વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા કિડ્સ ફૅશન શોનું આયોજન

By on
In ફિલ્મી ગપસપ
Spread the love

100 ટકા વેક્સીનેશનનો બાળકોએ આપ્યો સંદેશ

સુરત: વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા  રવિવારે  બાળકો માટે મી એન્ડ મમ્મી કિડસ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. શોમાં નાના નાના ભૂલકાઓને પોતાની માતાઓ સાથે રેમ્પ વોક કરવાની સાથે જ કોરોના સામેની લડાઇ માં 100 ટકા વેક્સીનેશન પર ભાર મૂકી સુરતને સુરક્ષિત કરવાનો સંદેશ આપ્યો હતો.

આયોજક પ્રીતિ જૈન બોકડિયાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી ના કારણે છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી સ્કૂલો બંધ હતી અને બાળકો ઘરોમાં જ કેદ હતા. ત્યારે ચોક્કસ જ તેમની માનસિક સ્થિતિ પર આવી પરિસ્થિતિ ની અસર થઈ હશે. હવે જ્યારે સ્કૂલો ખુલી છે અને બાળકો ફરી સ્કૂલ માં જતાં થાય છે ત્યારે તેમનામાં ઉત્સાહ વધારવા ના ઉદ્દેશ્ય સાથે બાળકો માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. શોમાં મોટી સંખ્યા માં બાળકોએ ભાગ લીધો હતો અને ફૅશન શો ના માધ્યમથી લોકો ને કોરોના પ્રત્યે જાગૃત કરવામાં પણ આવ્યા હતા. બાળકોએ કોરોના વિરોધી વેક્સિન ના કટ આઉટ અને પોસ્ટરો સાથે રેમ્પ વોક કરીને સુરતમાં 100 ટકા વેક્સીનેશન થાય અને સુરત સુરક્ષિત બને તે માટેનું આહ્વાન કર્યું હતું. પ્રીતિ બોકડિયાએ જણાવ્યું હતું કે ફેશન શો માં ત્રણ રાઉન્ડ થાય હતા અને તેમા વિજેતા થનાર બેબી ગર્લ માટે મિસ્ટર પ્રેમ ગડા એ પ્રેશા ક્રિએશન ના ક્રાઉન અને સર્ટિફિકેટ આપ્યા હતા. તેમજ ગર્લ્સ અને બોયને  પ્રીતિ જૈન બોકડિયાએ  મોમેન્ટો આપ્યા હતા તથા નીરજા કલાવટિયા એ  ઓનલાઇન ગ્રૂમિંગ કરાવી હતી.જ્યુરી તરીકે યશ કટારીયા, નિશા જૈન,ઈશા પટેલ, ,હેત્વી બાબરીયા તેમજ વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ ના પાર્ટનર અને એસ.કે.ઇન્વેસ્ટમેનના કેતન છાપગર,સુર કેવલ્યમ મ્યુઝિક ક્લાસના મિસ્ટર જોય સર, કૃષિ ભાવસાર,  મિસેસ ડિમ્પલ, મિસેસ મમતા, મનીષ ભાવસાર, માન્ટુ હલ્ડર , મોન્ટુ મિસ્ત્રીએ  સહયોગ આપ્યો હતો.