આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22 અંતર્ગત શિક્ષકદિનની વિશિષ્ટ ઉજવણી

Spread the love

સુરત: ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા:- 03/09/2021 શુક્રવાર થી    તા :- 07/09/2021 મંગળવાર દરમિયાન “આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22” અંતર્ગત શિક્ષકદિનની ઉજવણી વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે  શાળામાં  પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, શહિદ સૈનિકોના પરિવારનું સન્માન, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓનું સન્માન, Covid -19 રસીકરણ, સ્વયં શિક્ષક દિન તેમજ રંગોળી સ્પર્ધા “ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહિદ સૈનિકોનાં દરેક પરિવારોને રૂ ૧૧૦૦૦/- નો ચેક, રૂ ૨૦૦૦/- ની ગોલ્ડન પ્લેટેડ નોટ, સાડી, ડ્રેસ મટીરિયલ્સ, બાળકો માટે શૈક્ષણિક કીટ શાળા તથા જુદાજુદા દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. તેમજ covid-19 રસીકરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના વાલીશ્રીઓ અને ખરવરનગર વિસ્તારના 18 થી વધુ વય ધરાવતા ૬૦૦ કરતાં વધુ વ્યક્તિઓએ રસીનો લાભ લીધો હતો, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓના સન્માન કાર્યક્રમ અંતર્ગત દીકરીની માતાઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની દીકરીઓને લગતી વિવિધ યોજનાઓનું લેમીનેટેડ કેલેન્ડર આપવામાં આવ્યું હતું.વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય  મહેમાન શ્રીમતી સંગીતાબેન પાટીલ  (ધારાસભ્ય લીંબાયત, સુરત) મુખ્ય અતિથિ વિશેષ શ્રી કાનજીભાઈ ભાલાળા (ચેરમેન ધી. વરાછા. કો.ઓ.બેંક લિમિટેડ), ડૉ. લતીકાબેન શાહ, બ્રહ્માકુમારી સંપ્રદાયના ડૉ. બી કે. સુનિતાદીદી અને બી કે. હેતલદીદી C.R.C શ્રી વિલાસભાઈ તાંબે, વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત લાયન્સક્લબ ના પ્રમુખશ્રી હિતેશભાઇ  દીવાસળીવાળા, અલાયન્સ ક્લબના પ્રમુખશ્રી રજનીકાંત લીલાવાળાએ હાજરી આપી કાર્યક્રમોને દીપાવ્યા હતા. તેમજ દરેક અતિથિઓને સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ તેમજ બિલ્વીપત્રનો છોડ આપીને તેમનું અભિવાદન કર્યું હતું.તથા શાળાના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા, ટ્રસ્ટીશ્રીઓ નિર્મલભાઈ વખારિયા, હર્ષદભાઈ રૂઘનાથવાળા, પ્રવિણભાઈ જરીવાલા, અશોકભાઈ જરીવાળા તથા શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાલા તેમજ પ્રા.વિ આચાર્યા શ્રીમતી લીનાબેન ગોસ્વામી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી પ્રવિણભાઈ ચૌધરી, શ્રીપિયુષભાઈ આહીર, શ્રીમયુરભાઈ આડમાર અને શ્રી દીપકભાઈ આહીર તથા શાળાના સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોએ  સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.