દેશભરમાં વાતાવરણમાં આવી રહેલા પલ્ટા વચ્ચે આગામી 4 થી 8 માર્ચ દરમિયાન માવઠુ પડવાની આગામી હવામાન વિભાગે કરતા ખેડૂતોમાં ડર જોવા મળી રહ્યો છે. કેરી અને ઘઉ તથા કપાસના પાકને અસર થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાંક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં તારીખ 4થી 8 માર્ચ સુધી માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને કેરી અને ઘું તથા કપાસના પાકને અસર થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.
હાલમાં દક્ષિણ રાજ્યોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ પડી રહ્યો છે જેના પગલે બદલાયેલા વાતાવરણથી રાજસ્થાન અને બિહારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન જોવા મળતા ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.