Posts by: abhay_news_editor

વિશ્વગુરુ – જ્યાં લડાઈ છે શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી!
વિશ્વગુરુ ફિલ્મ 1 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ હાજર રહ્યા અને દર્શકોમાંથી શરૂઆતથી જ તદ્દન સારો પ્રતિસાદ મળ્યો.
વિશ્વગુરુ એક એવી ફિલ્મ છે કે જે માત્ર દેશભક્તિના ભાષણોથી નહીં, પણ કાર્યશીલ વિચારોથી આગળ વધે છે. ફિલ્મની કહાણી આજના સમયમાં પણ સંબંધિત લાગે એવું પ્લોટ ધરાવે છે – જ્યારે એક વિદેશી તાકાત ભારતને અંદરથી ખોખલું કરવા વિવિધ ઉપાયો અજમાવે છે, ત્યારે એક સંસ્થા જ્ઞાન અને સંસ્કૃતિના આધારે તેનો સામનો કરે છે.
મુકેંશ ખન્ના ‘કશ્યપ’ તરીકે શ્રેષ્ઠ અભિનય રજૂ કરે છે. આ ફિલ્મ થકી તેમણે ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું છે. તેમણે હિંદી ભાષામાં પોતાનો પાત્ર જીવંત કર્યો છે. ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારદ્વાજ, શ્રદ્ધા ડાંગર અને સોનૂ ચંદ્રપાલ જેવા અવ્વલ કક્ષાના કલાકારોએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. દરેક પાત્રમાં સ્પષ્ટ આદર્શો અને આંતરિક સંઘર્ષ જોવા મળે છે. ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનારે કર્યું છે અને નિર્માણ સુકૃત પ્રોડક્શન્સ દ્વારા થયું છે. આ દરેકની મહેનત રંગ લાવશે તે તો નક્કી જ છે.

ફિલ્મનું દિગ્દર્શન અને ફિલ્મેટોગ્રાફી તદ્દન ધ્યાં ખેંચે તેવી છે. ક્યાંક ભારતીય શાસ્ત્રોનો ઊંડો આધાર છે તો ક્યાંક આધુનિકતાની નાની ઝલક પણ દેખાય છે. લડાઈ શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી જીતી શકાય છે !– એવો સંદેશ વારંવાર સ્પષ્ટ રીતે દેખાય છે. મેહુલ સુરતીનું સંગીત ફિલ્મને ભાવનાત્મક ઊંચાઈ આપે છે.
કુલ મળીને વિશ્વગુરુ એ એવી ફિલ્મ છે કે જે ફક્ત ગુજરાતી સિનેમાની કસોટી ઉપર નહીં, પણ દરેક ભારતીય માટે એક વિચાર જગાવતી ફિલ્મ બની શકે. ફિલ્મના કેટલાક સંવાદ લાંબા સમય સુધી દિમાગમાં રહેશે અને એને માત્ર એક ફિલ્મ નથી પણ સારો સંદેશ આપતી કહાણી છે.

લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન
સુરત: સુરત શહેરમાં આજરોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૪૦ બેડની લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા, પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી કમલવિજય તુલસીયાન અને નવી સિવિલ હોસ્પિટલના પ્રો. શ્રી પ્રહ્લાદ રાયના હસ્તે કરવામાં આવ્યું.
લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24*7 ઇમરજન્સી સેવાઓ સાથે કાર્યરત રહેશે અને 18 નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા વિવિધ પ્રકારની બીમારીઓની સારવાર પૂરી પાડશે. આ ટીમમાં ડૉ. તેજસ એસ. જરીવાલા (લેપ્રોસ્કોપિક સર્જન), ડૉ. રોહન જરીવાલા (ફિઝિશિયન), ડૉ. પ્રશાંત પટેલ (ન્યુરોસર્જન), ડૉ. શમીમ શેખ (ફિઝિશિયન), ડૉ. હર્દિક પટેલ (ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ), ડૉ. વિજેશ રાજપૂત (ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ), ડૉ. અશ્કા શાહ (સ્કિન સ્પેશિયાલિસ્ટ), ડૉ. રુતા સવજ શાહ (ન્યુરોફિઝિશિયન), ડૉ. કૃપા મજમુદાર (ડાયટિશિયન), ડૉ. પાયલ મોદી (ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. રામ પટેલ (યુરોસર્જન), ડૉ. અનસ એ. શેખ (ઓર્થોપેડિક સર્જન), ડૉ. વિરલકાંત ચૌધરી (પ્લાસ્ટિક સર્જન), ડૉ. ટ્વિંકલ પટેલ (ઇએનટી સર્જન), ડૉ. પ્રણવ પચચીગર (મનોચિકિત્સક), ડૉ. મૃણાલ મોદી (એક્યુપંકચરિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. સતીશ દેસાઈ (રેડિઓલોજિસ્ટ), અને ડૉ. કેતન જાગીરદાર (પેથોલોજિસ્ટ) સામેલ છે. હોસ્પિટલમાં એક્સ-રે, સોનોગ્રાફી, મેડિકલ સ્ટોર જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે દર્દીઓને એક જ છત નીચે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.

આ હોસ્પિટલનો પાયો ડૉ. તેજસ જરીવાલા દ્વારા નાખવામાં આવ્યો છે, જેમની આગેવાની હેઠળ આ નિષ્ણાંત ટીમ દર્દીઓની સેવામાં સમર્પિત રહેશે.
મજૂરા ગેટ સ્થિત કૈલાસ નગર સર્કલ પાસે સ્થિત વ્હાઇટ વિંગ્સ મેજોરિસ ખાતે શરૂ થયેલ લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતના નાગરિકો માટે આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરશે અને ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડશે.
સંપર્ક માટે:
લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
વ્હાઇટ વિંગ્સ મેજોરિસ, કૈલાસ નગર સર્કલ, મજૂરા ગેટ, સુરત.
ફોન: 951 2462222, 0261 2462222

ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા “ગંગા & જોગી” પરફ્યુમ લોન્ચ કરાયું
ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા ભારતીય વારસા અને આધુનિક વૈભવીતાનો સુગંધિત ઉજવણી કરતું પરફ્યુમ “ગંગા & જોગી” લોન્ચ કરાયું છે. લોન્ચિંગ સમયે વિંદુ દારા સિંહ, નવીન પ્રભાકર, મૃણાલ દેસરાજ, ડૉ. અનિલ મુરારકા, રામજી ગુલાટી, ધરતી ગુલાટી, અંકિતા મૈથી, પ્રિયંકા બજાજ, પ્રશાંત વીરેન્દ્ર શર્મા, સિદ્ધાર્થ બજાજ, શ્વેતા પંડિત, અર્શી ખાન, રોહિત વર્મા, માધુરી પાંડે, રેહાન શાહ, કવિતા વર્મા, આરતી નાગપાલ, નવપ્રીત કૌર, દીપક સિંહ, ગુરપ્રીત કૌર ચઢ્ઢા, અદિતિ શેટ્ટી, રાકેશ પૌલ, વિકાસ વર્મા, મિતાલી હાજર રહ્યા હતા. નાગ, રાજીવ રોડા, વિપિન અનેજા, ગુલફામ ખાન, નિવેદિતા બાસુ, નાસિર ખાન, દિવ્યાંક પાટીધર અને બીજા ઘણા ઉપસ્થિતિ જોવા મળી.
પરફ્યુમરીની દુનિયામાં એક નવું નામ, ફ્રેગ્રન્ટા બાય લીના જૈન, ગર્વથી તેની પ્રથમ ફ્રેગરન્સ જોડીના લોન્ચની જાહેરાત કરે છે; ગંગા અને જોગી – પરફ્યુમની જોડી જે ભારતના સસ્તા લક્ઝરી સેગમેન્ટમાં સંવેદનાત્મક ક્રાંતિની શરૂઆત કરે છે.
ફ્રેગ્રન્ટાના સ્થાપક લીના જૈન કહે છે, “ફ્રેગન્ટા નો જન્મ એક સરળ છતાં શક્તિશાળી વિચારમાંથી થયો હતો કે વૈભવી વસ્તુઓ મહત્વાકાંક્ષી બનવા માટે વિદેશથી આવવી જરૂરી નથી. ભારતની સુગંધ, વાર્તાઓ અને ભાવના વિશ્વને પ્રેરણા આપવા માટે પૂરતી સમૃદ્ધ છે. ગંગા અને જોગી સાથે, અમે ફક્ત પરફ્યુમ જ નહીં, પરંતુ ભાવનાત્મક અનુભવો પણ લોન્ચ કરી રહ્યા છીએ જે યાદો, ગૌરવ અને ઓળખને ઉત્તેજીત કરે છે. ફ્રેગન્ટા એ ભારતના સંવેદનાત્મક વારસા પ્રત્યેનું મારું સમર્પણ છે, જે આધુનિક, સભાન ગ્રાહક માટે ફરીથી કલ્પના કરાયેલ છે.”
ફ્રેગેન્ટા એ એક એવું આંદોલન છે જે વૈભવી જીવનશૈલીની પરંપરાગત પાશ્ચાત્ય સમજણથી હટીને તેને નવા રીતે વ્યાખ્યાયિત કરે છે – જ્યાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વૈભવના શ્રેષ્ઠ સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. સુગંધ અને ભારતીયતા વચ્ચેના અનન્ય સંયોજનથી જન્મેલો “ફ્રેગેન્ટા” નામ એ બ્રાન્ડના મિશનનું પ્રતિક છે – એક એવું મિશન જે ઘરેલુ શાહીપણું આપે છે, વિશ્વસ્તરીય ફોર્મ્યુલેશન સાથે જે ભાવનાત્મક રીતે જોડાણ પામે છે, ભારતીય પરંપરાઓમાં ગહેરાઈથી વિસ્તરેલ છે, પરંતુ આજના આધુનિક અને સમજદારીથી ભરેલા ગ્રાહક માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ છે.
એફોર્ડેબલ લક્ઝરીના સ્પેસમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા ફ્રેગેન્ટા વર્લ્ડ ક્લાસ ગુણવત્તાનું એવું વચન આપે છે જે જૂની યાદો, આત્મીયતાનો અનુભવ અને ભાવનાત્મક વાર્તાકથનથી ઓતપ્રોત આત્માને સ્પર્શે છે. ફ્રેગેન્ટાનું પરફ્યુમરી પ્રત્યેનું નવતર દૃષ્ટિકોણ એ છે કે તે ઉત્પાદનોને જોડીઓમાં લોન્ચ કરે છે — જે ભારતીય બંધનોથી પ્રેરિત હોય છે; માનવતા, ભાવનાત્મકતા અને આધ્યાત્મિકતા જેવી ભાવનાઓ સાથે જોડાયેલા હોય છે; અને દરેક સુગંધ પોતાની એક અનોખી કહાની કહે છે જ્યારે તે અન્ય સુગંધને વધુ અર્થસભર બનાવે છે.
ગંગા અને જોગી સાથે, ફ્રેગેન્ટા તેની શરૂઆતની સુગંધયાત્રા રજૂ કરે છે. એક આદર્શ જોડીરૂપે કલ્પાયેલ, સ્વતંત્ર છતાં ઊંડાઈથી જોડાયેલી આ બન્ને સુગંધો આધુનિક ભારતની ધબકારને રજૂ કરે છે અને સાથે સાથે તેની શતાબ્દીઓ જૂની આત્માને ટ્રિબ્યુટ પણ અર્પે છે.
ગંગા એ પ્રેમ અને યાદોની એક નાજુક, પુષ્પમય સરગમ છે — જુના પત્રોમાં દબાયેલી ચમેલીની ખુશ્બુની યાદ આપતી કે પ્રેમી દ્વારા અપાયેલા ગુલદસ્તાની તાજગી જેવી. આ સુગંધ આત્મીયતા અને શાશ્વત લીલાવતિતા નો અનુભવ કરાવે છે. દીર્ઘકાળીની નજીકતાની ભાવના સાથે, ગંગા એ પ્રેમ અને મૂળભૂત નારીત્વ પ્રત્યેની એક સુગંધિત ટ્રિબ્યુટ છે.
જોગી તેનો ખુલ્લા દિલનો સમકક્ષ છે, એક ઉદાર, માટીની સુગંધ જે સંશોધકના આત્માને સ્પર્શે છે. જંગલના ઘાસના મેદાનોમાંથી ફૂંકાતા પવનની જેમ, જોગી સાહસિક, જિજ્ઞાસુ અને મજબૂત વ્યક્તિવાદી છે.
બંને સુગંધ ઉચ્ચ-પ્રદર્શનવાળા આવશ્યક તેલથી ભરેલી છે જે ફક્ત ઉત્કૃષ્ટ ટકાઉપણું અને પ્રક્ષેપણ જ નહીં, પણ એક સંવેદનાત્મક અનુભવ પણ પ્રદાન કરે છે જે હંમેશા માટે સ્મૃતિમાં રહેશે.
ગંગા અને જોગી સાથે મળીને સુગંધના દર્શન રૂપે મેળ ખાય છે, જે ભાવનાત્મક લોકો માટે ભાવનાત્મક પરફ્યુમ બનાવવાનું છે અને ભારતીય વૈભવીને માત્ર એક આકાંક્ષા તરીકે નહીં, પરંતુ જીવંત અનુભવ તરીકે રજૂ કરે છે.
ફ્રેગન્ટા પ્રતિષ્ઠાની આયાતી ધારણાઓને પડકારવા માટે અહીં છે – અને તેના બદલે, ભારતને ઘર જેવું લાગે તેવી વૈભવી ભેટ આપવા માટે છે.

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ના મુખ્ય કલાકારો આજે સુરતના મહેમાન બન્યા
ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ ખૂબ જ જલ્દી રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા લોન્ચ થયું છે અને તેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. આજે ફિલ્મના મુખ્ય કલાકારો સુરતના વિશિષ્ટ મહેમાન તરીકે શહેરમાં પધાર્યા હતા.
અભિનેતા ગૌરવ પાસવાલા, અભિનેત્રી સોનુ ચંદ્રપાલ અને ભાવિની જાની આજે સુરતમાં મીડિયા અને ચાહકો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે દિગ્દર્શક શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર તથા નિર્માતા સતીશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મ ‘વિશ્વગુરુ’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર આંતરિક અવ્યવસ્થાઓ સામે ઊભું રહીને વિશ્વ મંચ પર પોતાનું મહત્વ સ્થાપિત કરે છે. ફિલ્મમાં સામેલ છે શક્તિશાળી સંવાદો, દ્રશ્યો અને ભારતીય સંસ્કૃતિથી ભરપૂર પૃષ્ઠભૂમિ, જે ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રપ્રેમનો ક્રિયાત્મક સંદેશ આપે છે.
ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માણ સતીશ પટેલ અને લેખન કિરીટભાઈ તથા અતુલ સોનાર દ્વારા થયું છે. સુક્રિત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મમાં મુકેશ ખન્ના, કુરૂષ દેબૂ, ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનાલી લેલે, ચેતન દૈયા, ધર્મેશ વ્યાસ અને જાની ભાવિની સહિત અનેક પ્રતિષ્ઠિત કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મનું સંગીત પણ એટલું જ ઊંડાણ ધરાવતું છે, જેમાં મેહુલ સુરતીનું સંગીત અને પાર્થ તર્પારાના ના શબ્દો છે. ગીતોને અવાજ આપ્યો છે આનંદી જોશી અને હરિ ઓમ ગઢવી, જ્યારે ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે.
દિગ્દર્શક શૈલેષ બોઘાણી કહે છે, “વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી – એ એવાં ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ જીવંત હોય.”
સુરતની મુલાકાત દરમિયાન આયોજિત મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ દ્વારા શહેરના દર્શકો અને મીડિયાને આ સિનેમેટિક વિઝનને નજીકથી અનુભવનાં મોકો મળ્યો.

મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ “મહારાણી”ના કલાકારો અને નિર્દેશક સુરતના મહેમાન બન્યા
“મહારાણી” – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી
ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટ થી લઇને ટ્રેલર સુધી લોકો ની ઉત્સુકતા સતત વધતી દેખાઈ છે. ઉપરાંત ફિલ્મ ના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતી ને ખૂબ લોક ચાહના મળી રહેલ છે. ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર તથા અભિનેતા સંજય ગોરાડિયા અને નિર્દેશક વિરલ શાહ સુરતના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. ફિલ્મ ૧ ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાનું છે.
મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘરના માલિક – માનસી પરેખ અને ઓજસ રાવલ ના જીવનની વાર્તા છે. રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.
કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનું સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે.
ફિલ્મ વિશે વાત કરતાં, અભિષેક પાઠક, પ્રોડ્યૂસર અને એમ.ડી., પેનારોમા સ્ટુડિયોઝે કહે છે કે, “પેનારોમા સ્ટુડિયોઝમાં અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે પ્રત્યેક સામાન્ય ભારતીય સાથે સંકળાયેલી હોય. અમને આનંદ અને ગર્વ છે કે અમે એવી ફિલ્મોને સહારો આપી રહ્યા છીએ જે સામાન્ય ક્ષણોમાંથી હાસ્ય અને લાગણી શોધી કાઢે છે. ‘મહારાણી’ લાગણીસભર છે, મનોરંજક છે અને ખાસ તો એ, કે રીયલ છે. એક શાનદાર કાસ્ટ અને દરેક ઘરનું પ્રતિબિંબ એવી કહાની સાથે, અમે દેશભરના દર્શકો માટે આ દિલથી હસાવતી કોમેડી પ્રસ્તુત કરવા ઉત્સુક છીએ.”
ફિલ્મના ડિરેક્ટર, વિરલ શાહ, વ્યક્ત કરે છે કે, “‘મહારાણી’ એવા સંબંધો નો ઉત્સવ છે જેના વિશે ખૂબ ઓછી વાત થાય છે – જે રસોડામાં, લિવિંગ રૂમ માં અને સામાન્ય ચા ના કપ સાથેના મૌન માં છાની રીતે ઘણું કહી જાય છે. આ ફિલ્મ એ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની કહે છે. જાણે સૌના જીવનનો એક ટુકડો લઈ લખી હોય તેવી આ કોમેડી ફિલ્મ ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે ઘણું કહી જાય છે. આ કહાની છે ભાન કરાવે છે કે જે આઝાદી અને સગવડ આપણે અનુભવીએ છીએ તેની પાછળ આપણા જીવનના અમુક મજબૂત પાયા સ્વરૂપ લોકોનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. એક એવી નરમ અને લાગણીસભર કહાની.. જે કહેવી જરૂરી છે.”

ફિલ્મ વિશે માનસી પારેખ કહે છે, “આ ફિલ્મ પર કામ કરતાં મને સમજાયું કે ખરેખર આપણા ઘરની કામવાળી સાથે નો આપણો સંબંધ અતુલ્ય અને બેજોડ છે. ‘મહારાણી’ સ્ત્રી મિત્રતા, આત્મમુલ્ય અને આત્મપ્રેમને પણ મોટા પરિપ્રેક્ષ્યમાં સ્પર્શે છે. આ એક એવી કહાની છે જે સામાન્ય જીવન પર બનેલી એક અદભુત વાત કહી જાય છે. અનેક પ્રતિભાશાળી કલાકારો અને વિરલ જેવા ડિરેક્ટર સાથે કામ કરવું સ્વપ્ન સમાન અનુભવ રહ્યો. મારુ પાત્ર, માનસી, કોઈ પણ સ્વતંત્ર વર્કિંગ વુમન જેવું જ છે – જીવન રોજ નવા ચેલેન્જીસ લાવે છે અને તે પોતાની રીતે તેનું ઉત્તમ રીતે સામનો કરે છે. શ્રદ્ધા સાથે કામ કરવામાં ખૂબ મજા પડી અને જેમ જેમ અમે આ જર્ની માં આગળ વધ્યા તેમ તેમ અમારી વચ્ચે એક ગહન મિત્રતા વિકસી છે જે સ્ક્રીન પર અવશ્ય દેખાશે. હું આતુર છું કે દર્શકો આ ફિલ્મ જોવે અને થિયેટરમાંથી કંઈક મૂલ્યવાન શીખ લઈને નીકળે.”
ફિલ્મ વિશે શ્રદ્ધા ડાંગર કહે છે, “‘મહારાણી’ એક સાધારણ જીવન પર અસાધારણ રીતે લખાયેલી કહાની છે, જે અનેક સ્તરે વ્યક્તિગત રીતે મને જોડે છે. રાણીનું પાત્ર શક્તિ અને આત્મજ્ઞાન દર્શાવે છે. ફિલ્મનો મુખ્ય તત્વ કોમેડી છે અને હું આનો એક ભાગ બની શકી તેનો મને ખૂબ આનંદ છે. માનસી સાથે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો. અમે સાથે મળીને ક્રિએટિવ પ્રોસેસ શેર કરી અને એક એવી મિત્રતા બંધાઈ ગઈ છે જે સ્ક્રીન પર તેમજ સ્ક્રીન બહાર લોકોને જરૂર દેખાશે. ‘મહારાણી’ એક અનોખી ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકો આ ફિલ્મનો પુરેપુરો આનંદ લેશે.”
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .
ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહએ દિગ્દર્શન આપ્યું છે, જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે. મહારાણી એ એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેની ઘરકામ માટેની કામવાળી વચ્ચેના સૂક્ષ્મ પણ ખાસ સંબંધને હળવા હાસ્ય અને ડ્રામા સાથે રજૂ કરે છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે.
કામેડી, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કર્યો ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત: જ્યાં શીખવાની સાથે તેજ પણ ચમકે
સુરત, જુલાઈ 2025:વિદ્યાર્થીઓને શૈક્ષણિક પાઠ્યપુસ્તકો ની બહાર પણ વ્યવહારિક અનુભવ મળી રહે તે માટે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ સુરત સ્થિત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી.
આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ જીવંત જોઈ શક્યું કે કઈ રીતે એક ખડક જેવો હીરા ધીરેધીરે અત્યાધુનિક તકનિકીઓ અને કુશળ હસ્તકલા દ્વારા ઝગમગતા રત્નમાં પરિવર્તિત થાય છે.
વિદ્યાર્થીઓને હીરા વિષયક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી, જેમાં Cut, Clarity, Colour અને Carat (4Cs) વિશે વ્યાખ્યાં આપવામાં આવી. વિદ્યાર્થીઓએ હીરાના કટિંગ, પોલીશિંગ, ગ્રેડિંગ, કીમત આંકવી અને એક્સપોર્ટ પ્રક્રિયા જેવી અનેક સ્ટેજીસનો નિકટથી અભ્યાસ કર્યો.
વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ શૈક્ષણિક જ નહીં પરંતુ પ્રેરણાદાયક અને દ્રષ્ટિવિસ્તારક પણ સાબિત થયો. વિદ્યાર્થીઓએ ન માત્ર હીરાના વ્યવસાય વિશે જાણવા મળ્યું, પરંતુ જેમોલોજી, ડિઝાઇનિંગ, ક્વાલિટી કન્ટ્રોલ અને આંતરરાષ્ટ્રીય વેપાર જેવા ક્ષેત્રોમાં કરિયર બનાવવાની શક્યતાઓ વિશે પણ વિચારવિમર્શ કર્યો.
શાળાની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ પ્રસંગે જણાવ્યું:
“શિક્ષણ ત્યારે વધુ અર્થસભર બને છે જ્યારે તે વર્ગખંડની બહાર નીકળે છે અને વાસ્તવિક દુનિયા સાથે જોડાય છે. આ પ્રકારના પ્રવાસ વિદ્યાર્થીઓને પડકારવા, પ્રેરણા આપવા અને તેમનાં વિચારવિસ્તારને વિસ્તૃત કરવા માટે અત્યંત જરૂરી છે.”
પ્રવાસના અંતે વિદ્યાર્થીઓ માટે એક ક્યુ & એ સત્ર પણ યોજાયું, જ્યાં વિદ્યાર્થીઓએ કુદરતી હીરા અને લેબ-ગ્રોઅન હીરા, તેમજ આ ઉદ્યોગની નૈતિકતા અને વૈશ્વિક માંગ વિશે ઉત્સાહભર્યા પ્રશ્નો પૂછ્યા.
વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ માત્ર એક શૈક્ષણિક યાત્રા નહોતો — પરંતુ તે એક એવી ક્ષણ બની, જ્યાં જ્ઞાન, તકનિકી, ઉત્સુકતા અને દૃષ્ટિ એકસાથે ચમકી ઉઠી.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં, અમારું ધ્યેય છે દરેક વિદ્યાર્થીઓને શિક્ષિત કરવું, પ્રેરણા આપવી અને ભવિષ્ય માટે તૈયાર કરવો — અને આ પ્રકારના અનુભવો તે દિશામાં મજબૂત પગલાં છે.

વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં “ટ્રેશ ટુ ટ્રેઝર” પ્રવૃત્તિનો ભવ્ય આયોજન: સર્જનાત્મકતા અને પર્યાવરણીય જાગૃતિનું મજબૂત સંયોજન
સુરત, જુલાઈ 2025: વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી ભાવના વિકસાવવા માટે એક અનોખી પ્રવૃત્તિ “ટ્રેશ ટુ ટ્રેઝર”નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વેસ્ટ મટિરિયલ — જેમ કે જૂના અખબાર, પ્લાસ્ટિકની બોટલ, કાર્ડબોર્ડ, તૂટી ગયેલા રમકડાં અને કપડાંના ટુકડા વગેરે —માંથી નવા અને ઉપયોગી આર્ટ પીસ બનાવ્યા.
સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતા સામાનમાંથી વિદ્યાર્થીઓએ નવી વિચારશક્તિ અને કલ્પનાથી સુંદર ચીજવસ્તુઓ તૈયાર કરી, જે જોઈને બધાં આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પુનઃઉપયોગ (reuse), રીસાયકલિંગ અને પર્યાવરણ બચાવના મહત્વની શીખ આપવામાં આવી.
પ્રવૃત્તિ દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરેક સર્જનાત્મક કલાત્મક કાવ્ય પાછળ રહેલી વિચારધારાને પ્રશંસા મળતી રહી.
આ અવસરે પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ કહ્યું:
“વ્હાઇટ લોટસ સ્કૂલમાં અમારું ધ્યેય છે કે વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પણ તેમને જવાબદાર, સર્જનાત્મક અને પર્યાવરણપ્રેમી નાગરિક બનાવીએ. ‘ટ્રેશ ટુ ટ્રેઝર’ પ્રવૃત્તિએ બાળકોમાં નવી દૃષ્ટિ અને જવાબદારી ભાવના ઉભી કરી છે.”
આ પ્રવૃત્તિ ખૂબ જ આનંદદાયક રહી અને બાળકોની કલા સાથે સંવેદનાને પણ ઉજાગર કરતી બની. વિદ્યાર્થીઓએ પોતાનું સર્જન આત્મવિશ્વાસપૂર્વક રજૂ કર્યું અને શાળાએ એક મજબૂત સંદેશ આપ્યો — કે દરેક બાળકમાં બદલાવ લાવવાની ક્ષમતા છે, બસ જરૂરી છે તક અને માર્ગદર્શનની.

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સુરતનો અયાઝ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
સુરત: ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. જર્મનીના રુહરમાં 16થી 27 જુલાઈ દરમિયાન યોજાનારી FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમનું નેતૃત્વ ગુજરાતનો 23 વર્ષીય આયાઝ મુરાદ કરશે. આયાઝની સાથે સુરતના જ 20 વર્ષીય દેવર્ષ વાઘેલાએ પણ ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ બંને ખેલાડીઓએ સુરતની એસએજી-તાપ્તી વેલી હાઈ પરફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટરમાં બે વર્ષથી તાલીમ લઈને પોતાની કૌશલ્યોને નિખારી છે.
ભારતીય ટીમ ટીમ ઈવેન્ટ, સિંગલ્સ, પુરુષ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ભાગ લેશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું, “આયાઝ અને દેવર્ષની પસંદગી ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. અમારી હાઈ-પરફોર્મન્સ એકેડેમીમાં તેમની તૈયારીઓ શાનદાર રહી છે, અને અમને આશા છે કે તેઓ ભારતીય ટીમ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે.”
આયાઝ અને દેવર્ષ સાથે ભારતીય પુરુષ ટીમમાં હરકુવર સિંહ અને ચિત્વન વાધવા પણ સામેલ છે, જ્યારે મહિલા ટીમમાં તનીષા કોટેચા, પ્રીથા વર્તીકર, સુહાના સૈની અને સાયલી વાણી દેશનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતના ખેલાડીઓની આ સફળતા રાજ્યના રમતગમત જગત માટે એક નવો અધ્યાય ઉમેરે છે.

વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્વેસ્ટિચર સેરેમની 2025 નું ભવ્ય આયોજન: વિદ્યાર્થીઓના નેતૃત્વના નવા અધ્યાયની શરૂઆત
સુરત, 18 જુલાઈ, 2025: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ખૂબ જ ગૌરવ અને ઉત્સાહ સાથે ઇન્વેસ્ટિચર સેરેમની 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવા ચૂંટાયેલા સ્ટૂડન્ટ કાઉન્સિલના હોદેદારોને સન્માનપૂર્વક તેમના પદસ્નેહનો કાર્યભાર સોપવામાં આવ્યો. આ પ્રસંગ નેતૃત્વ, જવાબદારી અને પ્રતિબદ્ધતાનું ઉત્સવ રૂપે ઉજવાયો હતો, જ્યાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસભેર પોતાની ભૂમિકા સ્વીકારી.
કાર્યક્રમનું શુભારંભ સ્વાગત ભાષણ સાથે થયું અને ત્યારબાદ વિદ્યાર્થીઓને બૅજ અને sash પહેરાવી નેતૃત્વ પદે નિયુક્ત કરવામાં આવ્યા. આ વર્ષે હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કૅપ્ટન્સ, હાઉસ પ્રીફેક્ટ્સ, શિસ્ત કૅપ્ટન (Discipline Captain) અને પર્યાવરણ અને સ્વચ્છતા કૅપ્ટન (Environment & Cleanliness Captain) સહિતના પદો માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ સભાની સામે શપથ લીધા કે તેઓ પોતાની જવાબદારી ઈમાનદારી, ન્યાય અને સમર્પણભાવ સાથે નિભાવશે. શપથ વિધીમાં તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ જણાઈ — શાળાના શિસ્તબદ્ધ વાતાવરણ જાળવવા, એકતા વધારવા અને સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેઓ સજાગ છે.
હાઉસ પ્રીફેક્ટ્સ હાઉસ કૅપ્ટન્સની સાથે આંતરહાઉસ પ્રવૃત્તિઓ યોજવામાં મદદરૂપ બનશે. શિસ્ત કૅપ્ટન શાળાની નિયમશીળતા અને શિસ્ત જાળવશે. તેમજ પર્યાવરણ અને સ્વચ્છતા કૅપ્ટન સમગ્ર શાળા પરિસરમાં સફાઈ અને પર્યાવરણની જાગૃતિ માટે કામગીરી નિભાવશે.
શાળાની પ્રમુખશ્રી શ્રીમતી પૂર્વિકા સોલંકીએ પ્રસંગે કહ્યું:
“નેતૃત્વ એ માત્ર પદ નહીં, પણ તે કાર્ય અને દૃષ્ટિ છે. અમને ગર્વ છે કે અમારા વિદ્યાર્થીઓ આ જવાબદારીને પરિપક્વતા અને સંવેદનશીલતાથી નિભાવવાની તૈયારી સાથે આગળ વધ્યા છે. આ વિદ્યાર્થીઓ ભવિષ્યના સાચા નેતાઓ છે.”
આ ઉજવણી ઉમંગભેર અને ઊર્જાભર્યા તાળીઓ સાથે પૂરી થઈ. નવા નિયુક્ત નેતાઓ એક નવી શરુઆત માટે આત્મવિશ્વાસ સાથે તૈયાર દેખાયા. ઇન્વેસ્ટિચર સેરેમની 2025 એ શાળાની એવી દ્રષ્ટિને ઉજાગર કરે છે — જ્યાં નેતૃત્વ ઉત્પન્ન થાય છે જવાબદારી, દૃષ્ટિ અને સેવાભાવના આધારે.

સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત: વ્હાઇટ લોટસમાં ડૉ. પૂજા અરોરાનું પોષણ માર્ગદર્શન
વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે હંમેશાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વિશ્વાસ રાખ્યો છે — જ્યાં શૈક્ષણિક સિદ્ધિ સાથે જીવનશૈલી અને આરોગ્ય અંગે જાગૃતિ પણ અત્યંત મહત્વ ધરાવે છે. આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને, 15 જુલાઈ 2025ના રોજ શાળાએ એક અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કર્યું હતું, જેમાં વિષય હતો: “સ્વસ્થ ખોરાકની આદતો અને દૈનિક આહારમાં ખાંડનો વપરાશ મર્યાદિત કરવાનો મહત્ત્વ.” આ સત્ર માટે ખાસ આમંત્રિત થયેલા મહેમાન હતા જાણીતા પોષણ તજજ્ઞ અને બાળ આરોગ્ય નિષ્ણાત ડૉ. પૂજા અરોરા, જેમણે તેમના સરળ પણ અસરકારક અવલોકનોથી વિદ્યાર્થીઓને આકર્ષ્યા. તેમણે સંતુલિત આહાર વિશે વિદ્યાર્થીઓ ને સમજાવ્યું,જેમાં તાજા ફળો, લીલી શાકભાજી, સંપૂર્ણ અનાજ, પ્રોટીન યુક્ત ખોરાક અને પૂરતું પાણી પીવાનું મહત્વ રજુ કર્યું. તેમણે ખાસ કરીને આ વાત પર ભાર મૂક્યો કે આજના બાળકોના જીવનમાં ખાંડનું વધારે પ્રમાણ કેવો ખતરો ઉભો કરી શકે છે. તેમણે છુપાયેલી ખાંડ વિષે ચર્ચા કરતાં કહ્યું કે પેક કરેલા નાસ્તા, મીઠા પીણાં, સીરિયલ્સ અને ડેસર્ટ જેવા ખોરાકમાં ખાંડ વધારે હોય છે જેને બાળકો અવગણતા હોય છે. તેમણે સમજાવ્યું કે વધારે ખાંડના સેવનથી થાક, ધ્યાનની અછત, જેમ કે માથા નો દુખાવો, મહુમેરો અને હ્રદયરોગ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આ સત્ર ખૂબ જ ક્રિયાશીલ રહ્યું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાનાં આહાર વિશે ચર્ચા કરી અને અનેક ઉપયોગી પ્રશ્નો કર્યા. ડૉ. અરોરાએ સરળ વિકલ્પો સૂચવ્યા જેમ કે શક્કરયુક્ત પીણાંના બદલે નાળિયેર પાણી કે લીમડું પાણી, મીઠાઈની જગ્યાએ ફળો અને બહારના નાસ્તાના બદલે ઘરમાં બનેલા સ્વસ્થ નાસ્તાનો ઉપયોગ. તેમણે બાળકોને પોતાના ઘરમાં પણ આરોગ્ય વિશે જાગૃતિ લાવવાનું આહવાન આપ્યું. સત્રના અંતે શાળાની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ ડૉ. અરોરાનો દિલથી આભાર માન્યો અને જણાવ્યું કે સાચી શિક્ષા એ છે જેમાં બાળકો જીવન જીવી શકે તેવી સારા સંસ્કાર અને આરોગ્યદાયક આદતો શીખે. તેમણે કહ્યું કે સ્કૂલ શૈક્ષણિક સિદ્ધિ પૂરતી નથી, પરંતુ આપણાં બાળકો જાગૃત, જવાબદાર અને સ્વસ્થ નાગરિક બને તે એકદમ મહત્વપૂર્ણ છે. પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દ્રષ્ટિઉમટ પ્રશ્નો પૂછ્યા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ ખોરાક અને ખાંડના ઉપયોગ અંગે ઊંડો વિચાર કર્યો અને સારાં બદલાવ લાવવાનો સંકલ્પ લીધો. આવા સત્રો દ્વારા વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકોને માત્ર શૈક્ષણિક રીતે નહીં, પણ શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત અને સ્વસ્થ નાગરિક બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે