Posts by: abhay_news_editor

સુરતમાં 16મી જાન્યુઆરીથી આંતરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં ઐતિહાસીક શિવ મહાપુરાણ કથાનું આયોજન
ડિંડોલી – પલસાણા રોડ પર ખરવાસા વેદાંત સીટી ખાતે આયોજિત ભવ્ય શિવ મહાપુરાણ કથામાં રોજ 10 લાખ થી વધુ ભકતો લેશે કથા શ્રવણનો લાભ
5 મી જાન્યુઆરીએ કથાસ્થળ પર રુદ્રાભિષેક અને 12 મી જાન્યુઆરીએ કળશ યાત્રાનું આયોજન
160 વીઘામાં પાર્કિગની વ્યવસ્થા સાથે કથા સ્થળ પર જર્મન પંડાલ નું નિર્માણ
સુરત. સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ શ્રી પંડિત પ્રદીપ મિશ્રા જી (સિહોર વાલે) ના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભકતો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે, જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું રહ્યું છે. આ આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભકતો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સમ્રાટ પાટીલ અને સુનીલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડિંડોલી – પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સીટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં 200 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓ થી સજ્જ જર્મન પંડાલ હશે.સાથે જ ભકતો માટે 160 વીઘામાં વિશાળ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટિલે જણાવ્યું હતું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છે. ડિંડોલી – પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સીટી ખાતે તારીખ 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ભૂતો ન ભવિષ્યતિ આ આયોજનમાં એક સાથે 15 લાખ લોકો બેસીને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું 200 વીઘા જગ્યામાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાન માં રાખી વિશાળ રસોડું સાતો દિવસ 24 કલાક ચાલુ રહશે એટલે કે ભકતો ગમે ત્યારે મહાપ્રસાદીનું આચમન કરી શકશે. આ માટે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે. વિવિધ પ્રકારની સેવાઓ ભકતો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભકતો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે ઉમટી રહ્યા છે. એટલું જ નહીં પણ 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20 હજારથી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવા આવી રહ્યા છે.
– પહેલા દિવસથી રસોડું કાર્યરત :-
શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજનની તૈયારીના પહેલા દિવસથી જ અહીં ભકતો માટે રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે સ્વયંભૂ આવી રહ્યા છે ત્યારે સેવાદારો માટે સવાર સાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહી પણ કથા આયોજનમાં દિવસો દરમિયાન સ્થળ પર 24 કલાક મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
– આયોજનની બંને દિશાએ બે કિમીના અંતરે પાર્કિગની વ્યવસ્થા
શ્રી શિવ મહાપુરાણ કથામાં રોજ દસથી પંદર લાખ ભક્તો ઉમટી પડશે ત્યારે આયોજકો દ્વારા કથા સ્થળથી બંને દિશામાં બે કિમીના અંતરે વિશાળ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભકતો પોતાના વાહન સુ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરી શકે તે માટે 160 વીઘામાં પાર્કિંગ ઝોન બનવામાં આવ્યું છે. પાર્કિંગ સ્થળ પર વ્યવસ્થા સાંભળવા માટે પણ મોટી સંખ્યામાં સ્વયમ્ સેવકો ઉપસ્થિત રહશે.
– ધાર્મિક આયોજન સાથે માનવ સેવા
ભવ્ય અને દિવ્ય એવા શિવ મહાપુરાણ કથાના આયોજન સાથે જ સાંઈ લીલા ગ્રુપ દ્વારા 29મી ડિસેમ્બરથી માનવ સેવાનું કાર્ય પણ કથા સ્થળે થઈ રહ્યું છે. અહીં રક્તદાન શિબિરના આયોજન માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.
5મી જાન્યુઆરીએ રુદ્રાભિષેક અને 12મી જાન્યુઆરીએ કળશ યાત્રાનું આયોજન
સાંઈ લીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાના આયોજન પહેલા 5મી જાન્યુઆરીના રોજ કથા સ્થળ પર રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 12મી જાન્યુઆરીના રોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે દસ વાગે મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મંદિર ખાતેથી કળશ યાત્રાની શરૂઆત થશે અને ખરવાસા વેદાંત સીટી સ્થિત કથા સ્થળ પર પૂર્ણાહુતિ થશે.

INS PLUS હોસ્પિટલ ના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્રારા VALVE IN VALVE TAVI ની સફળ સર્જરી
નવસારી (ગુજરાત) [ભારત], 1 જાન્યુઆરી: INS Plus હોસ્પિટલની શરૂઆત નવસારીમાં આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે થઈ. અહીં 24 કલાકની કાર્ડિયોલોજી અને ન્યૂરોલોજી સેવાઓની ઘણી જરૂરિયાત હતી, જે આ હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવી. અનુભવી ડૉક્ટરો અને આધુનિક પદ્ધતિ સાથે INS Plus એ સસ્તી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરી છે. આ હોસ્પિટલ સ્થાનિક રહેવાસીઓ તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ મેળવનારી બની છે અને અનેક જીવ બચાવવાનો અભિનવ પ્રયાસ કરી રહી છે. INS Plus હંમેશા શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરવા અને નવસારીના લોકોની ભલાઈ માટે કાર્યરત રહેવામાં પ્રતિબદ્ધ છે.
INS PLUS હોસ્પિટલ ૩૫+ ડોકટરો, ૭૫ બેડ અને ૨૦૦ સ્ટાફ ધરાવતી એકમાત્ર હોસ્પિટલ નો શુભારંભ જાન્યુઆરી ૨૦૨૩માં નવસારી ખાતે કરવામાં આવ્યો હતો. નવસારી તેમજ આજુબાજુ માં વસતા રહેવાસીઓ માટે આરોગ્યને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાના નિવારણ માટે INS PLUS હોસ્પિટલ 24×7 અત્યાધુનિક, સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડૉકટરો ની ટીમ દ્વારા અફોર્ડેબલ કિંમતે સારવાર આપતી દક્ષિણ ગુજરાત ની એકમાત્ર હોસ્પિટલ પસંદગીમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરેલ છે.
જયાં કાર્ડિયાક સર્જરી, ન્યુરો સર્જરી, ઓર્થો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ENT સર્જરી અને જનરલ સર્જરી ને લગતી દરેક પ્રકાર ની સર્જરી માટે હવે નવસારી તેમજ આજુબાજુ માં વસતા રહેવાસીઓ એ સુરત, મુંબઈ કે અમદાવાદ ગભરાય ને દોડી જવાની જરૂર નથી, કારણકે અહીં સચોટ, સર્વશ્રેષ્ઠ અને તાત્કાલિક સારવાર આપવા માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ કટિબદ્ધ છે.

આ હોસ્પિટલ ની અત્યાર સુધી ની સફરમાં ઘણી ગંભીર / કઠિન સર્જરી તેમજ સારવાર કરવામાં આવી છે.
તેની માહીતી રજુ કરેલ છે.
- ૧૦૦થી વધારે હાર્ટ એટેકના દર્દીઓ ની એન્જિયોપ્લાસ્ટી દ્રારા ગોલ્ડન અવર્સ દરમ્યાન સફળ સારવાર કરેલ છે.
- ૮૦થી વધુ દર્દી ઓની ગોલ્ડન અવર્સ દરમ્યાન ઈમર્જન્સી ન્યુરોસર્જરી દ્રારા સફળ સારવાર કરેલ છે.
- ૩૦થી વધુ સ્ટ્રોક ના દર્દી ઓની થોમ્બોલિસિસ દ્વારા સફળ સારવાર કરેલ છે.
- ૪૦% જેટલા બર્નસ દર્દીની પણ સફળ સારવાર અહીં કરવામાં આવેલ છે.
તેવી જ એક ઘણી ગંભીર પ્રકારની સફળ સર્જરી કરી એમની સફળતાના કાર્યમાં એક નવો માઈલસ્ટોન રાખેલ છે જેની વિશેષતા જણાવેલ છે.

VALVE IN VALVE”TAVI નામક સર્જરી હાલમાં જ આ હોસ્પિટલ ના નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ Dr. મિહિરસિંહ રાઠોડ અને Dr.પ્રિતેશ પારેખ, પ્રોક્ટર Dr.માણેક ચોપડા અને કાર્ડિયાક સર્જન Dr. દેવાંગ નાયક જેવા અનુભવી ડોકટરોની ટીમ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલ છે. એ દરમ્યાન ૨% જેટલા લોકો ને સ્ટ્રોક (લકવો) થવાની શકયતા રહેલ છે. જે ને દૂર કરવા સેરેબ્રલ પ્રોટેકશન ડિવાઈસ નો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત માં આવી કઠીન સર્જરી ઘણા વર્ષો પછી કરવામાં આવેલ સર્જરી છે જે આરોગ્ય ક્ષેત્રે પ્રશંશાને પાત્ર છે.
આ સર્જરી ની વિષેશતા અહીં જણાવવી સાર્થક છે.
- ઓપન હાર્ટ સર્જરી કર્યા વગર જુના અને ખરાબ થયેલા હાર્ટ ના વાલ્વ ને અત્યાધુનિક પદ્ધતિથી બદલવામાં આવેલ છે.
- કોઈ પણ પ્રકારની મેજર સર્જરી કે વાઢકાપ કર્યા વગર પગની નશ માંથી ખરાબ થયેલ હાર્ટ નો વાલ્વ બદલવામાં આવેલ છે.
- અત્યાધુનિક પદ્ધતિ દ્વારા ૨૪ કલાક કાર્ડીઓલોજીસ્ટ ની હાજરી સાથે ૭૩ વર્ષના દર્દીની સફળ સર્જરી કરવામાં આવેલ છે.
VALVE IN VALVE “TAVI નામક સફળ સર્જરીનો શ્રેય INS PLUS હોસ્પિટલ તેમજ તેના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરો ની ટીમ ને આપવામાં આવે છે.

ભારતીય નૃત્ય પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ સ્કૂલનો અદ્ભુત વાર્ષિક દિવસ
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ વાર્ષિક ડે ફંક્શન હોસ્ટ કરે છે: ધ ડાન્સ ક્રોનિકલ્સ ઑફ ઇન્ડિયા
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે 28મી ડિસેમ્બર 2024, શનિવારના રોજ ભવ્યતા અને સાંસ્કૃતિક ઉત્સાહ સાથે તેના વાર્ષિક ડે ફંક્શન, ધ ડાન્સ ક્રોનિકલ્સ ઑફ ઇન્ડિયાની ઉજવણી કરી. આ ઇવેન્ટ, ભારતના સમૃદ્ધ નૃત્ય વારસાનું કેલિડોસ્કોપ, રાષ્ટ્રની સાંસ્કૃતિક વિવિધતા અને કલાત્મકતાનું આબેહૂબ પ્રતિનિધિત્વ હતું. વારસો
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં નૃત્યની ઐતિહાસિક ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો હતો, જેમાં પ્રાદેશિક પરંપરાગત શૈલીઓને સંમિશ્રિત કરીને મંત્રમુગ્ધ કરી દેનારી કથા બનાવવામાં આવી હતી. દરેક પ્રદર્શનને એક રાષ્ટ્ર તરીકે સાંસ્કૃતિક મૂળ અને મૂલ્યોને પ્રકાશિત કરવા માટે વિચારપૂર્વક કોરિયોગ્રાફ કરવામાં આવ્યું હતું. બિહુની કૃપાથી ભાંગડાના જીવંતતા સુધી, સાંજ ભારતની વૈવિધ્યસભર અને ગતિશીલ કલાત્મક પરંપરાઓને શ્રદ્ધાંજલિ તરીકે પ્રગટ થઈ.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લયબદ્ધ હલનચલન અને ભાવનાત્મક અભિવ્યક્તિઓ દ્વારા જટિલ વાર્તાઓનું ચિત્રણ કરીને તેમના જુસ્સા અને સમર્પણ સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. આ પર્ફોર્મન્સે માત્ર ભારતીય કલાના સ્વરૂપોની વિવિધતાની જ ઉજવણી કરી ન હતી પરંતુ આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
સભાને સંબોધતા, આચાર્ય; શ્રીમતી પૂર્વિકા સોલંકીએ સર્જનાત્મકતાના સંવર્ધન અને વિદ્યાર્થીઓમાં એકતા અને ગૌરવની ભાવનાને ઉત્તેજન આપવા માટે આવા કાર્યક્રમોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. “અમારું વાર્ષિક દિવસ ફંક્શન એક ઉજવણી કરતાં વધુ છે; તે અમારા વિદ્યાર્થીઓ માટે અમારી સંસ્કૃતિના સારને શોધવાની, તેમની કલાત્મક પ્રતિભા વિકસાવવાની અને એક સમાજ તરીકે અમને એક સાથે બાંધતા ગહન વર્ણનોને સમજવાની તક છે,” તેણીએ ટિપ્પણી કરી.
ધ ડાન્સ ક્રોનિકલ્સ ઓફ ઈન્ડિયાને અદ્ભુત સફળતા અપાવવામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાના સામૂહિક પ્રયાસોને બિરદાવતા, હૃદયપૂર્વકના આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું. ભારતની કાલાતીત પરંપરાઓ અને સર્વગ્રાહી શિક્ષણ પ્રત્યે શાળાની પ્રતિબદ્ધતા માટે ઊંડી પ્રશંસા સાથે સાંજએ પ્રેક્ષકોને પ્રેરણા આપી.
વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ સાંસ્કૃતિક જાગૃતિ, કલાત્મક અભિવ્યક્તિ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને સંકલિત કરતા શિક્ષણ દ્વારા યુવા મનને આકાર આપવાના તેના મિશનને જાળવી રાખે છે.

“બીઇંગ એક્સપોર્ટર દ્વારા નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન”
ચોક્કસ લક્ષ્ય સાથે એક્સપોર્ટ વધારી વધુ નફો કેવી રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન અપાયું
સુરત. એક્સપોર્ટને વધારવા અને વધુ નફો કેવી રીતે મેળવી શકાય એ માટેના માર્ગદર્શન સાથે જ એક્સપોર્ટર્સ ને એક મંચ પર લાવતી બીઇંગ એક્સપોર્ટર સંસ્થા દ્વારા 29મી ડિસેમ્બરના રોજ નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ ડીસ્કશન સાથે જ એક્સપોર્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બીઇંગ એક્સપોર્ટર ના સ્થાપક “ભગીરથ ગોસ્વામી” એ જણાવ્યા મુજબ 29મી ડીસેમ્બરના રોજ સુરત ખાતે બીઇંગ એક્સપોર્ટ દ્વારા નેશનલ ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિભિન્ન રાજ્યોના 140 થી વધુ એક્સપોર્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એક્સપોટર્સને એક મંચ પર ભેગા કરી પોતાના આઈડિયા, રોડમેપ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરી શકાય તે વિશે ચર્ચા કરવાનો હતો. ત્યારે સૌ સભ્યોએ યથાર્થ ચર્ચા કરી હતી. સાથે આગમી વર્ષ 2025માં કઈ બાબતોને અમલમાં લાવી શકાય કે અને શું એક્સપોર્ટર કરી શકાય કે જેનાથી વેપારના વિકાસ સાથે જ વધુ નફો મેળવી શકાય તે વિશે વિસ્તૃત ચર્ચા કરવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા વિભિન્ન કેટેગરીમાં સભ્યોને એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
સુરત. ઉધોગ સહસિકાઓને તેઓને ઉદ્યોગ – વ્યાપારને વિકાસના પંખો આપવામાં માટે મંચ અને માર્ગદર્શન પુરૂ પાડતી સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા તેઓની એક્સલેન્સ ઇવેન્ટ ની સાથે એવોર્ડ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સભ્યોને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રોગ્રેસ એલાયન્સ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સ નો ઉદ્દેશ્ય તેના સભ્યોના વેપાર ઉદ્યોગ ના વિકાસ સાથે જ પારિવારિક જીવનમાં આનંદ ઉમેરવાનો છે. પ્રોગ્રેસ એલાયન્સ નો દરેક સભ્ય ગોઇંગ ટુ ગેદરની ભાવના સાથે આખું વર્ષ માત્ર કાર્ય જ નથી કરતો પણ દરેક સભ્ય એક બીજાના વ્યાપાર ઉદ્યોગ ને આગળ વધારવામાં મદદ કરે છે.

ત્યારે એક પીએ સભ્ય જ્યારે બીજા પીએ સભ્ય માટે, તેના વેપાર ઉદ્યોગના વિકાસ માટે પરિવાર માટે કઈક ભાગીદારી કરે ત્યારે આવા સભ્યોની કામગીરીની અમે નોંધ લઈએ છીએ અને તેઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરીએ છે. ત્યારે આ વખતે પણ પ્રોગ્રેસ એલાયન્સની એક્સાલન્સ ઇવેન્ટ ની સાથે જ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈ પરફોર્મન્સ કરનારા સભ્યોને એંત્રેપ્રેન્યુર ઓફ ધ ઇયર, રાઇજીંગ સ્ટાર ઑફ ધ ઇયર, બિઝનેસ લીડર ઓફ ધ ઇયર, ઇન્સ્પાયરિંગ આઇકોન ઓફ ધ ઇયર જેવી કેટેગરીમાં એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રોગ્રેસ એલાયન્સ ની સ્થાપના દસ વર્ષ પુરા થયા છે ત્યારે માત્ર 8 સભ્યો સાથે શરૂ થયેલી આ સંસ્થામાં આજે 2500 થી વધુ સક્રિય સભ્યો છે.

3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ સુરતની મહેમાન બની
• ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે
• આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે
ગુજરાત : 3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિર્ગ્દર્શક છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી તથા લેખક- દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.
ફિલ્મની ટેગલાઇન છે -“કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે, કરમ જેનો કાઠલો ઝાલે, પછી કોઈ નો આવે એની વારે”- જે આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આ ફિલ્મ”કર્મ” પર આધારિત છે ઘણાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા “પ્રોસ્ટિટ્યૂટ”ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલ દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ” હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે તે તો નક્કી જ છે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મનું મ્યુઝિક પણ અવ્વ્લ કક્ષાનું છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. અગાઉ રેખા ભારદ્વાજનાં અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોન્ગ “નીંદરું” લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યંત પ્રખ્યાત જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોન્ગ પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે. આ બંને સિંગર્સે પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો આવાજ આપ્યો છે તે ખરેખર ગર્વની વાત કહેવાય.
ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે.
આ ફિલ્મની ચર્ચા હવે થવા લાગી છે કારણકે આ અનોખો વિષય ગુજરાતી સિનેમામાં લગભગ પ્રથમ વાર આવી રહ્યો છે. દીક્ષા જોશી અને જયેશ મોરે એ પોતાના અભિનય થકી ચાર ચાંદ લગાડી દીધા છે કે જે દર્શકોને જરૂરથી પસંદ આવશે.

અવધ યૂટોપિયા ના કાર્નિવલમાં આયોજિત ફેશન ફેસ્ટિવલમાં IDT એ ફેશન અને ગ્લેમરના બેમિસાલ સંગમનો પ્રદર્શન કર્યો!
સુરત: સુરતના પ્રતિષ્ઠિત ક્લબ અવધ યૂટોપિયા આયોજિત ફેશન ફેસ્ટિવલમાં IDTના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત ડિઝાઇનર વસ્ત્રો અને ફેશન શોમાં ફેશન અને ગ્લેમરના ભવ્ય સંગમને માણવાનો અવકાશ મળ્યો.
આ ભવ્ય ફેશન શોમાં મિસ સ્કૂબા ઇન્ટરનેશનલ 2022 વર્ષા રાજકોવા શો સ્ટોપર તરીકે ખાસ હાજર રહી હતી. શોની કોરિયોગ્રાફી પ્રખ્યાત કોરિયોગ્રાફર ચંદ્રકલા સાનપ દ્વારા કરવામાં આવી હતી. આ આયોજનની ભવ્યતાને વધુ શોભાવાન માટે મુંબઈ અને પુણેના ટોચના મોડેલ્સે રેમ્પ પર પોતાનું દબદબું છૂટ્યું. સાથે, IDT (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી) ના પ્રતિભાશાળી એલ્યુમની અને ડિઝાઇનર્સે પોતાના વિશેષ કલેક્શનનું પ્રદર્શન કર્યું, જે પરંપરાગત અને આધુનિક ફેશનનો ઉત્તમ સંગમ હતો.

અવધ યૂટોપિયા માટે આ ફેશન શો માત્ર એક ઇવેન્ટ જ નહીં, પરંતુ તેમના મેમ્બર્સ માટે ગ્લેમર, કલા અને સર્જનાત્મકતાનો અનોખો અનુભવ પ્રદાન કરવાનું અનન્ય પગલું હતું.

અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ સુરતમાં કલ્યાણ જવેલર્સના નવા તૈયાર કરાયેલા શોરૂમનું ઉદઘાટન કર્યું
વિશ્વસ્તરીય માહોલમાં ખરીદીનો વૈભવી અનુભવ ઓફર કરે છે
સુરત, 27 ડિસેમ્બર, 2024: ગુજરાતમાં 10 શોરૂમ સાથે ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય જવેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જવેલર્સે સુરતમાં આઇડીબીઆઇ બેંકની પાસે પોડદોડ રોડ ખાતે તેનો નવો તૈયાર કરાયેલો શોરૂમને ફરીથી લોંચ કર્યો છે.
અભિનેત્રી સોનાલી બેન્દ્રે દ્વારા ઉદઘાટન કરાયેલા શોરૂમમાં વિવિધ કલ્યાણ જવેલર્સ કલેક્શનની ડિઝાઇનની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. ગ્રાહકો અત્યાધુનિક સુવિધાઓ અને વિશ્વકક્ષાના માહોલમાં એક અજોડ અનુભવ પ્રાપ્ત કરશે. આ કાર્યક્રમમાં અભિનેત્રીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યા ચાહકો અને ગ્રાહકો ઉમટી પડયા હતા. તેમના ઉષ્માભર્યા સ્વાગતથી લોંચમાં એક ઉર્જાનો ઉમેરો થયો હતો, જે આ શોરૂમના પુનઃપ્રારંભને લઈને ઉત્સાહ અને અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે.
ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કહ્યું હતું કે, “આજે નવા કલ્યાણ જ્વેલર્સ શોરૂમના ઉદઘાટન માટે અહીં ઉપસ્થિત રહેતા મને ખુશી થાય છે. વિશ્વાસ, પારદર્શિતા અને ગ્રાહક-કેન્દ્રિત એવી કલ્યાણ જવેલર્સ જેવી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવું માટે માટે ગૌરવની વાત છે. મને વિશ્વાસ છે કે ગ્રાહકોનું કલ્યાણ જવેલર્સ ઉષ્માભર્યું સ્વાગત કરશે તથા તેઓ માત્ર બેજોડ સેવા જ નહીં પરંતુ અમે જે જવેલરી કલેક્શન ઓફર કરીએ છીએ તેની વિશાળ શ્રેણીની પણ પ્રશંસા કરશે.”

આ નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જવેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને જણાવ્યું હતું કે, “સુરતમાં અમારા નવા ડિઝાઇન કરેલા કલ્યાણ જ્વેલર્સ શોરૂમના લોંચ સાથે અમારું લક્ષ્ય એક વ્યાપક ઇકોસિસ્ટમ બનાવવાનું છે, જે અમારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે તથા તેમના ખરીદીના અનુભવમાં વધારો કરે છે. અમે સતત વિકાસ કરવા, વિશ્વ-સ્તરીય માહોલ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેમજ અમારી બ્રાન્ડના વિશ્વાસ અને પારદર્શિતાના મુખ્ય મૂલ્યોને જાળવી રાખીએ છીએ. કલ્યાણ જવેલર્સ ખાતે અમે ગુણવત્તા અને અસાધારણ સેવા પર મજબૂત ભાર મૂકીને ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ જવેલરી ડિઝાઇનની વિશાળ શ્રેણી ઓફર કરતાં રહીશું.”
બા લોંચની ઉજવણી કરતા કલ્યાણ જવેલર્સ મેકિંગ યાસ ઉપર 50 ટકા સુધીની છૂટની જાહેરાત કરી છે. આ ઉપરાંત કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ- માર્કેટમાં સૌથી નીચા અને કંપનીના તમામ શોરૂમમાં સ્ટાન્ડડૉઇઝ પણ છે, તે પણ લાગુ પડશે.
ગ્રાહકોને કલ્યાણ જ્વેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, જે શુદ્ધતાની ગેરટી, ઘરેણાંની આજીવન મફત જાળવણી, વિગતવાર ઉત્પાદન માહિતી અને પારદર્શક એક્સચેન્જ અને બાથ-એક નીતિઓ આપશે. આ પ્રમાણપત્ર બ્રાન્ડની તેના ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ શોરૂમમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ ઉપલબ્ધ હશે. જેમાં મુહૂર્ત (વેડિંગ જવેલરી લાઈન). મુવા (રેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જવેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (સોલિટેર જેવા ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વ (ખાસ પ્રસંગો માટે ડાયમંડ્સ), અંતરા (ચેડિંગ ડાયમંડ્સ), ફેરા (ડેઇલી વેર ડાયમંડ્સ), રંગ (કિંમતી પથ્થરો વેલરી) અને તાજેતરમાં લોંચ થયેલા લીલા (રંગીન પથ્થરો અને ડાયમંડ વેલરી)નો સમાવેશ થાય છે.

ક્રિસમસની ભાવનાને સ્વીકારતા: એકતા અને આનંદની ઇચ્છા
ક્રિસમસના ઉત્સવને ઉજવવા માટે, વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોમબત્તી સજાવટ અને ગ્રીટિંગ કાર્ડ બનાવવાની આનંદમય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જે ઉષ્ણતા, પ્રેમ અને એકતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
ક્રિસમસ આનંદનો તહેવાર છે, જે સાન્ટા ક્લોઝની ઉત્સુક પ્રતિક્ષાનું પ્રતિક છે, જે ધરતીના બાળકો માટે સ્વર્ગમાંથી પ્રેમ અને આશીર્વાદના ભેટ લાવે છે. આ શાંતિ અને સમૃદ્ધિને ટકાવવા તેમજ તમામ વચ્ચે સુમેળ વધારવાનો સમય છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુંદર રીતે સજાવેલી મોમબત્તીઓ અને સર્જનાત્મક રીતે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ્સ દ્વારા તેમની હ્રદયપૂર્વકની પ્રાર્થનાઓ અને ઇચ્છાઓ વ્યક્ત કરી. તેમના કાર્યમાં સેન્ટ નિકોલસને એક નરમ વિનંતી હતી, જેમાં તેઓ એકતા, સહિષ્ણુતા, સમાનતા અને સમગ્ર માનવજાત માટે વૈશ્વિક ભાઈચારા માટેનું આદરપૂર્વકનું ભેટ માંગતા હતા.

જેમજેમ અમે આ ક્રિસમસનું સ્વાગત કર્યું, અમે એક એવી દુનિયા માટે આર્થિક રીતે પ્રાર્થના કરી કે જે પ્રેમ અને સ્નેહથી બંધાયેલી હોય. અમારા વિદ્યાર્થીઓએ એક એવા ભવિષ્યની ઇચ્છા વ્યક્ત કરી જ્યાં સંઘર્ષ અને નિરાશાના ધૂમાડાને શાંતિ અને સમૃદ્ધિની મીઠી ધુમ્મસથી બદલી શકાય.
પ્રિય સાન્ટા ક્લોઝ, કૃપા કરીને અસહમતીના અંધકારને દૂર કરો અને અમારા વિશ્વને દયા, સુમેળ અને સદાકાળ આનંદના પ્રકાશથી ભરપૂર બનાવો. આ ક્રિસમસ એક પૃથ્વી, એક માનવજાત અને એક ઉજ્જવળ આવતીકાલ માટે આશાની કિરણ બને

એશિયાના સૌથી મોટા કોલેજ ફેસ્ટિવલ “મૂડ ઈન્ડિગો”માં IDT સુરતનો શાનદાર પ્રદર્શન
‘વોગ’ ફેશન શોમાં રેટ્રો-ફ્યુચરિઝમ થીમ સાથે IDTના વિદ્યાર્થીએ કરી ખાસ ઓળખ ઊભી
IIT બોમ્બેના પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ “મૂડ ઈન્ડિગો”નું આયોજન 26 ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે. આ પ્રસિદ્ધ ફેશન શો ‘વોગ’ માં દેશભરના ટોચના કોલેજોએ ભાગ લીધો છે. આ વર્ષેની થીમ રેટ્રો-ફ્યુચરિઝમ છે, જે ભૂતકાળની યાદો અને ભવિષ્યની કલ્પનાને એક મંચ પર લાવે છે.
IDT સુરત માટે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પસંદ થવું આખા સુરત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.
IDTના વિદ્યાર્થીઓએ આ થીમને સુંદર રીતે રજૂ કરી છે, જેમાં જૂના વાયર, સર્કિટ અને ઈલેક્ટ્રોનિક કચરાને નવા અંદાજમાં જોડીને ગારમેન્ટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. સાથે જ, તેમણે “ગેલેક્સી ફેબ્રિક” જેવા હાઈ-ટેક કપડાનો ઉપયોગ કર્યો છે, જેમાં મિનિમલિસ્ટિક કટ્સ, અસમતુલ્યતા, અને *મોડ્યુલર ડિઝાઇન*નો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓએ રેટ્રો અને ભવિષ્યવાદી સ્ટાઇલના સંમિશ્રણને દર્શાવવા માટે વાયર એમ્બ્રોઇડરીનો પણ ઉપયોગ કર્યો છે. આ સિવાય, 3D પ્રોપ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં વાયર, કાગળ, પાઇપ, ગોબરા અને ટોપી*નો ઉપયોગ કરીને આ કલેક્શનને વિશેષ બનાવ્યું છે.

IDT સુરતએ શહેરનું નામ રોશન કર્યું
IDTના ફેશન ડિઝાઇનિંગ વિભાગની વડી *પૂજા ઘીવાલા*એ જણાવ્યું,
“રેટ્રો-ફ્યુચરિઝમ થીમ વિદ્યાર્થીઓ માટે મોટી પડકાર ભરેલી હતી. તેમાં તેમણે ડિઝાઇનિંગ, મોડેલિંગ, કોરિયોગ્રાફી, મેકઅપ અને હેર સ્ટાઇલિંગ જેવા તમામ પાસાં પર મહેનત કરી. આવા મોટા પ્લેટફોર્મ પર ભાગ લેવું તેમના ભવિષ્ય માટે અનમોલ અનુભવ છે.”
સંસ્થાનની ડિરેક્ટર *અંકિતા ગોયલ*એ આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. તેમણે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ ભેટ આપી તેમની પ્રશંસા કરી અને કેક કાપીને આ સફળતાનું ઉજવણી કરી.
“આ આપણાં સંસ્થાન અને સમગ્ર સુરત શહેર માટે ગર્વની ક્ષણ છે. તમારી મહેનતે IDTને આ ઊંચાઈએ પહોંચાડ્યું છે. ફાઇનલમાં તમારું વિજય આપણી માટે વધુ મોટી સિદ્ધિ હશે,” એમ તેમણે જણાવ્યું.
IDT સુરતના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ, જે એશિયાના સૌથી મોટા ફેસ્ટિવલમાં તેમની પ્રતિભાનું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.