વ્યક્તિ સ્વિમિંગ કે ઘોડેસવારી જેવા અઘરાં મનાતા કામો પણ કરી શકે છે.

ડો. શર્મા કહે છે કે તેઓ ગુજરાત અને ખાસ કરીને સૂરતને ઘૂંટણની સર્જરીનું ઇન્ટરનેશનલ સેન્ટર બનાવવા માગે છે. દુનિયાની લગભગ તમામ પ્રકારની ટેક્નોલોજી હવે અહીં પ્રાપ્ય છે. દુનિયાભરમાંથી ગુજરાતના NRI લોકો જ્યારે વતન આવે છે ત્યારે સર્જરી કરાવવા સુરત, વડોદરા કે અમદાવાદ આવવા લાગ્યા છે.

આ એવોર્ડ અંગે વાત કરતા ડો. શર્મા કહે છે કે મારા 13000થી વધુ દર્દીઓના આશીર્વાદથી મને આ સન્માન મળ્યું છે. હું દરરોજ 3 જેટલા ઓપરેશન્સ જરૂરિયાતમંદ લોકોના ઓછા ખર્ચ માં પણ કરૂં છું. તેમની વિશેષ દુવાઓ મને મળી હશે. તેઓ હાલમાં પશ્ચિમ ભારતમાં સૌથી વધુ સંખ્યામાં ઘૂટણના ઓપરેશન કરનાર તબીબ હોવાનું ગૌરવ ધરાવે છે.

ડો. મનુ શર્મા જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી ઘૂંટણની લેટેસ્ટ સર્જરીનું જ્ઞાન મેળવીને ડિગ્રી લઇ ચૂક્યા છે. તેમની સેવાઓ બદલ અગાઉ પણ તેઓ ઘણીવાર સન્માનિત થઇ ચૂક્યા છે. પરંતુ આ સન્માનથી તેમની પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળવા સાથે ગુજરાત રાજ્યનું નામ પણ ચમકાવ્યું છે. તેમની ખ્યાતિ હવે ઇન્ટરનેશનલ લેવલે પણ પહોંચશે.

AM/NS Indiaએ વૃક્ષારોપણ માટે સદ્દભાવના સેવા ફાઉન્ડેશન સાથે એમઓયુ કર્યો

 

હજીરા-સુરત, સપ્ટેમ્બર 19, 2024: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હજીરા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા માટે સદ્દભાવના સેવા ફાઉન્ડેશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. સપ્ટેમ્બર 16, 2024ના રોજ વિશ્વ ઓઝોન દિવસના અવસરે હસ્તાક્ષર કરાયેલા આ એમઓયુનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સ્થિરતા, જાળવણી અને સામુદાયિક જોડાણમાં યોગદાન આપવાનો છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), સુરતના પ્રાદેશિક અધિકારી ડો. જીજ્ઞાસા ઓઝાની હાજરીમાં ડો. અનિલ મટૂ, હેડ – કોર્પોરેટ અફેર્સ, AM/NS India, હજીરા અને રમેશ ડાંગરિયા, ડિરેક્ટર, સદ્દભાવના સેવા ફાઉન્ડેશનએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમમાં AM/NS Indiaની CSR અને પર્યાવરણ વિભાગની ટીમો અને GPCBના અધિકારીઓએ હાજરી આપી હતી.

આ એમઓયુ અંગે ડૉ. અનિલ મટૂ, હેડ – કોર્પોરેટ અફેર્સ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા(AM/NS India), હજીરાએ જણાવ્યું હતું કે, “આ પહેલનો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયોમાં પર્યાવરણીય અને વૃક્ષારોપણ પ્રત્યે જાગરૂકતા પેદા કરવાનો તેમજ સ્થાનિક પ્રદેશમાં મહત્વપૂર્ણ વૃક્ષોના આવરણને પુનઃસ્થાપિત કરવાનો છે. અમે GPCB સાથે મળીને અમારી CSR પહેલના ભાગરૂપે વિવિધ પર્યાવરણીય સંરક્ષણ પગલાં અમલમાં મૂક્યા છે અને આ પ્રયાસો માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ વૃક્ષારોપણ પ્રોજેકટ પર્યાવરણ સુરક્ષા તરફનું એક આવશ્યક પગલું છે. વૃક્ષો વાવવા એ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાની એક અર્થપૂર્ણ રીત છે, જેનાથી માત્ર આપણને જ નહીં પરંતુ આવનારી પેઢીઓને પણ ફાયદો થાય છે.”

હજીરામાં વૃક્ષોના આવરણને વધારવામાં મદદ માટે GPCBની વિનંતીને પગલે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. GPCBના ચેરમેને સમગ્ર રાજ્યમાં સમાન વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ માટે વ્યાપક વિઝનની રૂપરેખા તૈયાર કરી છે. આ પ્રોજેક્ટ માટે GPCB સાથે સંકળાયેલા સદ્દભાવના સેવા ફાઉન્ડેશન વૃક્ષારોપણ હાથ ધરશે અને આગામી 3 વર્ષ સુધી વૃક્ષોની દેખરેખ અને જાળવણી માટે જવાબદાર રહેશે.

મુકેશભાઈ પટેલ, માનનીય MOS વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંસાધનો અને પાણી પુરવઠા, ગુજરાત સરકારે પણ આ પહેલ માટે તેમનો ટેકો આપ્યો છે તથા સદ્દભાવના ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા મેગા વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવાનું આહ્વાન કર્યું છે.

આ એમઓયુ, AM/NS Indiaના પર્યાવરણીય સંરક્ષણ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના સતત કાર્યરત પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્ન છે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટે તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો

 

‘Transcending Boundaries’ થીમ સાથે ડુમસ આર્ટ પ્રોજેક્ટની દસમી એડિશનનું વીઆર સુરત, ડુમસ રોડ, મગદલ્લા ખાતે ઉદ્ઘાટન થયું

સુરત, ગુજરાત, 18 સપ્ટેમ્બર, 2024 – યુજ આર્ટ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત પબ્લિક આર્ટ ફેસ્ટિવલ ડુમસ આર્ટ પ્રોજેક્ટે 18 સપ્ટેમ્બર, 2024ના રોજ તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષની થીમ ‘Transcending Boundaries’ કલાકારોને તેમનું વિઝન, કલ્પાના અને કલાત્મક પ્રતિભાઓને દર્શાવે તેવી નવીનતમ કલાકૃતિઓ અને શિલ્પો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશ્નર આઈએએસ સુશ્રી શાલિની અગ્રવાલે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. સમારંભનો પ્રારંભ પરંપરાગત દીપપ્રાગટ્ય સાથે અને કલા કારના ઉદ્ઘાટન સાથે થયો હતો. ત્યારબાદ મગદલ્લા પ્લાઝા ખાતે સર્વમ પટેલ દ્વારા ‘Sands of Time’ શીર્ષક હેઠળ મંત્રમુગ્ધ કરનારો લાઇવ સેન્ડ આર્ટ શૉ યોજાયો હતો.

આ ફેસ્ટિવલ ખાતે 200થી વધુ આર્ટ ઇન્સ્ટોલેશન, શિલ્પો, ચિત્રો અને ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા. આ ઇન્સ્ટોલેશન જેજે સ્કૂલ ઓફ આર્ટ્સ, એમ એસ યુનિવર્સિટી, વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ચિત્રકલા પરિષદ અને સાર્વજનિક સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ તથા જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. એવોર્ડ વિજેતા કલાકાર અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધારક મિત્તલ સોજીત્રા સાથેના સહયોગથી કલા કાર તૈયાર કરવામાં આવી હતી. વીઆર સુરતના બેઝમેન્ટની દિવાલોને આર્ટ ગેલેરીમાં ફેરવતા ધ બેઝમેન્ટ આર્ટ પ્રોજેક્ટમાં કલાકારોની પિંઠુરા આર્ટની કૃતિઓ દર્શાવાઈ છે. આગામી એક મહિના સુધી વીઆર સુરત ઇન્સ્ટોલેશન, ફાઇન આર્ટ, ફોટોગ્રાફી, પ્રદર્શનો, વર્કશોપ, પેનલ ડિસ્કશન, યુવા કલાકારો વચ્ચે સ્પર્ધાઓ અને કલાકૃતિઓના બજાર સાથે કલાત્મક ઊજવણીઓનું કેન્દ્ર બની રહેશે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટની આ એડિશન મહત્વપૂર્ણ સહયોગની શ્રેણી દ્વારા સંચાલિત છે જે દરેક આ ફેસ્ટિવલના બૃહદ વિઝનમાં પ્રદાન કરે છે. સ્ટેમ, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે યુનેસ્કો, નવી દિલ્હી સાથે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરવામાં આવી છે. ધ્યાનાકર્ષક બાબતોમાં યુનેસ્કોના પબ્લિકેશન “A Braided River: The Universe of Indian Women in Science” પર આધારિત ફોટો એક્ઝિબિશન, ઈન્ટરવોવન લેગસીઝ: વર્લ્ડ હેરિટેજ અને ભારતમાં લિવિંગ હેરિટેજ વચ્ચે સિનર્જીઝ શીર્ષક હેઠળનું ડિજિટલ શૉકેસ અને રાજસ્થાનમાં લાંગા સંગીતકારો અને હાથશાળની કલાના જીવંત વારસાને સાચવવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે યુનેસ્કોના પ્રયાસોની અનોખી રજૂઆતનો સમાવેશ થાય છે.

યુનાઇટેડ નેશન્સ સિવિલ સોસાયટી કોન્ફરન્સના સમર્થનથી ન્યૂયોર્ક સ્થિત આર્ટ્સ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ સાથેનો આંતરરાષ્ટ્રીય સહયોગ વૈશ્વિક જનસમુદાયમાં અમારી પહોંચને વિસ્તારે છે. આ બંને ફેસ્ટિવલ્સ કલાકારો અને રચનાત્મક લોકો માટે સમાવેશક ઇકોસિસ્ટમ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે જે આ ભાગીદારીને ડુમસ આર્ટ પ્રોજેક્ટનું સાહજિક વિસ્તરણ બનાવે છે.

“2013માં પ્રારંભ થયો ત્યારથી ડુમસ આર્ટ પ્રોજેક્ટે સમગ્ર ભારતમાં અદ્વિતીય પબ્લિક આર્ટ ફેસ્ટિવલ યોજવાની, અભિવ્યક્તિ માટે વાઇબ્રન્ટ સ્થળો ઊભા કરવાની તથા સાંસ્કૃતિક આદાનપ્રદાન માટેની અમારી સફરનો માર્ગ મોકળો કર્યો છે. અમે મેળવેલા અભૂતપૂર્વ સમર્થન અને જોડાણ માટે અમે ખૂબ જ આભારી છીએ જેના પગલે દરેક ફેસ્ટિવલ સાથે અમે અનેરો વિકાસ સાધ્યો છે. હવે અમે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારો પ્રભાવ વિસ્તારી રહ્યા છીએ.

છેલ્લા એક દાયકામાં અમે યુનેસ્કો અને યુનાઇટેડ નેશન્સ સિવિલ સોસાયટી કોન્ફરન્સ દ્વારા સમર્થિત ન્યૂયોર્ક સ્થિત આર્ટ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારીઓ દ્વારા સાંસ્કૃતિક જાળવણી માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવા માટે અમારા પબ્લિક આર્ટ ફેસ્ટિવલનો અવકાશ વિસ્તાર્યો છે. આર્ટિસ્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ જેવી અમારી પહેલે ઊભરતી પ્રતિભાઓને સ્થાપિત વ્યવસાયિકો તરફથી શીખવાની તકો પૂરી પાડી છે. અમને ગર્વ છે કે અમે ડુમસ આર્ટ પ્રોજેક્ટની દસમી એડિશનનું આ સીમાચિહ્ન સર કર્યું છે અને વિદ્યાર્થીઓ તથા સમુદાય બંનેને સમૃદ્ધ બનાવે તેવી પહેલ તથા નવી ભાગીદારીઓ કરવાનું ચાલુ રાખવા માટે હું આતુર છું”, એમ ડુમસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તાએ જણાવ્યું હતું.

“દુનિયાએ બનાવેલો વારસો, કુદરતી વારસો અને જીવંત વારસો એ ત્રણેય એકબીજા સાથે ગહન રીતે જોડાયેલા છે. એકમેક પરની આ નિર્ભરતાને ઓળખવી એ કેન્દ્રસ્થાને છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે વારસાને સુરક્ષિત રાખવાના પ્રયાસો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના માળખાકીય પાસાંને જ જાળવતા નથી પરંતુ પેઢીઓ સુધી પહોંચેલી સમુદાયોની જીવંત કામગીરીઓને ટકાવી પણ રાખે છે જે આ સાઇટ્સને તેનો ગહન અર્થ અને મહત્વ બક્ષે છે. યુનેસ્કો દ્વારા ડિજિટલ એક્ઝિબિશન ‘Interwoven Legacies’ ભારતમાં 8 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને તેની સાથે જોડાયેલી જીવંત વારસાગત અભિવ્યક્તિઓ વચ્ચેનો સંબંધ શોધે છે. રાજસ્થાનના હસ્તકલા કારીગરો અને લાંગા સંગીતકારોને સુરક્ષિત રાખવા માટેના ગંભીર પ્રયાસો દર્શાવવા સાથે તેને રજૂ કરવામાં આવ્યો છે”, એમ યુનેસ્કો નવી દિલ્હી સાઉથ એશિયા રિજનલ ઓફિસના ડિરેક્ટર અને પ્રતિનિધિ ટીમ કર્ટિસે જણાવ્યું હતું.

આ ફેસ્ટિવલ વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓ, પ્રતિભાઓ અને પ્રોજેક્ટ્સનું ડાયનેમિક સંયોજન છે. ફોટોગ્રાફી અને વાર્તા કહેવા દ્વારા ઇતિહાસની અજાણી મહિલા નાયિકાઓને ઉજાર કરતા કાદમ્બરી મિશ્રાના શક્તિશાળી “Iconic Women Project”થી માંડીને ગીતા હડસનના કામોના પૂર્વવ્યાપી અવલોકનો સુધી. “Gujarat in Focus” નિષ્ણાંત ફોટોગ્રાફર્સ અને ઊભરતી પ્રતિભાઓ બંને દ્વારા લેવાયેલા શહેરના અદ્ભુત ફોટોગ્રાફ્સ દર્શાવે છે. યંગ આર્ટિસ્ટ્સ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વિવિધ કલાત્મક માધ્યમો દ્વારા પોતાની જાતને શોધવા અને વ્યક્ત કરવાની તક આપે છે.

આ વર્ષે પબ્લિક આર્ટ ફેસ્ટિવલ્સે આર્ટરિચ સાથે ભાગીદારી કરી છે. આ સ્વૈચ્છિક સંસ્થા ભારતમાં હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના બાળકો, યુવાનો અને મહિલાઓના જીવનને સમૃદ્ધ બનાવવા માટે કલાકારો સાથે કામ કરે છે અને વિઝ્યુઅલ આર્ટ્સ દ્વારા સર્વાંગી શીખવાના અનુભવ પૂરા પાડીને તથા રચનાત્મકતા દ્વારા સહભાગીઓને સશક્ત કરે છે. ડુમસ આર્ટ પ્રોજેક્ટ માટે આર્ટરિચ સ્થાનિક કલાકારો અને સમુદાય સાથે સહયોગ કરશે, પબ્લિક આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના અનુભવ શોધવા માટે બાળકો સાથે વર્કશોપ યોજશે અને નવી કલા શીખવાના કૌશલ્યો તથા વાર્તા કહેવાની રીત શીખવશે.

શહેરી પરિવર્તનમાં કલાની ભૂમિકા અંગેની પેનલ ડિસ્કશન યોજાશે જેમાં કલાકારો અને નિષ્ણાંતો ચર્ચા કરશે કે કલા કેવી રીતે શહેરી ક્ષેત્રની નવેસરથી વ્યાખ્યા કરી શકે છે. મોક્ષ ફાઉન્ડેશનના નિષ્ણાંત કલાકારો દ્વારા સ્પેશિયલ આર્ટ થેરાપી સેશનમાં કલા દ્વારા લાગણીઓ વ્યક્ત કરવાની શક્તિ રજૂ કરવામાં આવશે.

અન્ય આકર્ષણોમાં બ્લોક પ્રિન્ટિંગ, પેપર મેક, પોટરી, ફ્રેગનન્સ મેકિંગ અને મિરર મોઝેક પરની વર્કશોપ્સનો સમાવેશ થાય છે. આર્ટ બાઝાર લાઇવ મ્યુઝિક સાથે પોતાના પ્રેક્ષકો સાથે જોડાવા માટે સ્થાનિક કલાકારો માટે ક્યુરેટેડ માર્કેટ પૂરું પાડશે. યુનેસ્કો અને રાજસ્થાન ટુરિઝમ સાથેના સહયોગથી રાજસ્થાની કલાકારો દ્વારા લોકનૃત્યો અને હસ્તકલા પ્રદર્શનો સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવ પૂરો પાડશે. આઉટડોર અને મજબૂત કલાત્મક ઝુકાવ માટે અનેરા પ્રેમ માટે જાણીતા સુરતીઓને આનંદપ્રમોદ માટે બધું જ ઉપલબ્ધ થશે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2024માં ભાગ લેનારા કલાકાર વિદ્યાર્થીઓને પબ્લિક આર્ટ ફેસ્ટિવલના આર્ટિસ્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ દ્વારા જાણીતા કલાકારો દ્વારા માર્ગદર્શન મેળવવાની તક મળશે. 2023માં શરૂ કરાયેલા આ પ્રોગ્રામમાં દર વર્ષે દરેક છ પબ્લિક આર્ટ ફેસ્ટિવલમાંથી ત્રણ વિદ્યાર્થી કલાકારોને પસંદ કરવામાં આવે છે. આ યુવા કલાકારોને બ્રિટિશ કન્ટેમ્પરી આર્ટિસ્ટ પિઅર્સ બુર્ક, કોચી-મુઝિરિસ બિનાલેના સહસ્થાપક અને કલાકાર બોઝ કૃષ્ણામાચારી, લેખક ઇના પુરી, ઈન્ડિયન આર્ટ ફેરના ડિરેક્ટર જયા અશોકન, જાણીતા હેરિટેજ ફોટોગ્રાફર અમિત પસરિચા, ટેક્સટાઇલ ડિઝાઇનર સુનિતા શંકર, કન્ટેમ્પરી આર્ટિસ્ટ મુરલી ચીરોઠ અને આર્ટ પ્રેક્ટિશનર તથા પેડાગોગ ભૃગુ શર્મા જેવા જાણીતા ક્રિએટર્સ તરફથી મેન્ટરશિપ મળશે.

ફિલ્મશૉપી, પાર્ક ઇન, આર્ટ્સ ફોર ધ ફ્યુચર ફેસ્ટિવલ, સ્વચ્છ ભારત સર્વેક્ષણ, લોટસ બોટલ આર્ટ અને એનઓએસ સાથેનો સહયોગ આ એડિશનની સફળતા તથા વૃદ્ધિ મેળવવા માટે મહત્વપૂર્ણ રહ્યો છે.

સુરત શહેરે હંમેશા રચનાત્મકતાની ઊજવણી કરી છે. તેના રહીશોએ કલાત્મક અભિવ્યક્તિના વિવિધ પ્રકારોમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. ફેસ્ટિવલના પ્રારંભથી અત્યાર સુધી 3.17 મિલિયન મુલાકાતીઓ તેના પ્રત્યે આકર્ષાયા છે તે જ આ ફેસ્ટિવલની નોંધપાત્ર સફળતાનો પુરાવો છે.

2013માં શરૂ કરાયેલો ડુમસ આર્ટ પ્રોજેક્ટ ગુજરાતની વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓનું વાઇબ્રન્ટ પ્રદર્શન છે. તે ધ યુજ આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે અને વીઆર સુરતની Connecting Communities©️ પહેલનો પણ તે ભાગ છે જેનો ઉદ્દેશ્ય નાગરિક ગર્વને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાનો અને શહેરની રાષ્ટ્રીય તથા આંતરરરાષ્ટ્રીય છબિને વધારવાનો છે.

MSU અને ISGJ દ્વારા સંયુક્તરૂપે જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત

 

સુરત, ગુજરાત: જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં સ્કીલ બેઝ્ડ ઉચ્ચ શિક્ષણ આપવાની દિશામાં 17 સપ્ટેમ્બરે એક મહત્વપૂર્ણ પગલું મેધાવી સ્કીલ્સ યુનિવર્સિટી (MSU) અને સુરતના ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) થકી મંડાયું છે. આ ક્ષેત્રમાં સ્કીલ ગેપને દૂર કરવા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (JD&M) માં તેઓ સંયુક્ત રૂપે ઉદ્યોગ સંલગ્ન BBA અને MBA અભ્યાસક્રમો શરૂ કરી રહ્યા છે. આ કોર્સિસ એપ્રેન્ટિસશીપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામ (AEDP) છે જેનાથી વિદ્યાર્થીઓને ભણતા ભણતા જ સીધો ઉદ્યોગનો અનુભવ મળી રહેશે.

એમઓયુ પર હસ્તાક્ષર MSUના સહ-સ્થાપક અને પ્રો- ચાન્સેલર શ્રી કુલદીપ સરમા અને ISGJના સ્થાપક અને સીઈઓ શ્રી કલ્પેશ દેસાઈએ કર્યા હતા. આ પ્રસંગે MSUના ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સજીવ કુમાર અને ISGJ ના એકેડેમિક ડિરેક્ટર હાજર રહ્યા હતા.

સમારોહ પછી એક ઇન્ડસ્ટ્રી ટૂર કરવામાં આવી હતી. આ ટૂરમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના મુખ્ય સ્ટેકહોલ્ડર્સ એટલે કે ઉદ્યોગના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ એકસાથે આવ્યા. પ્રતિનિધિમંડળે જેમ્સ અને જ્વેલરી ઉત્પાદન પ્રક્રિયામાં અત્યાધુનિક પ્રગતિનો ફર્સ્ટ હેન્ડ અનુભવ મેળવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમોથી શિક્ષણ જગત અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર વચ્ચે મજબૂત કડીનું નિર્માણ થાય છે.

આ એમઓયુનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરી અને આધુનિક ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ કોર્સિસ વિદ્યાર્થિઓને સતત બદલાતા જતા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે તાલ મિલાવતા શીખવશે.

આ પ્રસંગે પોતાનો ઉત્સાહ વ્યકત કરતા એમએસયુના કુલદીપ સરમાએ કહ્યું કે જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં 46 લાખ જેટલા લોકો મોટી સંખ્યામાં કામ કરે છે. તેઓ દેશના જીડીપીમાં મોટું યોગદાન કરે છે. એટલે તેમની સ્કીલ્સમાં વધારો કરવાનું કાર્ય આજે ખૂબ જ મહત્વનું બની ગયું છે. આ કરારથી અમે અમેં એવું કામ કરવા જઇ રહ્યા છીએ જે આ ક્ષેત્રના વિકાસમાં ખૂબ જ ગતિ લાવશે.

આ અંગે ખુશી વ્યક્ત કરતા, ISGJના શ્રી કલ્પેશ દેસાઈએ કહ્યું: “અમે BBA અને MBA અભ્યાસક્રમો શરૂ કરવા માટે MSU સાથે થયેલી ભાગીદારીથી ખૂબ જ ઉત્સાહિત છીએ. આ પ્રોગ્રામ્સ જેમ્સ અને જ્વેલરી બનાવવા માટેના કૌશલ્યમાંમાં ISGJના ઊંડા અને લાંબાગાળાના અનુભવ અને MSU ના કૌશલ્ય-આધારિત શિક્ષણ માટે ભવિષ્ય કેન્દ્રિત અભિગમનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરે છે. સાથે મળીને અમે ડિઝાઇનર્સ અને પ્રોફેશનલ્સની એવી નવી પેઢીને ઉછેરવાનો ધ્યેય ધરાવીએ છીએ જેઓ મોર્ડન ગ્લોબલ ટ્રેન્ડ્સને અપનાવીને જેમ્સ અને જ્વેલરીમાં ભારતના સમૃદ્ધ વારસાને આગળ ધપાવશે.”

MSUના ડૉ. સજીવ કુમારે, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા કહ્યું, “ જ્વેલરીનું ભારતના વારસામાં હંમેશા અનેરૂં મહત્ત્વ રહ્યું છે. આ એમઓયુ ઉભરતા ઉદ્યોગોમાં નવીનતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમારી યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો એક નવો અધ્યાય છે. અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શીખવાની એવી અનન્ય તકો પ્રદાન કરવી કરવાનો છે જે ઉદ્યોગ-સંબંધિત અને ભવિષ્ય-કેન્દ્રિત હોય.

કલામંદિર જ્વેલર્સ સુવર્ણ મહોત્સવ 2.0 ની ભવ્ય સફળતા માટે ગ્રાહકોનો દિલથી આભાર

 

સુરત, 18 સપ્ટેમ્બર: ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન કલામંદિર જ્વેલર્સના સુવર્ણ મહોત્સવ 2.0 ને ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. આ ઝુંબેશ એકટાઇમલેસ ડિઝાઇન્સ અને અનબિટેબલ ઓફર્સની ભવ્ય ઉજવણી હતી જે કલામંદિર જ્વેલર્સના તમામ સ્ટોર્સમાં ચલાવાઇ હતી.

સુવર્ણ મહોત્સવની ખાસ વાત હતી તમામ પ્રકારના સોના અને હીરાના આભૂષણોના મેકિંગ ચાર્જિસમાં 100% સુધીની છૂટ હતી. આ ઉપરાંત ગ્રાહકો પાસે 36,000 થી વધુ અદભૂત ડિઝાઇન્સમાંથી પસંદગીની અનોખી તક હતી.  પરંપરાને આધુનિકતા સાથે જોડીને અદભૂત ડિઝાઇન્સ રજૂ કરવી તેકલામંદિર જ્વેલર્સની વિશેષતા છે. આ ઝુંબેશની ભવ્ય સફળતા બતાવે છે કે કલામંદિર જ્વેલર્સે વર્ષોથી ભારતના સૌથી ગમતા જ્વેલરી ડેસ્ટિનેશન તરીકે ગ્રાહકોનો વિશ્વાસ અને વફાદારી સતત મેળવી છે.

ઝુંબેશની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કલામંદિર જ્વેલર્સના ડાયરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે,

કલામંદિર જ્વેલર્સ મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં શોરૂમ સાથે તેની ઉત્કૃષ્ટ ડિઝાઇન અને શ્રેષ્ઠ કારીગરી માટે પ્રખ્યાત છે.  તહેવારોની મોસમ અને આગામી લગ્નની સીઝનને લઇને નોંધપાત્ર બચતનો આનંદ આ મહોત્સવે આપ્યો હતો.

કલામંદિર જ્વેલર્સના વ્યાપક જ્વેલરી કલેક્શનમાં તમામ ઊંમરના ગ્રાહકો માટે બ્રેસલેટ, ચેન, વીંટી, મંગળસૂત્ર, કાડા, નેકલેસ, પેન્ડન્ટ, એરિંગ્સ, પેન્ડન્ટ સેટ અને ઘણું બધું સામેલ છે.

“સુવર્ણ મહોત્સવ 2.0 ની આવી અપૂર્વ ઉજવણી કરવા બદલ અમે અમારા ગ્રાહકોના ખૂબ આભારી છીએ. તેમના પ્રેમ અને વિશ્વાસે આ ઇવેન્ટને અસાધારણ સફળતા આપી છે.   કલામંદિર જ્વેલર્સમાં, અમારૂ ધ્યેય સતત અમારા ગ્રાહકોને અસાધારણ શોપિંગ એક્સપિરિયન્સ આપવાનો છે.  અમે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ અને સાથે મળીને ભવિષ્યમાં વધુ યાદગાર બનાવવા માટે આતુર છીએ.”

23 વર્ષના સંઘર્ષ બાદ રાજ બાસિરા (Raj Baasira) નું સ્વપ્ન થયું સાકાર, ‘સતરંગી રે’ 20 સપ્ટેમ્બર, 2024ને થશે રિલીઝ

 

અમદાવાદ, સપ્ટેમ્બર 17: 20 સપ્ટેમ્બરે રીલીઝ થતી ગુજરાતી ફિલ્મ સતરંગી રે બનવાની કહાણી ભાવનગરના નાનકડા ગામથી શરૂ થાય છે. રાજેશ કુમાર ગાંગાણીએ 23 વર્ષ સુધી સંઘર્ષ કરીને પોતાનું સપનું પુરૂં કર્યું.

નામ – રાજેશ કુમાર મનજીભાઇ ગાંગાણી

પ્યાર કા નામ – રાજબાસિરા

જન્મ – જિલા- ભાવનગર, તાલુકા- સિહોર, ગામ- બેકડી ગામ 

દિન – 5 જુલાઇ 1981 

આ ઓળખાણ અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથના ડાયલોગ જેવી લાગે છે. પરંતુ જે વ્યક્તિ છે તેણે પણ એક ફિલ્મ બનાવવા માટે જાણે અગ્નિપથ પર ચાલવું પડ્યું છે. સતત 23 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી અંતે હવે- સંતરંગી રે નામનું ગુજરાતી મૂવી 20 સપ્ટેમ્બરે રીલીઝ કરવા જઇ રહ્યા છે. 

રાજેશ કુમાર ગાંગાણી ઉર્ફે રાજબાસિરાનું મૂળ ગામ હબુકવડ છે જે ભાવનગરના જ તળાજા તાલુકામાં આવેલું છે. અહીં બાળપણ વીત્યુ અને 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો. ગામ એટલું નાનું કે પ્રાથમિક શાળા પછી ધો. 10 સુધી બાજુના ગામ ટીમાણામાં અભ્યાસ કરવા જવું પડ્યું. પછી પરિસ્થિતિ એવી હતી કે 1997માં હીરાના કામકાજ માટે મુંબઇ જવું પડ્યું. 2 થી 3 વર્ષ હીરામાં કામ કર્યું. મુંબઇમાં રહીને લાગ્યું કે હું તો ફિલ્મ લાઇન માટે બન્યો છું. પછી 2001માં ફિલ્મલાઇનમાં આવી ગયો. ફિલ્મો અને સિરિયલોમાં નાના મોટા રોલ કરતો રહ્યો. અનિલ કપૂરની જાણીતી ફિલ્મ નાયકમાં પણ રોલ મળ્યો પરંતુ ફિલ્મ લાંબી થતી હોવાથી તે કમનસીબે કાઢી નાંખવામાં આવ્યો. પછી- કભી દીયા જલે, કહીં જિયા- નામની સિરિયલમાં કામ કર્યું. વર્ષ 2004 પછી અંગત કારણોસર સુરત આવવું પડ્યું. ત્યાં ટેક્સટાઇલ અને જમીનના ધંધામાં કામ શરૂ કર્યું. ત્યાં 10 વર્ષ કામ કર્યું. પણ મનમાં તો મુંબઇ જ રમતું હતું. એટલે 2014માં ફરી મુંબઇ આવી ગયા. હવે તો મન મક્કમ કરીને મુંબઇમાં અંધેરીમાં ઓફિસ ખોલી. ગોલટચ એન્ટરટેનમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી. પછી, મેં એક્ટર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. બે ગુજરાતી ફિલ્મો લીડ કેરેક્ટર તરીકે કરી જે હજુ રીલીઝ નથી થઇ. એક હિંદી ફિલ્મ રામરતન નામની આવી હતી જેમાં કામ કર્યું. આ ઉપરાંત હમે હક ચાહિયે નામની હિંદી ફિલ્મ કરી જે રીઝર્વેશનને લગતી હતી. તે ફિલ્મમાં એક નેગેટિવ કેરેક્ટર કર્યું હતું.

ફરી ભાગ્યનું ચક્કર ફર્યું અને પાછા વર્ષ 2018માં સુરત આવવું પડ્યું. ફરી જમીનના કામ સાથે જોડાયા. પણ મન તો મુંબઇ જ અટકેલું હતું.  અંતે ફરી 2022માં મુંબઇ ગયા. જૂનમાં સતરંગી રે મૂવીના મ્યુઝિક અને સ્ટોરી પર કામ શરૂ કર્યું. પછી 23 મે 2023ના દિવસે શૂટિંગ શરૂ કર્યું. એક મહિનામાં શૂટ પતાવીને 6 મહિના પોસ્ટ પ્રોડેક્શન ચાલ્યું. ફાઇનલી હવે 20 સપ્ટેમ્બર 2024ના રોજ સંતરંગી મૂવી રીલીઝ કરી રહ્યા છે. રાજેશ કુમાર ગાંગાણીની લાઇફની સ્ટોરીમાં પણ ઘણા રંગો છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે તેઓ પોતાના ફિલ્મમેકિંગના પેશન સાથે સતત 23 વર્ષ સાથે જોડાયેલા રહ્યા અને અંતે ફિલ્મ બનાવી ને જ રહ્યા.

નેશનલ સિલ્ક એક્સ્પોમાં વિવિધ ડિઝાઇનવાળી સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને કપડાં ઉપલબ્ધ થશે.

 

સુરતમાં આઠ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે

સુરત. સુરતના સિટીલાઈટ સ્થિત અગ્રસેન ભવન ખાતે આઠ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓ માટે સિલ્ક, કોટન સાડી, ડિઝાઈનર એથનિક ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. 18 થી 25 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સ્પો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે. નવરાત્રિ અને કરવાચોથ , તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા. આ સાથે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને ડ્રેસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે. જેથી કરીને તમે અલગ-અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. “વિવિધ ડિઝાઇનના અલગ-અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે.

બિહાર, આસામ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટિરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે. સિલ્ક એક્સ્પો. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઇક્કત હાથવણાટની પટોળા સાડી 15 હજારથી માંડીને 2 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે. તે બે વાર વણાય છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે.

બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર બાગ પ્રિન્ટ કરાવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈઠાની સાડીઓના મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી, આ સેલમાં રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.

ભાગલપુર, બિહારના ઘણા વણકરો, રેશમ વણાટ માટે પ્રખ્યાત, લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5 હજારથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે.

બનારસી અને જમદાની સિલ્ક, કાંચીપુરમ, બિહાર તુસાર, ભાગલપુર સિલ્ક, ગુજરાત બંધિની અને પટોળા, પશ્ચિમ બંગાળનું બાયલુ, કાંથા, હેન્ડ પેઈન્ટેડ સાડીઓ, ઢાકાઈ જમદાની, પૈઠાની, એમપી ચંદેરી, મહેશ્વરી, એરી સાડીઓ, શિબોરી અને અજરક પ્રિન્ટ, હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ, છત્તીસગઢ કોસા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટિરિયલ ઉપલબ્ધ થશે. સુરતના સિટીલાઇટ સ્થિત અગ્રસેન ભવનમાં મૈસુર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાથે બિહારનું તુસ્સાર સિલ્ક, આંધ્રપ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે.

રાંદેર ઝોનમાં CRC કક્ષાના કલા ઉત્સવ ઉજવણી..

 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત અને સમગ્ર શિક્ષા, સુરતના માર્ગદર્શન હેઠળ “ગરવી ગુજરાત” થીમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ દ્વારા બાળકોની ક્ષમતાઓ ઉજાગર કરતાં કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે રાંદેર ઝોનના C.R.C. 01 અને C.R.C. 03ના C.R.C. કો.ઑર્ડિનેટરશ્રી ડોનિકા ટેલર તથા અમિતકુમાર ટેલરના સંયુક્ત આયોજન હેઠળ રાંદેર ઝોનમાં સી.આર.સી. કક્ષાના “કલા ઉત્સવ”નું આયોજન વીર કવિ નર્મદ પ્રાથમિક શાળા ક્રમાંક 156, માંડવી ઓવારા ખાતે કરવામાં આવેલ હતું. જેમાં સી.આર.સી. કક્ષાની ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત વાદન અને ગાયન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ 17 જેટલી શાળાઓના 70થી વધુ બાળકોએ ભાગ લીધેલ હતો. બાળકોએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ, સ્થાપત્યને પોતાના ચિત્રો અને સ્વ રચીત કવિતાઓમાં રજૂ કરવાનો સર્વશ્રષ્ઠ પ્રયાસ કર્યો. સંગીત ગાયન અને વાદનમાં પણ વિદ્યાર્થીઓએ ગુજરાતની અસ્મિતા અને ગરીમાને ઉજાગર કરતા ગીતોનો રસાસ્વાદ રજૂ કર્યો. સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન સ્વરૂપે અનુક્રમે 300/-, 200/- અને 100/-નું રોકડ ઈનામ આપવામાં આવ્યું. સંગીત સ્પર્ધા માટે સંગીત વિશારદ શ્રી રીયાબેન પટેલ, શ્રી ગીતાબેન પટેલ અને શ્રી કુંદનબેન પટેલની સેવાઓ લેવામાં આવી. ચિત્ર સ્પર્ધા માટે ATD અને ચિત્રમાં રસ ધરાવતા શિક્ષકો તથા અન્ય સ્પર્ધાઓ માટે તમામ ક્ષેત્રના જાણકાર તજજ્ઞોએ પોતાની સેવા આપી. નિર્ણાયક તરીકે સેવા આપનાર સૌ મિત્રોને પણ રોકડ પુરસ્કાર આપી તેમની સેવાઓને બિરડાવવામાં આવી.
કલા ઉત્સવની ચાર વિવિધ સ્પર્ધાઓના તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તમામ બાળકો, માર્ગદર્શક શિક્ષકો, નિર્ણાયકશ્રીઓ અને આચાર્યશ્રીઓને આયોજકો તરફથી નાસ્તા તથા કોકોની લહેજત કરાવવામાં આવી. સદર કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર શિક્ષા, સુરત કોર્પોરેશનના ઝોન-1 ના યુ.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે શ્રી નીનાબેન દેસાઈએ સમગ્ર દોર સંભાળ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ મિત્રો સમગ્ર આયોજનને માણી ખૂબ આનંદિત અને પ્રોત્સાહીત થયા. આ ઉત્સવને મહોત્સવ બનાવવા બદલ જહેમત ઉઠાવનાર શાળા ક્રમાંક 156ના મુખ્યશિક્ષક શ્રી તરલ પટેલ તથા શાળા ક્રમાંક 164ના મુખ્યશિક્ષક શ્રી સઈદભાઈ પટેલ અને શાળા પરિવારના આભાર CRC શ્રી અમિત ટેલર દ્વારા કરવામાં આવ્યો. CRC શ્રી ડોનિકા ટેલર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને આગળના સ્તરની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

 

ઉત્પાદકો, વિકાસકર્તાઓ, ટેકનોલોજી પ્રદાતાઓ, વેપારીઓ અને સલાહકારો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે
સુરત:
ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોની ત્રીજી આવૃત્તિ 13-14-15 સપ્ટેમ્બર 2024 ના રોજ સુરતના સરસાણા ખાતેના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવું છે. જેમાં ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન ગુજરાતી અભિનેતા અને ઓપેરા એનર્જી બ્રાન્ડ એમ્બેસેડર હિતેન કુમાર 13 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10 કલાકે સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી, દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના ઉપપ્રમુખ દિલીપ હીરાપરા, દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના સેક્રેટરી કિશન ઠુમ્મર, ઈવાન્તા એનર્જી વિભાગના મેનેજિંગ ડિરેક્ટર હરદીપ ગાજીપરા, વિશાલ શ્રીવાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રામ, હેડ ઓફ ઓપરેશન્સ, ઇવાન્તા એનર્જી અને હૈદરાબાદના મીડિયા ડે માર્કેટિંગના ડાયરેક્ટર રામ સોંડલકર હાજર રહ્યા હતા.
ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પો નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રના હિસ્સેદારો જેમ કે ઉત્પાદકો, વિકાસકર્તાઓ, ટેક્નોલોજી પ્રદાતાઓ, વેપારીઓ અને સલાહકારો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સૌર, પવન, હાઇડ્રો અને બાયો એનર્જી, કાર્બન ક્રેડિટ અને મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ભૂમિકા પર રહો. ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પો નેટ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના ભારત સરકારના ઉદ્દેશ્યને અનુરૂપ છે. તેનો ઉદ્દેશ્ય સામાન્ય વપરાશકર્તાઓમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાના ફાયદા વિશે જાગૃતિ લાવવાનો અને એક્સ્પોમાં ઉદ્યોગના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે.
3-દિવસીય એક્સ્પોમાં લગભગ 7000 મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે અને તેમાં ગોલ્ડી સોલર, રેડ્રેન, ઓપેરા એનર્જી, ગૌતમ સોલાર, ઓસ્વાલ, પ્રીમિયર એનર્જી, ઇવાન્તા, માઇક્રોટેક જેવા ખેલાડીઓ સહિત 70 થી વધુ પ્રદર્શકો 700 થી વધુ વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ એક્સ્પો નવીનીકરણીય ઉર્જા ઉદ્યોગમાં ટેક્નોલોજીઓ અને ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણીનું પ્રદર્શન કરશે અને નવા વ્યવસાયિક જોડાણો શોધવા, ઉદ્યોગ નિષ્ણાતો સાથે જોડાવા અને ભાવિ વ્યવસાયિક ભાગીદારો શોધવા માટે એક શ્રેષ્ઠ વન સ્ટોપ ડેસ્ટિનેશન હશે. કે.પી. ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ ઈવેન્ટનું પ્લેટિનમ સ્પોન્સર છે.

आईपीकेएल का मेगा लॉन्च कम इवेंट

 

भारतीय प्रीमियर कबड्डी लीग का महामुकाबला

आज चंडीगढ़ में होगा ट्रॉफी, जर्सी और टीम का भव्य अनावरण

चंडीगढ़, 12 सितंबर।
भारतीय प्रीमियर कबड्डी लीग (आईपीकेएल) अपने मेगा लॉन्च इवेंट के साथ कबड्‌डी की दुनिया में एक नया अध्याय जोड़ने के लिए तैयार है। आज चंडीगढ़ में कबड्डी का महाकुंभ का आगाज हो रहा है। चंडीगढ़ में होने वाले
बहुप्रतीक्षित आयोजन में कबड्डी जगत के दिग्गज सितारे मौजूद रहेंगे। कार्यक्रम में ट्रॉफी, जर्सी और टीम का अव्य अनावरण किया जाएगा । इस इवेंट से आईपीकेएल के आगामी रोमांचक सीजन की शुरुआत होगी। यह मेगा लॉन्च इवेट कबड्‌डी के प्रति आईपीकेएल की प्रतिबद्धता को दर्शाएगा। कबड्डी के खेल को राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर बढ़ावा देने के साथ-साथ परंपरा और आधुनिकता का संगम प्रस्तुत करेगा।इस दौरान आईपीकेएल ट्रॉफी का अनावरण किया जाएगा। जो कबड्डी के खेल की ताकत, रणनीति और सहनशीलता का प्रतीक माना जाता है। कार्यक्रम के दौरान खास आकर्षण के दौरान सभी टीमों की आधिकारिक जर्सी प्रस्तुत की जाएगी।जर्सी प्रत्येक टीम की पहचान और भावना को दर्शाती है।

कार्यक्रम के दौरान ने टीम का अनावरण भी होगा और इस रोमांचक पल में उन टीमों का परिचय कराया जाएगा, जिनमें अंतर्राष्ट्रीय और भारतीय खिलाड़ी शामिल होंगे, जो आईपीकेएल के पहले सीजन में प्रतिस्पर्धा करेंगे।
यह आयोजन एक ऐतिहासिक पल होगा, जो आईपीकेएल की ग्रामीण प्रतिभाओं को सशक्त करने और कबड्‌डी के प्रति वैश्विक प्रशंसा बढ़ाने की दिशा में एक बड़ा कदम है।जहां कार्यक्रम में मुख्य अतिथि के रूप में मंजीत छिल्लर शामिल होंगे. वहीं इवेंट में खेल, मीडिया और मनोरंजन जगत की प्रमुख हस्तियाँ शामिल होंगी।