Posts by: abhay_news_editor
શારદા વિદ્યામંદિરમાં ફન ફેરનું આયોજન, વિધાર્થીઓ માટે બન્યો અભ્યાસ સાથે આનંદ અને શીખવાનો ઉત્સવ
- શિક્ષણ સાથે સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સંગમ, રંગબેરંગી સ્ટોલ બન્યા આકર્ષણ
- વિદ્યાર્થીઓએ સંભાળી જવાબદારી, શિક્ષકો અને વાલીઓની સક્રિય ભાગીદારી
સુરત. શારદા વિદ્યામંદિર ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ અને એસ.વી.એમ. અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં તારીખ 19 અને 20 ડિસેમ્બર 2025ના રોજ બે દિવસીય વાર્ષિક ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફન ફેર આનંદ, ઉત્સાહ અને સર્જનાત્મકતાથી ભરપૂર રહ્યો. સવારથી જ શાળા પરિસરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોની સક્રિય હાજરીથી સમગ્ર કાર્યક્રમ ઉજવણીરૂપ બની ગયો હતો।
વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ફન ફેરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના અભ્યાસથી આગળ વધારીને વ્યવહારુ અનુભવ આપવાનો હતો. કાર્યક્રમ દ્વારા બાળકોમાં ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવના વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા।
ફન ફેરમાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દક્ષિણ તથા ઉત્તર ભારતીય વ્યંજન સાથે પોપકોર્ન, જ્યુસ, ચા-કોફી અને ઘરગથ્થુ સ્વાદિષ્ટ વાનગીઓએ ઉપસ્થિતોની ખૂબ પ્રશંસા મેળવી. આ સાથે સંગીત, નૃત્ય, કલા અને ક્રાફ્ટ સંબંધિત સ્ટોલોએ વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરી હતી।

ખાસ વાત એ રહી કે સ્ટોલ સંચાલનથી લઈને સમગ્ર વ્યવસ્થા સુધીની જવાબદારી વિદ્યાર્થીઓએ પોતે જ સંભાળી હતી. જેના કારણે તેમને આયોજન, સંવાદ અને ટીમવર્કનો વ્યવહારુ અનુભવ મળ્યો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ પણ બાળકોને ઉત્સાહ વધાર્યો હતો।
કાર્યક્રમની સફળતા બદલ ટ્રસ્ટી શ્રી ઉમાકાંતભાઈ આચાર્ય અને શ્રી યોગી આચાર્ય, પ્રિન્સિપાલ શ્રી નરેન્દ્રભાઈ ચાવડા, શ્રીમતી હીનાબેન અધ્વર્યુ અને શ્રીમતી શાલિનીબેન પરમારે વિદ્યાર્થી પરિષદ, શિક્ષકો તથા વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।
શાળા વ્યવસ્થાપન દ્વારા જણાવવામાં આવ્યું કે શારદા વિદ્યામંદિર અને એસ.વી.એમ. સ્કૂલ ભવિષ્યમાં પણ આવા સર્જનાત્મક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં સતત કાર્ય કરતું રહેશે।
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો શિખામણ, આનંદ અને સાહસથી ભરેલો નાઈટ કેમ્પ
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાના વિદ્યાર્થીઓ માટે એક અનોખા અને જ્ઞાનવર્ધક નાઈટ કેમ્પનું સફળ આયોજન કર્યું હતું. આ કેમ્પ દરમિયાન સમગ્ર સ્કૂલ પરિસર શિખામણ, સર્જનાત્મકતા અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું. શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે મનોરંજનનું સુંદર સંયોજન આ કાર્યક્રમની ખાસ વિશેષતા રહ્યું, જેના કારણે વિદ્યાર્થીઓ માટે આ અનુભવ યાદગાર બની રહ્યો.
નાઈટ કેમ્પનું મુખ્ય આકર્ષણ ‘આકાશદર્શન (સ્કાય ગેઝિંગ)’ રહ્યું, જેમાં વિદ્યાર્થીઓએ રાત્રીના આકાશની સુંદરતા નિહાળી વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને રોમાંચનો અનુભવ કર્યો. ઉપરાંત, વિદ્યાર્થીઓએ ઘડિયાળ નિર્માણ તથા ચંદ્રમા નિર્માણ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિ, સમયની સમજ અને વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો કર્યો.
આ બાદ યોજાયેલ મેજિક શોએ બાળકોના ચહેરા પર ખુશીની લહેર દોડાવી દીધી અને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું. અન્ય સુવ્યવસ્થિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને આખા કેમ્પ દરમિયાન સક્રિય અને ઉત્સાહિત રાખવામાં આવ્યા.
આ નાઈટ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગખંડની બહાર અનુભવાત્મક શિખામણ, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને શોધભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. આ સફળ આયોજન ફરી એકવાર વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની ગુણવત્તાસભર અને નવીન શિક્ષણ પદ્ધતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ગુજરાતની ‘મધર ઈન્ડિયા’: ફિલ્મ ‘મલુમાડી’ ૩૦ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે; પ્રમોશન અર્થે સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે
સુરત: ગુજરાતી સિનેમામાં માતૃત્વ, સામાજિક એકતા અને સંઘર્ષની અનોખી ગાથા લઈને આવી રહેલી ફિલ્મ ‘ગુજરાતની મધર ઈન્ડિયા: મલુમાડી’ આગામી 30 જાન્યુઆરી, 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રમોશનના ભાગરૂપે ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ અને મેકર્સ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. પ્રમોશન દરમિયાન ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા, પ્રિયમ તળાવિયા, કિરણ ખોખાણી વગેરે સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી.
આ ફિલ્મમાં ભારતી ઠક્કર, આકાશ પંડયા, ગુરુભાઈ જેઠવા, દિયા ભટ્ટ, વિજય ઝાલા, પ્રિયમ તળાવિયા, નિહારિકા દવે, અશોક પટેલ, કિરણ ખોખાણી જેવા કલાકારો છે તથા ડિરેક્ટર મિલન જોશી છે તથા સિદ્ધાંત મોશન પિકચર્સના બેનર હેઠળ કિરણ ખોખાણી & વિક્રમ જી. પટોળીયા દ્વારા નિર્મિત છે.
આ ફિલ્મની વાર્તા મુખ્યત્વે શિક્ષણ, નાત-જાત, અંધશ્રદ્ધા, પર્યાવરણ જાળવણી અને કોમેડી જેવા વિષયો પર આધારિત છે. આ ફિલ્મ ગુજરાતની સંસ્કૃતિના અઢાર વરણને એક તાંતણે બાંધવાનું કામ કરશે. મેકર્સના જણાવ્યા મુજબ, “અઢાર મણકાની એક જ ધાગામાં પરોવાયેલી માળા એટલે મલુમાડી.” ફિલ્મની વાર્તા એક માના અજોડ સંઘર્ષ અને પરિવાર પ્રત્યેના સમર્પણની આસપાસ વણાયેલી છે. જોકે આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે, પરંતુ દર્શકોને ચોક્કસ એવું મહેસૂસ થશે કે આ વાર્તા સત્ય ઘટના આધારિત છે અને આપણી આસપાસ જ ઘટેલી છે.

ફિલ્મના શૂટિંગ વિશે વાત કરીએ તો, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામના લોકેશન પર ફિલ્મનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નિહારિકા દવે, વિજય ઝાલા, અશોક પટેલ/વસોયા અને આશુતોષ સોલંકી જેવા અનુભવી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સંગીતની વાત કરીએ તો, ઐશ્વર્યા મજમુદાર, હરિઓમ ગઢવી, છોટુ ખાન, તૃપ્તિ ગઢવી અને સોહમ નાઈક જેવા નામાંકિત ગાયકોએ ફિલ્મમાં પોતાના સૂર રેલાવ્યા છે. 30 જાન્યુઆરીથી ગુજરાતમાં રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. સુરતના આંગણે પ્રમોશનલ ઇવેન્ટ પૂર્ણ કર્યા બાદ સમગ્ર ટીમ હવે રિલીઝના દિવસે પ્રેક્ષકોના પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈ રહી છે.
સુરતની મુલાકાત દરમિયાન ટીમ દ્વારા ખાસ પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ટીમ વિવિધ સ્કૂલ અને કોલેજોની મુલાકાત લઈને યુવાઓ સાથે સંવાદ કર્યો. આ અભિયાન અંતર્ગત સમાજ ઘડતરમાં મહત્વનો ફાળો આપતા શિક્ષકોને પ્રોત્સાહન આપવાનું વિશેષ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું.
સાર્વજનિક યુર્નિવર્સિટીનાં ૪થું દીક્ષાંત સમારૌહ બાબત.
સુરત : સાર્વજનિક યુર્નિવર્સિટી, સુસ્ત, એક અગ્રણી પ્રાઈવેટ યુનિવર્સિટી છે, જે શહત દરે ગુણવત્તા યુક્ત શિક્ષાણ પ્રદાન કરે છે. તેની સ્થાપના સાર્વજનિક એજયુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવી છે. જે શિક્ષણ ક્ષેત્રે સમૂળ પરંપરા ધરાવતી એક ૧૧૩ વર્ષ જુની પ્રાચીન અને લોકશાહી પઘ્ધતિથી ચાલતી સંસ્થા છે. યુનિવર્સિટીમાં એન્જીન્યરીંગ, બિઝનેશ & મેનેજમેન્ટ, આર્કિટેક્ચર અને ઇન્ટીરીયર ડિઝાઈન, ડોમર્ચ, ફાઈન આટર્સ, લો, સાયન્ગ તથા હયુમેનિટીગ જેટલા વિવિધ વિષયોમાં બહુવિષયક શિક્ષણ પ્રબન ૮ ઘટક કોલેજો દ્વારા સંચાલિત થાય છે. હાલમાં સાર્વજનિક યુનિવર્સિટીમાં ૫૩ અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લો, પીસ્ટ ગ્રેજ્યુએટ તથા ડોક્ટોરલ કાર્યક્રમોમાં ૯, ૨૩૯થી વધુ વિદ્યાર્થીઓને સમાજની બદલાતી જરૂરીયાતોને ધ્યાનમાં રાખી શિક્ષણ પ્રદાન કરી રહી છે.
સાર્વજનિક યુર્નિવર્સિટી દ્વારા ચૌથો પદવીદાન સમારોહ શુકવાર, તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ સાંજે : ૫-૦૦ કલાકે એમ.ટી.બી. ક્રિકેટ ગ્રાઉન્ડ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કેમ્પસ, અઠવાલાઇન્સ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં અંડર ગ્રેજયુએટ (UG), પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અને પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાં (PGD)ના ૨,૧૧૪ વિદ્યાર્થીઓને અભ્યાસકમની ડિગ્રી આપવામાં આવશે. તેમજ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે ૫૩ ગોલ્ડ મેડલથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.

આ ભવ્ય સમારંભમાં જાણીતા પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્ અને ઇન્ડિયન ઇન્સ્ટિીટ્યુટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT)ના કુલપતિ ડૉ. રાકેશ મોહન જોશી – મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને પ્રસંગ અનુરૂપ સંબોધન કરશે.
સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યામમૂર્તિ (નિવૃત્ત) શ્રી રવિ આર. ત્રિપાઠી – અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
સમારોહ દરમ્યાન, ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સુવર્ણ ચંદ્રડોથી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાર્વજનિક યુર્નિવર્સિટીના માનનીય પ્રમુખ શ્રી આશિષ વડીલ, યુર્નિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડયા, ગર્વનિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેટમેન્ટના સભ્યો સહિત ઉપસ્થિત રહેશે.
આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, યુનિવર્સિટીના શિક્ષકો અને સ્ટાફ સહિત ૨,૫૦૦થી વધુ લોકો હાજરી હોવાની સંભાવના છે. સાર્વજનિક યુનિવર્સિટીના શૈક્ષણિક પ્રવાસમાં આ પદવીદાન સમારોહ મહત્વપૂર્ણ સાબિત थशे.
નાના હાથ, મોટો બદલાવ જ્ઞાનના બીજ વાવતાં અને સપનાઓને વિકસતાં જોયાં
સુરત: યુરોકિડ્સ પ્રિ સ્કૂલ પાલ નવા વર્ષ 2026 નું સ્વાગત ભવ્ય વાર્ષિક સમારોહ 2025–26 સાથે કરે છે.
અમને જણાવતાં આનંદ થાય છે કે 18 જાન્યુઆરીએ યોજાયેલો અમારો આતુરતાપૂર્વક રાહ જોવાતો વાર્ષિક સમારોહ અત્યંત સુંદર અને સફળ રહ્યો! અમારા પ્રતિભાશાળી બાળકો દ્વારા રજૂ થયેલા આકર્ષક નૃત્યો, મધુર ગીતો અને પ્રેરણાદાયક નાટકો સાથે સમગ્ર હોલ ઉત્સાહથી ગૂંજી ઉઠ્યો. આ વર્ષની થીમ પર્યાવરણ સંરક્ષણ અને અમારી સુંદર ધરતીને બચાવવાની ભાવના પર આધારિત હતી.
અમે અમારા મુખ્ય અતિથિ, ધ મિલેનિયમ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મોનિકા ખુરાણા અને યુરોકિડ્સ પ્રિ સ્કૂલ પાલ ના માલિક શ્રીમતી અક્ષિતા યોગીકુમાર આચાર્યનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેઓએ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો અને તેમના પ્રેરણાદાયક શબ્દોથી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો.

આ કાર્યક્રમ અમારા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહયોગનું સાચું પ્રતિબિંબ હતો, જેણે સૌમાં એક સુંદર સમુદાયની ભાવના મજબૂત કરી. નાનાં બાળકો હોય કે વરિષ્ઠ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો, સ્ટાફ અને સંકલનકારોએ આ દિવસને યાદગાર બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ દિવસ નવા વર્ષ માટે નવી ઊર્જા અને ઉત્સાહ સાથે શરૂ થયો.
સમારોહનો અંતિમ તબક્કો ભવ્ય, આનંદમય અને યાદગાર રહ્યો. તમામ રજૂઆતો એક સાથે મળી એક અદ્ભુત અનુભવ સર્જ્યો.
સર્વત્ર હાસ્ય, પ્રકાશ, સંગીત અને ઉત્સાહની લહેર ફેલાઈ હતી. દરેક ખૂણો બાળકોની સ્મિતથી ઝગમગી રહ્યો હતો.
શાળા વ્યવસ્થાપન અને પ્રિન્સિપાલે જણાવ્યું કે શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક નીતિઓ પર સતત કાર્ય કરતી રહેશે, જેથી આગામી વર્ષોમાં વધુ ઉત્તમ પરિણામો મેળવી શકાય.
યુરોકિડ્સ પ્રિ સ્કૂલ પાલ ના વાર્ષિક સમારોહની સફળતા બદલ શાળા વ્યવસ્થાપને તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રતિ આભાર વ્યક્ત કર્યો અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનું યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યું.
ઉતરાયણના રંગો ફેશનમાં ઢળ્યા: IDTની અનોખી પહેલ, બાળકો માટે પતંગ-થીમ આધારિત ડિઝાઇનર ડ્રેસ કલેકશન રજૂ
સુરત, ગુજરાત: ઉતરાયણના ઉત્સાહ, રંગો અને પતંગોની ઉડાનને ફેશનની સર્જનાત્મક અભિવ્યક્તિમાં ઢાળતા Institute of Design & Technology (IDT) ના ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ બાળકો માટે વિશેષ પતંગ-થીમ આધારિત ડિઝાઇનર ડ્રેસ કલેકશન તૈયાર કર્યું છે. આ કલેકશન ઉતરાયણની પરંપરાગત ભાવનાને આધુનિક ડિઝાઇન વિચાર અને બાળકોની સુવિધા સાથે સુંદર રીતે જોડે છે.
આ અનોખા પ્રોજેક્ટનું માર્ગદર્શન નીતા મેમ દ્વારા આપવામાં આવ્યું, જેમની પ્રેરણા અને અનુભવથી વિદ્યાર્થીઓએ ઉત્સવની ખુશી, બાળકોની માસૂમિયત અને ડિઝાઇનની બારીકીઓને એકસાથે પિરોવી છે. ડ્રેસ ડિઝાઇન કરતી વખતે કિડ્સ-સેફ ફેબ્રિક્સ, હળવા અને ચમકદાર રંગો, આરામદાયક ફિટ્સ તથા ફેસ્ટિવ પ્રિન્ટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી બાળકો આખો દિવસ આરામ અને સુરક્ષા સાથે ઉત્સવનો આનંદ માણી શકે.
વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ શેર કરતાં કહ્યું,
“અમે ઇચ્છતા હતા કે બાળકો જ્યારે આ ડ્રેસ પહેરે ત્યારે તેમને માત્ર ફેશન નહીં, પરંતુ ઉતરાયણની ખુશી, સ્વતંત્રતા અને રંગોની ઊર્જાનો અહેસાસ થાય. પતંગોના રંગો અમારી ડિઝાઇનની આત્મા છે.”
IDTની Director અંકિતા ગોયલે આ પહેલ અંગે જણાવ્યું,
“IDTમાં અમારો ફોકસ માત્ર ક્લાસરૂમ લર્નિંગ સુધી સીમિત નથી. ઉતરાયણ જેવા ભારતીય તહેવારોને લાઈવ ડિઝાઇન પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવાથી વિદ્યાર્થીઓને વાસ્તવિક ઇન્ડસ્ટ્રી અનુભવ અને સાંસ્કૃતિક સમજ બંને મળે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું,
“આ કલેકશનમાં વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે તેઓ સંસ્કૃતિ, આરામ અને સર્જનાત્મકતા—ત્રણેય વચ્ચે ઉત્તમ સંતુલન બનાવી શકે છે. આવી વિચારસરણી તેમને ભવિષ્યના સફળ અને જવાબદાર ડિઝાઇનર બનાવે છે.”
IDTની આ પહેલ શિક્ષણ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો પ્રેરણાદાયક સંગમ બની છે, જ્યાં ઉતરાયણનો ઉત્સવ ફેશનના માધ્યમથી બાળકોની સ્મિત અને રંગીન સપનાઓમાં રૂપાંતરિત થયો છે.
SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી ૧પ૬ એકઝીબીટર્સે ભાગ લીધો છે.
ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખ શ્રી મદ્રાસીએ વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે બીજી વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત દુબઇ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઘાના, થાઇલેન્ડ અને અફઘાનિસ્તાનના પેવેલીયન મુકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાની સાથે રોકાણ, ફૂડ, પ્રોપર્ટી અને ટુરિઝમ સેકટરને પ્રમોટ કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે.
આ એકઝીબીશનમાં કન્ટ્રી પેવેલિયન મુકનારા દેશો ઉપરાંત કેનેડા, ઝિમ્બાબ્વે, શ્રીલંકા, ઇથોપિયા, લકઝમ્બર્ગ, સાઇપ્રસ, તુનોશિયા અને લેસોથોમાંથી બાયર્સ અને વિઝીટર્સ આવશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે. સાથે જ વિદેશી બિઝનેસ ડેલીગેશનની સાથે બીટુબી મિટીંગ કરી શકશે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો લઇ શકશે.
એક્ઝિબીશનની મુલાકાત માટે અહીં આપેલી ગુગલ લીન્ક https://foodexpo.sgcci.in પર વિના મૂલ્યે વિઝિટર રજિસ્ટ્રેશન કરી શકાશે. વધુ માહિતી માટે SGCCIના નંબર (0261-2291111) પર સંપર્ક કરી શકાશે.
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી
અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૩ જાન્યુઆરી: વેસ્ટ કોસ્ટ કિયાએ તેના અમદાવાદ શોરૂમમાં નવી કિયા સેલ્ટોસ રજૂ કરી. લોન્ચિંગ ગ્રાહકોને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતું, લૉન્ચ ઈવેન્ટમાં મહેમાનોએ નવી સેલ્ટોસનો નજીકથી નિહાળી અને કાર વિષે વધુ માહિતી મેળવી. વેસ્ટ કોસ્ટ કિયા ટીમે કાર વિશેની માહિતી સીધી અને સરળ રીતે શેર કરી. આ નવું મોડેલ સ્પષ્ટપણે ડિઝાઇન અને સુવિધાઓમાં વધુ અગ્રેસર રીતે પ્રસ્તુત કરે છે, જે સેલ્ટોસની લોકપ્રિયતાને આગળ ધપાવે છે. ગ્રાહકો હવે આંબાવાડી, નરોડા, મોટેરા અને સોલા તેમજ ગાંધીનગર અને હિંમતનગરમાં સ્થિત વેસ્ટ કોસ્ટ કિયા શૉરૂમ્સ પર અપડેટેડ સેલ્ટોસનો અનુભવ કરી શકશે.
ડિઝાઇનની દ્રષ્ટિએ, નવી સેલ્ટોસ પહેલા કરતાં વધુ અત્યાધુનિક અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ દેખાય છે. કારમાં બેસતાની સાથે જ જે ચેન્જીસ કરવામાં આવ્યાં છે એ તમારું મનમોહી લે છે. કેબિન હવે સ્વચ્છ, વધુ આધુનિક અને વધુ ટેકનોલોજીની દ્રષ્ટિએ વધુ અદ્યતન લાગે છે, જેમાં મોટું ડિજિટલ ડિસ્પ્લે, સુધારેલ ઇન્ફોટેનમેન્ટ અને વધારાની સલામતી સુવિધાઓ છે. કિયાએ એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પોની વિશાળ શ્રેણી જાળવી રાખી છે, જે કારને રોજિંદા શહેરી ડ્રાઇવ અને લાંબા હાઇવે ટ્રિપ્સ બંને માટે યોગ્ય બનાવે છે.
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં ગ્રાહકોને સરળ અને વિશ્વસનીય ખરીદી અનુભવ પ્રદાન કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવી સેલ્ટોસની ઉપલબ્ધતા સાથે, ડીલરશીપને હાલના કિયા ગ્રાહકો તેમજ પહેલી વાર SUV ખરીદનારાઓ તરફથી મજબૂત પ્રતિસાદની અપેક્ષા છે. વેસ્ટ કોસ્ટ કિયા શોરૂમમાં નવી કિયા સેલ્ટોસ માટે ટેસ્ટ ડ્રાઇવ અને બુકિંગ શરૂ થઈ ગયા છે.
એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં “આત્મનિર્ભર ભારત: તકો અને પડકારો” વિષય પર ત્રીજી વિદ્યાર્થી કોન્ફરન્સ યોજાઈ
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ “આત્મનિર્ભર ભારત: તકો અને પડકારો” વિષય પર ત્રીજી વિદ્યાર્થી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફે. (ડો.) કિરણ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનો, નવીનતા અને સંશોધનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આ કોન્ફરન્સમાં ડો. જયેશ એન. દેસાઈ, ડીન- ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી, સુરત અને BRCM કોલેજના પ્રિન્સીપલ, કોન્ફરન્સના ચેરપર્સન તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીના રિસર્ચની ગુણવત્તા, મૂળભૂતતા અને વિષયની પ્રાસંગિકતાની પ્રશંસા કરી હતી. કોન્ફરન્સમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કુલ ૭ ટીમોએ ભાગ લીધો હતો અને આત્મનિર્ભર ભારતના વિવિધ વિષયો પર સંશોધન પત્રો રજૂ કર્યા હતા.જે ફેબ્રુઆરીમાં ISBN સાથે પબ્લીશ થશે.
સુરતમાં ઈન્ડિયાની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન
16, 17 અને 18 જાન્યુઆરીએ થનારા આયોજનમાં માત્ર સુરતમાંથી જ 2000થી વધુ બાળકો ભાગ લેશે
સુરત. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન સુરતમાં થવા જઈ રહ્યું છે. ડાયનેમિક વોરિયર સંસ્થાના ચીફ કોચ પમીર યોગેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ આગામી ૧૬, ૧૭ અને ૧૮ જાન્યુઆરી દરમિયાન યોજાશે.
વીઆઈપી રોડ પર આવેલ સુકુન ટર્ફ ખાતે યોજાનારી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં સુરત શહેરના અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ બાળકો ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ ખાસ કરીને સુરત શહેર માટેની ઈન્ટર સ્કૂલ અને ઈન્ટર ક્લબ સ્પર્ધા છે, જેમાં બહારના શહેરોના ખેલાડીઓ નહીં પરંતુ માત્ર સુરતના બાળકો પોતાનું કૌશલ્ય રજૂ કરશે.
પમીર શાહે જણાવ્યું હતું કે તાઈકવૉન્ડો એક ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે અને હાલ સુરત ઈન્ડિયામાં તેનું મોટું હબ બની રહ્યું છે. નવા ટેલેન્ટને ઓળખવા તેમજ ટ્રેનિંગ લઈ રહેલા બાળકોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે આ ચેમ્પિયનશિપ મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્પર્ધા દરમિયાન દરરોજ સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી મેચો યોજાશે. શહેરના રમતપ્રેમી નાગરિકોને આ સ્પર્ધા નિહાળવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

પમીર શાહે સુરતના વાલીઓ અને બાળકોને સંદેશ આપતા જણાવ્યું કે આજના સમયમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ અને ગેજેટ્સમાં પસાર થાય છે. તેના બદલે જો તેઓ તાઈકવૉન્ડો જેવી એક્ટિવિટી અપનાવે તો રમતગમતમાં આગળ વધશે, સ્વ-બચાવ (સેલ્ફ ડિફેન્સ) શીખશે તેમજ તેમની હેલ્થ, ફિટનેસ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, ડાયનેમિક વોરિયર સંસ્થા વર્ષ ૨૦૧૧થી સુરતમાં સક્રિય છે. હાલમાં સુરતમાં સંસ્થાના ૧૨ સેન્ટર કાર્યરત છે અને ૧૮૦૦થી વધુ બાળકોને તાઈકવૉન્ડોની તાલીમ આપવામાં આવી રહી છે. શહેરની અંદાજે ૪૦ શાળાઓમાં તાઈકવૉન્ડોના ક્લાસ ચલાવવામાં આવે છે.
સંસ્થાની સૌથી મોટી સિદ્ધિ તરીકે અત્યાર સુધી ૪ બાળકોએ એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે, જેને ગુજરાત સરકારે ૧૦-૧૦ લાખ રૂપિયાનું પ્રોત્સાહન એવોર્ડ પણ આપ્યું છે. આ ઉપરાંત ૨૫થી વધુ બાળકો વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં દર વર્ષે સુરત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે નેશનલ લેવલે ૨૦૦થી વધુ બાળકો મેડલ વિજેતા બન્યા છે.
આ ભવ્ય ચેમ્પિયનશિપ સુરત માટે રમતગમતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.