સુરતમાં ભાજપની બાઈક રેલીના કારણે સર્જાયો જામ, બીઆરટીએસ રૂટ બન્યો વાહન ચાલકો માટે સહારો

By on
In ગુજરાત ખબર
Spread the love

અમિત પાટીલ. સુરત: રેલીને કારણે ટ્રાફિક જામ થતા બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો દોડ્યાસુરતના પાટીદાર વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાની હેઠળ નીકળેલી રેલીને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા થઈ હતી. ભાજપની રેલી માં સંખ્યાબંધ વાહનો હોવાને કારણે આખો રોડ રેલીના વાહનો થી રોકાઈ ગયો હતો.


આ સમયે નોકરિયાત વર્ગને નોકરી પર જવાનુ હોય એ સંખ્યા પણ ઘણી વધારે હતી. ટ્રાફિકની સમસ્યાને કારણે આ વિસ્તારના બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો દોડ્યા હતાં. આ ઉપરાંત સર્વિસ રોડ પર વાહન વ્યવહાર પૂરજોશમાં જોવા મળ્યો હતો